દાલ બાટી સાથે ખવાતી બાટી ઘરે હજી પણ પરફેક્ટ નથી બનતી તો હવે આ રીતે બનાવજો.

બાટી

આ એક પ્રોપર રાજસ્થાની વાનગી છે આજે દરેક જગ્યાએ મળતી હોય છે. અમારા અમદાવાદમાં ગોપીની દાલ બાટી બહુ ફેમસ છે. પણ આ કપરા કોરોનાકાળમાં બહારનું કાંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી. મારા બાળકોને આમ પણ ઘરે બનાવેલ દાલ બાટી ખુબ પસંદ છે. તો આજે હું તમારા બધા માટે લાવી છું બહાર જેવી જ દાલ બાટી બનાવવાની સરળ રીત.

આમ તો બાટી શેકીને બનાવતા હોય છે પણ શેકીને બનાવવામાં આવતી બાટીને ખાવાના સમયે જયારે તોડીને ચોળવામાં આવે ત્યારે તેને તોડવામાં બહુ તકલીફ પડતી હોય છે એટલે મેં એક બીજો રસ્તો કાઢ્યો છે જે વિગતે સમજવા વાંચો અને શીખો આ સ્પેશિયલ રેસિપી.

પહેલા શીખીએ બાટી બનાવતા, બાટી બનાવવા માટેની સામગ્રી નીચે મુજબ છે.

4 વ્યક્તિઓ માટે

  • ઘઉંનો જાડો લોટ – 500 ગ્રામ (જીણો લોટ હોય તો પણ ચાલે એમાં થોડી સોજી ઉમેરી દેવી)
  • મીઠું – સ્વાદ મુજબ
  • અજમો – અડધી ચમચી
  • મોણ માટે અમે અહીંયા તેલ લીધું છે તમે ઈચ્છો તો ઘી, મલાઈ અથવા બટર પણ વાપરી શકો છો.

બાટી બનાવવાની સરળ રીત

1. એક પહોળા વાસણમાં ઘઉંનો જાડો લોટ, મીઠું, તેલ અને અજમો ઉમેરો.

2. અજમો ડાયરેક્ટ નથી ઉમેરવાનો અજમાને બંને હાથની વચ્ચે મસળીને ઉમેરવો

3. થોડું થોડું પાણી ઉમેરીને કડક બિસ્કિટ ભાખરી માટે બનાવીએ એવો કઠણ લોટ બાંધવો.

4. લોટ બાંધીને 10 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દેવો

5. હવે લોટને બરાબર મસળી લેવો અને તેમાંથી બાટી તૈયાર કરવી (અમે અહીંયા બાટીમાં નીચેની બાજુ ખાડો રાખીને બનાવી છે તમે ઈચ્છો તો આખી ગોળ પણ બનાવી શકો છો.)

6. હવે બધી બાટી બનીને તૈયાર છે.

7. હવે ઢોકળા બનાવવાના કૂકરમાં પાણી ભરીને ગરમ કરવા મૂકવું અને પછી તેમાં સાથે આવેલ જાળી વાળી થાળી પર બનાવેલ બાટી બરોબર ગોઠવી દેવી.

8. હવે ઢાંકણું બંધ કરીને 15 થી 20 મિનિટ સુધી બફાવા દેવી.

9. ત્યારબાદ ઢાંકણું ખોલીને બાટી ચઢી ગઈ છે કે નહિ એ ચેક કરવા એક સાફ ચપ્પુ તેમાં ખોસીને ચેક કરો.

10. હવવે બાટીને 10 મિનિટ ઠંડી થવા દેવી અને ત્યાં સુધી બાટી ટાળવા માટે તેલ ગરમ કરવા મૂકવું

11. ઠંડી થઇ ગયેલ બાટીને ગરમ થયેલ તેલમાં મુકો.

12. બંને બાજુથી બાટીને થોડી ગોલ્ડાન થાય ત્યાં સુધી તળવી, આમ કરવાથી તમારી બાટી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ રહેશે.

13. હવે બધી બાટી આવીરીતે તળી લેવી.

ચાલો બાટી તો તૈયાર થઇ ગઈ હવે બાટી સાથે ખવાતી દાલ બનાવતા શીખવા માટે અહીંયા ક્લિક કરો.

હવે તૈયાર થયેલ બાટીને તમારા મનપસંદ રીતે ભૂકો કરો. મને તો જીણો જીણો ભૂકો બહુ પસંદ છે એટલે હું એવી જ તોડું છું.

હવે તોડેલ બાટી પર લસણની ચટણી અને થોડું ઘી ઉમેરો અને ત્યારબાદ તેની પર ગરમાગરમ દાલ ઉમેરો અને હવે આનંદ માણો આ સ્વાદિષ્ટ વાનગીનો.

દાલ બાટી સાથે અડદનો શેકેલો પાપડ, ડુંગળી અને ગોળ ખાવાની ખુબ મજા આવતી હોય છે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.