આ ઘરેલું ઉપાયો ગમે તેવી શરદી-ખાંસીમાંથી અપાવે છે રાહત, જાણો આ અસરકારક ઉપાયો, જે ચોમાસાની ઋતુમાં ખૂબ કામમાં આવશે

ચોમાસાની ઋતુમાં થતી શરદી અને ઉધરસ થવી એ સમાન્ય વાત છે. પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તે બીમારી નું કારણ બની શકે છે. તેથી આજે આપણે આ લેખમાં તેને દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાયો વિષે વાત કરીશું.

image source

આયુર્વેદના અનુસાર તમે ખાંસીથી પરેશાન છો તો પીપળીની ગાંઠ ને પીસી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરી લો. તેનું નિયમિત સેવન કરવાથી સૂકી ખાંસી ઠીક થાય છે, અને તમે રાહત અનુભવી શકો છો.

આદુ

આદુમાં રહેલું એન્ટીઈન્ફ્લામેટરી તત્વ કફ ને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે વીસ થી ચાલીસ ગ્રામ ફ્રેશ આદુ લઈને તેને બે કપ પાણીમાં ઉકાળો, પાણી અડધું રહે એટલે ગાળીને પીવો. તમે આમાં મધ અને લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આ જામેલાં કફને દૂર કરવામાં મદદ કરશે. અને શરદી અને ઉધરસમાં પણ ફાયદો થાય છે.

મધ નો કરો ઉપયોગ

image source

મધમાં ઔષધિય તત્વો ભરપૂર હોય છે. તેના એન્ટી ઓક્સીડન્ટ ગુણ ખાંસી ની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ગળામાં ખરાશ હોય તો તેને ખતમ કરવામાં પણ મદદ કરે છે. આ માટે હર્બલ ચા કે લીંબુ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર પીઓ, તેનાથી આરામ મળશે.

નીલગીરીનું તેલ લાભદાયી

આયુર્વેદ અનુસાર ખાંસીમાં નારિયેળ તેલમાં નીલગીરીનું તેલ મિક્સ કરીને છાતી ની માલિશ કરો. ગરમ પાણીમાં નીલગીરી ના તેલના ટીપાં મિક્સ કરો અને નાસ લો. તેનાથી છાતી હલકી થશે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે.

મીઠાનું પાણી પણ રહેશે લાભદાયી

image source

જો તમે સૂકી ખાંસીથી પરેશાન છો તો મીઠાના પાણીના કોગળા કરવાથી રાહત મળશે. સાથે ગળાને પણ આરામ મળશે. મીઠાના પાણીના કોગળા કરવાથી ફેફસામાં જમા થયેલો કફ પણ ઘટે છે. તમે હૂંફાળા પાણીમાં પા ભાગનું મીઠું મિક્સ કરો અને દિવસમાં શક્ય તેટલી વાર કોગળા કરો.

સ્ટીમ

અત્યારે કોરોના કાળમાં સ્ટીમ લેવું રામબાણ ઈલાજ છે. તેનાથી નાક, ગળાની નળીઓ સાફ થઈ જાય છે. કફનો ભરાવો દૂર થાય છે. તમે તેમાં નિલગિરીનું તેલ, લવિંગ, અજમો કે વિક્સ નાખીને પણ નાસ લઈ શકો છો. શરદી-ખાંસી ને દૂર કરવાનો આ બેસ્ટ ઈલાજ છે.

વિટામિન સી છે જરૂરી

image source

ફળો અને શાકભાજીઓમાં મળતું વિટામિન સી વાયરલ સામે લડવામાં મદદ કરે છે, અને ઈમ્યૂનિટી વધારે છે. જેથી તમારી ડાયટમાં ફળો અને શાકભાજી અવશ્ય સામેલ કરો. તેનાથી શરદી, ખાંસી, તાવ અને વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ મળશે.

હાઈડ્રેટેડ રહો

શરદી-ખાંસી થી લડવા માટે હાઈડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. તેના માટે પાણી, જ્યૂસ, સૂપ, મધ અને આદુ નવશેકા લીંબુ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે. આનાથી શરીર હાઈડ્રેટ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!