ચોમાસામા તુલસીનો ઉકાળો રાખશે તમારા શરીરને રોગમુક્ત, એકવાર અજમાવો

આપણા દરેકના ઘરમાં તુલસી નો છોડ હોય જ છે. તુલસીનું આર્યુવેદિક મહત્વ પણ ઘણું છે. સાત્વિકની સાથે આરોગ્યને લગતા પણ અનેક ફાયદા તુલસી થી મળે છે. ખાસ કરીને વાયરલ તાવમાં કે ઇન્ફેક્શનમાં તુલસીની ચા, તુલસીનો ઉકાળો કે તુલસીના પાનને ચાવવાનું મહત્વ વધારે રહે છે. શરદી અને ઉધરસમાં તુલસી અસરકારક સાબિત થાય છે. તો આવો આજે જાણીએ સરળ રીતે તુલસીનો ઉકાળો બનાવવાની રીત.

image source

આ સમય એવો છે કે કોરોના વાયરસના ભય ના કારણે લોકો ચિંતામાં છે. આ સિવાય ચોમાસામાં પણ અનેક પ્રકારના રોગો લોકો ને ઘેરી લે છે. તમને જણાવી દઈએ કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ને ચેપ સૌથી વધુ ઝડપથી લાગતો હોય છે. આવી સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે આહારમાં ચોક્કસપણે તંદુરસ્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

image source

આયુર્વેદ ની મદદથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવી શકો છો. ચોમાસામાં હળદર અને તુલસી નો ઉકાળો રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરે છે. ઠંડી અને ગળાની સમસ્યા ને દૂર કરવામાં પણ મદદ કરે છે. તમને જણાવી દઈએ કે તુલસી એક ઔષધીય વનસ્પતિ છે જેના ગુણધર્મો તમને ઘણા મોટા રોગો થી મુક્તિ અપાવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તુલસી અને હળદર ને એક સાથે મિક્સ કરીને તેનો ઉકાળો કેવી રીતે બનાવવો અને તેને કેવી રીતે પીવું.

ઉકાળા માટેની સામગ્રી

આઠ થી દસ તુલસીના પાન, અડધી ચમચી હળદર પાવડર, ત્રણ થી ચાર લવિંગ, ત્રણ થી ચાર ચમચી મધ, એક થી બે તજના ટુકડા.

ઉકાળો બનાવવાની રીત

image source

સૌ પ્રથમ, એક પેનમાં પાણી લો અને તેમાં તુલસી ના પાન, હળદર પાવડર, લવિંગ અને તજ ઉમેરો. તે પછી તેને ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી ઉકળવા દો. પછી આ પાણી ને ગાળી લો અને ઠંડુ થયા બાદ તેને પીવો. તમે સ્વાદ માટે તેમાં મધ ઉમેરી શકો છો. રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા અને શરદી અને ફલૂ ના ઉપચાર માટે આ ઉકાળો દરરોજ બે થી ત્રણ વખત પીવો.

તુલસી નો ઉકાળો પીવાથી થતા ફાયદા

image source

તુલસી નો ઉકાળો બદલાતી સિઝનમાં થતી શરદી-તાવ અને ગળા ની ખારાશ થી છુટકારો આપે છે. તુલસી ના પાનના ઉકાળામાં ચપટી સંચળ નાંખીને પીવાથી ફ્લૂ રોગ મટે છે. પથરી કાઢવા નો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ઉકાળામાં રોજ એક ચમચી મધ ઉમેરી ને છ મહિના સુધી સેવન કરો.

હાર્ટ ની બીમારી હોય તેઓ એ રોજ તુલસી નું સેવન જરૂર કરવું. તુલસી કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે. તુલસી અને હળદરના પાણીનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા નિયંત્રિત રહે છે. ચહેરાની ચમક અને રંગત કાયમ રાખવા તુલસી ના પાનનો રસ કાઢીને બરાબર માત્રામાં લીંબૂ નો રસ મિક્સ કરીને રાત્રે ચહેરા પર લગાવી લો. કરચલીઓ દૂર થશે અને ખીલ પણ નહીં થાય.