કોરોનિલ દવા: બાબા રામદેવ તેમજ અન્ય સામે દાખલ કરવામાં આવી FIR, વધુ વિગતો વાંચો તમે પણ

કોવિડ – 19ની સારવાર કરતાં દાવા માટે બાબા રામદેવ તેમજ અન્ય સામે દાખલ કરવામાં આવી FIR

પોલીસે ગુરુ રામદેવ વિરુદ્ધ તેમજ તેમના સાથીઓ વિરુદ્ધ  એક એફઆઈઆર નોંધી છે.  તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે એક નકલી આયુર્વેદિક દવાનો કેટલાક દર્દીઓ પર તેની ક્લિનિકલ ટ્રાયલ કરીને તેને કોવિડ 19ની સારવાર કરતી દવા તરીકે દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. આ એફઆઈઆર  એ પણ દર્શાવે છે કે રામદેવ દ્વારા આ દાવો યુનિયન આયુશ મિનિસ્ટ્રીના એપ્રુવલ વગર કરવામાં આવ્યો છે.

image source

આ FIR માં સમાવિષ્ટ બીજા નામોમાં આચાર્ય બાલક્રિષ્ન કે જે રામદેવ  દ્વારા પ્રચારિત પતંજલી આયુર્વેદિક લિમિટેડના સીઈઓ છે તેમનો, પતંજલી માટે કામ કરતા અનુરાગ વર્ષનેય, આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓએફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના ચેરમેન બલવિર સિંઘ તોમર તેમજ તેના ડીરેક્ટર  અનુરાગ સિંહ તોમરના નામનો પણ સમાવેશ થાય છે.

image source

પતંજલી આયુર્વેદાએ તાજેતરમાં એક દવા બહાર પાડી છે, જેનું નામ કોરોનીલ છે, તેના માટે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે કોવીડ-19ની સાવાર કરી શકે છે. પતંજલીએ જણાવ્યુ હતું કે આ દવાની ક્લિનિકલ ટ્રાયલ્સ લેવામા આવી છે. એટલે કે તેનું પરિક્ષણ કોવીડ-19 પોઝિટિવ દર્દીઓ પર કરવામાં આવ્યું હતું જેમાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચે (NIMS) પણ તેમનો સાથ આપ્યો હતો. NIMS જયપુર સ્થિત એક ખાનગી સંસ્થા છે.

image source

આ FIR જયપુરના  જ્યોતિનગર પેલીસ સ્ટેશન ખાતે શનિવારે નેંધવામાં આવી હતી. આ ફરિયાદ કેટલીક વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં એક વકીલ બલબીર જાખરનો પણ સમાવેશ થાય છે. પાંચ લોકોની વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 420 (છેતરપીંડી) તેમજ  ડ્રગ્સ એન્ડ મેજીક રેમેડીઝ એક્ટ 1954 હેઠળની કલમ 4 અને 7 હેઠળ નોંધવામાં આવી છે.

image source

અશોક ગુપ્તા કે જેઓ એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ છે તેમણે રવિવારે જણાવ્યું હતું કે રામદેવ વિરુદ્ધ એક કરતાં વધારે ફરિયાદ થઈ છે જેમાં દવાઓના પરિક્ષણ વગર જ તેને વેચવાનો આરોપ છે. જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં આવી નથી.

image source

શ્રીમાન જાખરે જણાવ્યું કે તેમની ફરિયાદ આરોપીએ કેન્દ્ર તેમજ રાજસ્થાન સરકારની પરવાનગી કે તેમની જાણકારી વગર કોરોનીલની ક્લિનિકલ ટ્રાયલ કરીને સામાન્ય લોકોના જીવ જોખમમાં મુક્યા છે તે અંગે છે. જ્યારે પતંજલી આયુર્વેદાનું એવું કહેવું છે કે તેમણે દરેક કાયદાકીય કામગીરી કરી હતી.

image source

યુનિયન આયુશ મિનિસ્ટ્રીએ કોરોનીલ દવાની વિગતો માંગી છે અને પતંજલી આયુર્વેદાને જણાવ્યું કે તેઓ આ દવા કોવિડ-19ની સાવાર કરે છે તેવો દાવો કરતી જાહેરાતો બંધ કરે. રાજસ્થાન મેડિકલ એન્ડ હેલ્થ મિનિસ્ટર રઘુ શર્માએ જણાવ્યું કે રાજ્યમાં જો કોઈ કોવિડ 19 દર્દીઓને આ આયુર્વેદીક દવા વેચવાનો પ્રયાસ કરવામાં આવશે તો ચોક્કસ પગલા લેવામા આવશે.

Source: Thehindu

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત