ઓનસ્ક્રિન નાના દેખાતા આ બોલિવૂડ સ્ટાર્સને રિયલમાં જોશો તો ઓળખી પણ નહીં શકો

આ પ્રખ્યાત બોલિવૂડ એક્ટરની રિયલ તસવીરો આવી સામે, આટલા દેખાય છે વૃદ્ધ

બોલીવુડમાં કેટલાક રહસ્યો એવા હોય છે જે હંમેશા છુપાયેલા રહે છે. જો કે કોઈ ના કોઈ દિવસ સમયનું ચક્ર ફરે છે અને આ રહસ્યો પોતાની જાતે જ ખુલ્લીને બહાર આવતા હોય છે. આ રાજ છે બોલિવૂડનાં અભિનેતાઓની ઉંમરને લઈને. તમને જણાવી દઈએ કે સુંદર અને સુંવાળા દેખાતા ચહેરાવાળા અભિનેતાઓની ઉંમર ખરેખર ઘણી મોટી હોય છે. ઉંમરથી નાના દેખાવા માટે તેઓ કેટલાક ઉપાયો કરતા હોય છે અથવા તો જાણીએ તેઓ ઉંમર છુપાવતા હોય છે. તો દોસ્તો, આજે અમે તમને એવા જ કેટલાક અભિનેતાઓની સાચી ઉંમર કેટલી છે તેના વિશે બતાવવાના છીએ. તો જાણો, કે નવી નવી અભિનેત્રી સાથે પડદા પર ડાન્સ અને રોમાન્સ કરતા આ સિતારાઓની સાચી ઉંમર કેટલી છે અને તેઓ કેવા દેખાય છે.

image source

શાહરૂખ ખાન

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કિંગખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાનમાં ઉંમર 53 વર્ષની થઈ ગઈ છે. જ્યારે પણ શાહરૂખ ખાન ફિલ્મમાં અન્ય અભિનેત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળે છે ત્યારે કોલેજની ઉંમર જેટલો યુવાન લાગે છે. જો કે તમે મેકઅપ વગર જોઈ લેશો તો તેના ચહેરા પરની ઘરડી થયેલી દાઢી અને કરચલીઓ તેની સાચી ઉંમરનો રાજ ખોલી દેશે.

image source

અક્ષયકુમાર

બોલિવૂડના સૌથી ફેમસ એક્ટરોમાંનો એક એવા અક્ષયકુમાર પોતાને ફિટ રાખવા માટે જેટલી મહેનત કરે છે તેટલી કદાચ બીજા કોઈ એક્ટર કરતા હશે. અક્ષયકુમારની ઉમર 51 વર્ષની થઈ ગઈ છે. પરંતુ ઓનસ્ક્રીન અક્ષયકુમારની ઉંમરનો અંદાજો લગાવવા સહેલો નથી. પરંતુ તમે મેકઅપ વગર તેને જોશો તો તમને તેની સાચી ઉંમર જણાઈ આવશે.

image source

સલમાન ખાન

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુલતાન કહો, ભાઈજાન કહો કે પછી દબંગ ખાન કહો. પૂરી બોલિવૂડ ઈન્ડસ્ટ્રિઝ પર રાજ કરનાર અભિનેતા સલમાન ખાનની ઉમર 53 વર્ષની થઈ ગઈ છે. છતા પણ તે જોવામાં ફીટ દેખાય છે. પરંતુ ફિલ્મ ટાઈગર જિંદા હૈ ના ક્લોઝ અપ લુકમાં જોશો તો તમને તેની ચહેરા પર કરચલીઓ જોવા મળશે. છતા પણ સમલમાન ખાન પાસે કામ કોઈ કમી નથી, નિર્માતા લાઈન લાગે છે.

image source

અક્ષય ખન્ના

અભિનેતા અક્ષય ખન્નાની ઉમર 43 વર્ષની છે છતા પણ તે જોવામાં વધારે લાગે છે. તેમને જોઈને તમને લાગશે કે તમે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિને મળો છો.

image source

મિલિંદ સોમણ

પોતાની ફિટનેસ અને લાંબી દોડ માટે પ્રખ્યાત મિલિંદ સોમણની ઉંમર 53 વર્ષની છે. અડધાની વધારે વાળ તેના સફેદ થઈ ગયા છે. મિલિંદ સોમણની ઉંમરનો અંદાજ બહુ સહેલાઈથી લગાવી શકાય છે. પરંતુ તેની વ્યક્તિગત છાપ એવી છે કે તેમના થી અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કરી લીધા અને ઘર વસાવી લીધુ. જો કે તેમની ઉંમર ગમે તેટલી હોય પરંતુ આજે પણ ફીટ દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત