તૈયાર થઈ જાવ… આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે કોરોનાનું રસીકરણ, CM રૂપાણીએ કરી જાહેરાત

કરોડો દેશવાસીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા આખરે એ ઘડી આવી ગઈ છે અને એક ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે દેશભરમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. સરકારે શનિવારે આ અંગેની જાહેરાત કરી છે. કઈ રીતે કોને મળશે એના વિશે માહિતી આપવામાં આવી છે કે શરૂઆતમાં આ વેક્સિન હેલ્થવર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને આપવામાં આવશે, અંદાજે આ લોકોની સંખ્યા 3 કરોડ છે. ત્યારે આ જ ખુશીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો સૂર પુરાવ્યો છે અને ગુજરાતીઓ માટે મોટી જાહેરાત કરી છે

image source

વિગતે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આગામી 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોરોના સામેના જંગમાં રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાની જાણકારી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ અભિયાન દેશભરમાં 16 જાન્યુઆરીથી શરુ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની જાહેરાતને આવકારી છે અન વડાપ્રધાનશ્રીને અભિનંદન પણ પાઠવ્યા છે.

image source

પોતાની વાતમાં મુખ્યમંત્રીશ્રી એ કહ્યું છે કે ગુજરાતે આ રસીકરણ અભિયાનની શરુઆત માટેની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સાથે જ રૂપાણીએ કહ્યું કે રસીકરણ અભિયાનની શરુઆતમાં કોરોના વોરિયર્સ એવા તબીબો આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને અગ્રતા આપવામાં આવશે. હવે વિજય રૂપણીના આ ટ્વીટ પછી ગુજરાતીઓ પણ ઉત્સાહમાં છે.

ત્યારે તો દેશવ્યાપી રસીકરણ વિશે વાત કરીએ તો ૩ કરોડ લોકોને રસી આપ્યા બાદ બીજા ફેઝમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને ત્રીજા ફેઝમાં ગંભીર બીમારીઓથી ત્રસ્ત 50 વર્ષથી નાની વયના લોકોને આપવામાં આવશે. બીજા અને ત્રીજા ફેઝમાં લગભગ 27 કરોડ લોકોનું વેક્સિનેશન થશે. આ રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં ઈમર્જન્સી યુઝ માટે બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, જેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન સામેલ છે. જો કે આ બન્ને પાસે લોકોને પણ ખૂબ આશા હતી.

પ્રાપ્ય માહિતી અનુસાર જો વાત કરીએ તો રસીકરણની માહિતી આપતા પેહલા દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હાઈલેવલ મીટિંગ કરી હતી. તેમણે વેક્સિનેશન માટે રાજ્યોની તૈયારીઓની સમીક્ષા પણ કરી. બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને બીજા સિનિયર અધિકારીઓ પણ સામેલ થયા હતા.

image source

જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર દેશને અભિનંદન આપ્યું અને લખ્યું, “ભારત કોવિડ-19 સામેની લડાઈમાં 16 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધારવા જઈ રહ્યું છે. આ દિવસથી નેશનલ લેવલ પર વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ થશે. જેમાં આપણાં હોશિયાર ડોકટર્સ, હેલ્થ વર્કર્સ, સફાઈ કર્મચારીઓ સહિત તમામ ફ્રંટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારે હવે બસ ચારેકોર કોરોના વોરિયર્સ અને કોરોના વેક્સિનની જ ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત