ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર થયું રિલીઝ, આલિયા ભટ્ટનો લુક છે એકદમ જોવા જેવો.

ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર થયું રિલીઝ, આલિયા ભટ્ટનો લુક છે એકદમ જોવા જેવો.

આખરે લાંબા સમયના ઇન્તજાર પછી સંજય લીલા ભણસાલીની મચ અવેટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટીઝરને સંજય લીલા ભણસાલીના જન્મ દિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને એમાં આલિયા ભટ્ટ એક અલગ જ અંદાજમાં દેખાઈ રહી છે આ ફિલ્મ કેટલી દમદાર હશે, એની ઝલક ટીઝરમાં જ બતાવી દેવામાં આવી છે.

image source

ફિલ્મનું ટીઝર શેર કરતાં આલિયા ભટ્ટે લખ્યું, “ગંગુબાઈ કાઠિયાવાડી ટીઝર. હેપી બર્થ ડે સર. તમને અને તમારા જન્મદિવસને ઉજવવા માટે મને આનાથી સારો કોઈ વિકલ્પ ના દેખાયો. મારા હૃદય અને આત્માના ટુકડાને તમારી સમક્ષ મૂકું છું. મળો ગંગુને!️” આલિયાના ટીઝર પર અનેક સેલેબ્સ કોમેન્ટ કરીને તેના અંદાજના વખાણ કરી રહ્યા છે.

image source

કહેવાય છે કે કમાઠીપુરામાં ક્યારેય અમાસની રાત નથી થતી કારણ કે ત્યાં ગંગુ રહે છે…”ટીઝરની શરૂઆતમાં આ ડાયલોગ સાંભળતા જ રૂંવાટા ઉભા થઇ જાય છે. આલિયા ભટ્ટે ગંગુબાઈ કાઠિયાવાડીના રોલ અને લુકમાં જીવ રેડી દીધો છે. એટલું જ નહીં એમના ડાયલોગ પણ કમાલના છે.

કોણ હતી ગંગુબાઈ કાઠિયાવાડી?

image source

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુંબઈની માફિયા કવીનના નામે જાણીતી બનેલી ગંગુબાઈ કાઠિયાવાડીનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ લેખક એસ હુસેન જેદીના પુસ્તક માફિયા કવિન્સ ઓફ મુંબઈના આધારે બનાવવામાં આવી છે. ગંગુબાઈ 60ના દાયકામાં ઓછી ઉંમરમાં વેશ્યાવૃત્તિ કર્યા પછી મુંબઈની એક પ્રતિભાશાળી સ્ત્રી બની ગઈ હતી. આ ફિલ્મ 30 જુલાઈ 2021ના રોજ રીલીઝ થવા જઈ રહી છે.

મુશ્કેલીઓથી ભરેલી હતી ગંગુબાઈની જિંદગી.

image source

માફિયા કવિન્સ ઓફ મુંબઈ અનુસાર ગંગુબાઈ કાઠિયાવાડીની અસલી નામ ગંગા હરજીવનદાસ હતું અને એ ગુજરાતના એક સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. એ અભિનેત્રી બનવા માંગતી હતી અને એ દરમિયાન એમને પોતાના પિતાના એકાઉન્ટન્ટ સાથે પ્રેમ થઈ ગયો અને એમને લગ્ન કરી લીધા. લગ્ન પછી એ મુંબઈ આવી ગયો અને અહીંયાંથી જ ગંગુબાઈના જીવનનો મુશ્કેલ સમય શરૂ થઈ ગયો. એમના પતિએ એમને 500 રૂપિયામાં કોઠા પર વેચી દીધા, જ્યાં મુંબઈના કુખ્યાત અપરાધિઓ તેમજ માફિયા સાથે એમની મુલાકાત થઈ, જે ત્યાં એમના ગ્રાહક બનીને આવતા હતા.

આ છે ફિલ્મની કાસ્ટ. – ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં આલિયા ભટ્ટ સિવાય વિજય રાજ, હુમા કુરેશી, શાંતનું મહેશ્વર અને સીમા પહવા પણ જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન અને ઇમરાન હાશ્મીનો કેમિયો રોલ પણ હશે.’


સંજય લીલા ભણસાલી અગાઉ પદ્માવત ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલ પર હતી. રણવીર સિંહ અને શાહિદ કપૂરે અલાઉદ્દીન ખિલજી અને રાવલ રતન સિંહની ભૂમિકા ભજવી હતી.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!