ભાઈને કામ કરતાં જોઈ લોકોએ કહ્યું રાખડીની ફરજ અદા કરે છે, બહેનને બચાવવા 10 વર્ષનો ભાઈ કરે છે આ કામ

ભાઈ-બહેનનો સંબંધ સૌથી સુંદર હોય છે. આ સંબંધની સુંદરતા જ જીવન છે. ક્યારેક બહેન ભાઈ ની સંભાળ લેતી જોવા મળે છે, તો ક્યારેક ભાઈ પોતાની બહેન માટે દિવસ-રાત એક કરતો જોવા મળે છે. આવા જ ભાઈ બહેનની જોડી આજકાલ ચર્ચામાં છે. આ ભાઈ બહેન તેલંગાના છે. પોતાની કેન્સરથી પીડાતી બહેનને બચાવવા માટે દસ વર્ષનો ભાઇ કામ કરે છે. આ દસ વર્ષનો બાળક રસ્તા પર પક્ષીઓને ચણ વેચી પોતાની બહેનની સારવાર માટે પૈસા એકઠા કરે છે.

પક્ષીઓ માટેનું ચણ વેંચીને આ ભાઈ તેની બહેનની સારવાર કરવા માટે બચત કરી રહ્યો છે. તે એટલા પૈસા એકઠા કરવા માંગે છે કે તેનાથી તેની બહેનની સારવાર કરાવી શકે. આ બાળકનું નામ સૈયદ અઝીઝ છે. સૈયદ તેની માતા સાથે રોડ પર ચણ વેચીને પૈસા એકઠા કરી રહ્યો છે. આ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે સામે આવી ત્યારેથી લોકો આ ભાઈ ના વખાણ કરવાથી થાકતા નથી.

મીડિયા સાથે અઝીઝની માતા એ વાત કરતાં જણાવ્યું હતું કે તેની દિકરી સકીનાને કેન્સર છે અને તેની સારવાર માટે તેને કોઇ મદદ મળી રહી નથી. તેમને રેડિયેશન થેરાપી સુધી સરકારી ફંડ મળ્યું હતું. પરંતુ તેની દીકરીની દવાઓ ખૂબ મોંઘી આવે છે. આ દવા માટે પૈસા એકઠા કરવા તેનો દસ વર્ષનો દીકરો રોડ પર ઉભી મહેનત કરે છે.

જો કે પક્ષીને ચણ વેચી થોડા થોડા કરીને પણ બહેનની સારવાર માટે પૈસા એકઠા કરવાની આ દસ વર્ષના ભાઈની ભાવના જોઇ તેના માટે ફંડ એકઠું કરી લોકો મદદ કરવા પણ આગળ આવી રહ્યા છે. સાથે જ લોકો સૈયદના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સૈયદ ચર્ચામાં આવ્યો છે અને લોકો કહી રહ્યા છે કે તે ખરેખર પોતાની બહેનની રક્ષા નું વચન પૂરું કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત