શ્રાવણ મહિનાનો પ્રારંભઃ જાણો સોમનાથ ખાતે કઈ કઈ સુવિધામાં વધારો કરાયો

ભગવાન મહાદેવના ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાનું એક ગુજરાતના વેરાવળ નજીક સોમનાથનું જ્યોતિર્લિંગ છે. જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. જેમ જેમ અહીં ભક્તોની ભીડ વધતી જાય છે તેમ તેમ તંત્ર દ્વારા સુવિધામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. નોંધનિય છે કે હાલમાં શ્રાવણ મહિનામાં સોમનાથમાં યાત્રીઓ માટે અનેક સુવિધામાં વધારો થયો છે. જેમ કે વોક-વે, અહલ્યાબાઈ મંદિર અને પાર્વતી મંદિર નિર્માણ બાદ વર્ચ્યુઅલ લોકાર્પણ દેશનાં વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ નરેન્દ્ર મોદીના હસ્તે આગામી દિવસોમાં કરવામાં આવશે.

image soucre

નોંધનિય છે કે, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થશે અને અહીં મોટી સંખ્યામાં શીવ ભક્તો આવશે. જેથી કરોડો હિન્દુનાં આસ્થાનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેની આસપાસ ભક્તોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સોમનાથ મંદિર નજીક સમુદ્ર કિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, TFC ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ, આ ઉપરાંત અહલ્યાબાઈ મંદિર પરિસરનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યુ છે. એટલુ જ નહીં સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતીજીના મંદિરનું નિર્માણનું આવનારા દિવસોમાં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને પીએમ નરેન્દ્ર મોદીનાં હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ થવાની તૈયારીઓ થઈ રહી છે.

image soucre

તો બીજી તરફ ટ્રસ્ટના મેનેજરના જણાવ્યા મુજબ તારીખ નક્કી થતા જ આ તમામ સુવિધા ઓનું પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોમાં સોમનાથ મંદિર આસપાસ યાત્રીઓ માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોમનાથ મંદિર નજીક ત્રિવેણી પાસે શ્રીરામ મંદિરનું પણ બનાવામાં આવ્યું છે. તો બીજી તરફ સોમનાથ મંદિર પરીસરમાં ભવ્ય શક્તિ પીઠ પાર્વતીજી મંદીરનું પણ બનાવમાં આવશે. મળતી માહિતી પ્રમાણે તેનો અંદાજીત ખર્ચ રૂપિયા 20 કરોડ થશે તમને જણાવી દઈએ કે, આ પાર્વતી મંદિર સોમનાથ મંદિર પરિસરમાં જૂની ચોપાટી નજીક અને હાલનાં યજ્ઞ મંડપ નજીક સફેદ માર્બલનું ભવ્ય મંદીર બનાવવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

image soucre

નોંઘનિય છે કે, સોમનાથ મંદિરથી ત્રિવેણી ઘાટ સુધી 1600 મીટર જેટલો લાંબો કરોડોના ખર્ચે વોકવે બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વોકવે પરથી સોમનાથ મંદિરનાં બહરના ભાગના દર્શન પણ ભક્તોને થઈ શકશે. આ ઉપરાંત સમુદ્ર દર્શનનો પણ લાભ મળશે અનેક યાત્રીઓ આજે પણ આ વોકવે પર આવે છે અને નયમરમ્ય વાતાવરણ અને દિવ્યદર્શનનો લાભ લે છે. નોંધનિય છે કે, વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસર અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર બની રહ્યું છે. જેથી અહીં આવતા લોકોને કોઈ તકલીફ ન પડે.

image soucre

તમને જણાવી દઈએ કે, ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા 1783માં સ્થાપના કરવામાં આવી હતી અને જે જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતું હતું. આ પહેલા 1703મા સોમનાથ મંદિર પર આક્રમણ કરી ધ્વસ્ત કર્યું હતું. જેને કારણે અહલ્યાબાઈએ આ મંદિર એવી રીતે બનાવ્યું હતું કે, વિધર્મી આક્રમણખોરોને ખ્યાલ જ ન આવે ભૂગર્ભમાં સ્વયંભૂ દાદા સોમનાથ શિવલિંગની ફરતે દીવાલ બનાવી ઉપરના ભાગે એક નાનકડું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, અહલ્યાબાઈ પરમ શિવભક્ત હતા.

image soucre

નોંધનિય છે કે, પૂરાણ કથા મુજબ સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્રએ કરી હતી. તમને જણાવી દઈએ કે, દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે ચંદ્રએ લગ્ન કર્યા હતા. જેમાં રોહિણી તેની માનીતી રાણી હતી. ચંદ્ર અન્ય પત્નીની અવગણના કરતા હતા. જેને લઈને બાકીની પુત્રીઓએ દક્ષ રાજા પાસે આવીને ચંદ્રના વ્યવહારની વાત કરી. આથી દક્ષ રાજા ગુસ્સે થયા અને ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપી દીધો.

image soucre

નોંધનિય છે કે, આ શ્રાપના લીધે ચંદ્ર દિનપ્રતિદિન નિસ્તેજ થવા લાગ્યો. શ્રાપમાંથી મુક્ત થવા અગત્સ્ય ઋષિએ ચંદ્રને ધરતીના એવા છેડા પર શિવ આરાધના કરવા સૂચવ્યું જ્યાંથી સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય. સમગ્ર પૃથ્વી પર આવું એકમાત્ર સ્થળ છે. એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ. તમને જણાવી દઈએ કે, ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી. ચંદ્રના તપથી શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ચંદ્રએ પોતાના શ્રાપની વાત કરી. આથી શિવજીએ ચંદ્રના ક્ષયને મર્યાદિત કર્યો. આમ એક પક્ષમાં તે ક્ષીણ થાય છે અને બીજા પક્ષમાં તે પુન: વૃદ્ધિ પામે છે.