ઓનલાઈન જ આવી જશે ડ્રાઈવિંગ લાયસન્સ, માત્ર કરવું પડશે આ કામ

રાજધાની દિલ્હીમાં લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. દિલ્હી વાહનવ્યવહાર વિભાગ લોકો માટે ફેસલેસ સેવાઓ પૂરી પાડી રહ્યું છે. આમાં, લોકો ઘરે બેસીને લર્નિંગ લાયસન્સ માટે અરજી કરી શકે છે.

image socure

દિલ્હી સરકારે ગયા મહિને જ ફેસલેસ ટ્રાન્સપોર્ટ સેવાને શરૂ કરી છે. જેમાં ઓનલાઇન લર્નિંગ લાયસન્સ ટેસ્ટ, વાહન નોંધણી, પરમિટ વગેરે સહિત 33 પરિવહન સેવાઓને ઓનલાઇન અને ફેસલેસ કરી દેવામાં આવી છે.

ઘરે બેસીને થઈ શકશે વિવિધ કામ

image source

1. પરિવહન વિભાગની ફેસલેસ સેવા હેઠળ, લોકો ઘરે બેઠા ઓનલાઇન લર્નિંગ લાયસન્સ ટેસ્ટ માટે અરજી કરી શકો છો. આ માટે તમારે RTO કચેરીએ જવાની જરુર નથી

2. કોઈપણ વ્યક્તિ જેની પાસે આધાર કાર્ડ છે તે આ સેવાઓનો લાભ લઈ શકે છે. તમે વન ટાઇમ પાસવર્ડ દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકે છે. આધાર ઓથેન્ટિકેશન દ્વારા ડોક્યુમેન્ટ્સ અને ઈ-સાઈન વેરીફાય થઈ શકશે અને AI આધારિત ફેસ રેકગ્નિશન ટેકનોલોજીના ફીચરના આધારે નાગરિકોને લર્નિંગ લાયસન્સ ઘરેથી એપ્લાય કરી શકાશે.

image source

3. જેમની પાસે આધાર કાર્ડ નથી તેઓ પણ ઓનલાઈન અરજી કરી શકે છે, પરંતુ તેમને ડોક્યુમેન્ટ્સ, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે

4. કોઈપણ જે ફેસલેસ સેવાઓ ઇચ્છે છે તે transport.delhi.gov.in પર જઈને અરજી કરી શકે છે અને જરૂરી દસ્તાવેજો વિશે માહિતી મેળવી શકે છે. આ માટેની ફી ઓનલાઈન પણ ભરી શકાય છે.

5. ઓનલાઈન ટેસ્ટ બાદ ઈ-લર્નિંગ લાયસન્સ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આપવામાં આવશે.

image soucre

6. સૌ પ્રથમ, જ્યારે કોઈ લર્નિંગ લાયસન્સ માટે અરજી કરે છે, ત્યારે તેની અરજી, દસ્તાવેજોનું વેરીફિકેશન કરવામાં આવે છે. મોટર લાઇસન્સિંગ ઓફિસર અથવા મોટર વ્હીકલ ઇન્સ્પેકટર દ્વારા તે જ ચકાસવામાં આવે છે અને મંજૂર કરવામાં આવે છે, ત્યારબાદ તેને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે.

7. સ્પીડ પોસ્ટ દ્વારા એપ્લિકેન્ટને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવામાં આવે છે

8. અરજદારને તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા લિંક પણ મોકલવામાં આવે છે, લાયસન્સ પણ તે લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાય છે.

9. દિલ્હી પરિવહન વિભાગે આ ફેસલેસ સેવાઓ કેવી રીતે મેળવી શકાય તે અંગે સંપૂર્ણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે.

image soucre

10. આ 33 સેવાઓમાંથી, માત્ર બે જ સેવાઓ એવી છે જેનો ઓનલાઇન અથવા ફેસલેસ ઉપયોગ કરી શકાતો નથી. ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે તમારે RTO પર જવું પડશે.

આ કેવી રીતે કામ કરે છે

  • પહેલા તમારે transport.delhi.gov.in પર જવું પડશે
  • DL/RC/પરમિટ સંબંધિત સેવાઓ પસંદ કરો અને એપ્લાય કરો
  • બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો
  • આધાર આધારિત વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરો
  • આધાર આધારિત ઇ-સાઇનની પ્રક્રિયા પૂર્ણ કરો
image soucre

આમ હવે વિવિધ ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે ધક્કા ખાવાના બદલે ઘરબેઠા જ એપ્લાય કરી શકાય છે. જેનાથી સમયની બચત થઈ શકે છે.