ફૂંક મારતા જ મળી જશે કોરોના રિપોર્ટ, જાણો ભારત સાથે બીજો કયો દેશ મળીને કરે છે આ ટેસ્ટ કીટની તૈયારીઓ…

ભારત અને ઇઝરાયેલના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલી કોરોના વાયરસની તપાસની નવી ટેક્નીક થોડાક જ દિવસોમાં સામે આવી શકે છે. તેને ઓપન સ્કાઈ નામ આપવામા આવ્યું છે. આ  ટેક્નિકનો સૌથી મોટો લાભ એ છે કે વ્યક્તિએ એક ખાસ પ્રકારની ટ્યૂબમાં ફૂંક મારવાની રહેશે. ત્યાર બાદ એક જ મિનિટની અંદર જ તેમને રિપોર્ટ મળી જશે અને ખબર પડી શકે તેની અંદર કોરોના વાયરસ છે કે નહીં. આ ટેકનીકને મહામારી વચ્ચે ગેમ ચેન્જર ગણવામાં આવી રહી છે.

ટૂંક જ સમયમા આવી શકે છે ભારત-ઇઝરાયેલની કોરોના ટેસ્ટ કીટ

image source

ઇઝરાયેલના ભારતમાં દૂતાવાસના અધિકારી રોન મલ્કાએ જણાવ્યું છે કે ઇઝરાયેલ ઇચ્છે છે કે ભારત આ રેપિડ ટેસ્ટિંગ કીટનું ઉત્પાદનનું હબ બને. આ તપાસ કીટનો પ્રોજેક્ટ એડવાન્સ્ડ સ્ટેજમાં છે. મને લાગે છે કે હવે થોડા જ દિવસોની વાર છે, જે મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો પાસેથી સાંભળવા મળ્યું છે. શક્ય છે કે બે કે ત્રણ અઠવાડિયામાં તેના પર નિર્ણય લેવામાં આવશે અને મહારમારીમાં તેનો લાભ મળી શકે છે.

ચાર પ્રકારની ટેકનિક પર પરીક્ષણ

image source

ભારત અને ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ મોટી સંખ્યામાં સેંપલ ભેગા કર્યા બાદ ચાર પ્રકારની ટેકનિક પર પરીક્ષણ કર્યું હતું. તેમાં બ્રેથ એનાલાઇઝર અને અવાજની તપાસથી સંક્રમણની ઓળખની ટેકનિક મુખ્ય હતી. આ ઉપરાંત આઇસોથર્મલ ટેસ્ટિંગ ટેકનિકથી લાળમાં વાયરસની હાજરી , તો પોલી એમિનો એસિડની મદદથી વયારસના પ્રોટીનને અલગ કરીને તેની ઓળખ શક્ય છે. કેટલાક દસ પ્રકારની ટેકનિક પર પરીક્ષણ બાદ વૈજ્ઞાનિકોએ આ ચાર ટેકનિકને અંતિમ પરિક્ષણ માટે પસંદ કરી છે.

ટ્યૂબથી તપાસ ના કારણે મોટા પ્રમાણમાં લાભ થશે

image source

રોનના જણાવ્યા અનુસાર, ટ્યૂબમાં બોલવાથી સંક્રમણની ઓળખ થવાની ટેકનિકથી ભવિષ્યમાં રસ્તો સરળ બન જશે. એરપોર્ટ જેવા અન્ય સ્થાનો પર તેની મદદથી સેંકડોમાં વાયરસની ઓળખ થઈ શકે છે.

image source

સૌથી સારી વાત એ છે કે આ સસ્તી છે અને સેંપલને મોકલવાની પણ કોઈ ચિંતા નથી હોતી અને તેના પર ખર્ચ થનારી રકમ પણ બચશે. વેક્સિનને લઈને પણ બન્ને દેશ એક સાથે કામ કરી રહ્યા છે. વેક્સીન પર સફળતા મળશે તો મોટી સંખ્યામાં તેનું ઉત્પાદન ભારતમાં જ કરવામા આવશે.

image source

હાલ પણ દેશમાં લાખો કેસ નોંધાયા છતાં પણ ઘણા બધા લોકો કોરોનાનો ટેસ્ટ કરતાં ગભરાઈ રહ્યા છે. કોઈને ખોટું પરિણામ આવવાનો ભય છે તો વળી કોઈને ટેસ્ટની ટેકનિક પસંદ નથી. જે રીતે નાકમાં સ્વેબ નાખી તપાસ કરવામા આવે છે તેનાથી લોકો ઇરીટેટ થાય છે. પણ જો આ ટેકનિક ભારતમાં આવશે તો લોકો બેધડક તપાસ કરાવશે અને કોરોના સંક્રમણનો સાચો આંકડો જાણવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત