ઘરમાં 24 વર્ષના પુત્રનું અવસાન, છતાં અમદાવાદના આ પાટીદાર પરિવારે ધૈર્યરાજને બચાવવા માટે કરી આટલી મોટી મદદ, જે જાણીને તમે પણ કરશો સલામ

મહારાષ્ટ્રની બાળકી બાદ ગુજરાતના 4 મહિનાના બાળકમાં સામે આવી SMA-1 બીમારી. પરિવારજનોએ મદદ માટે ગુહાર લગાવી. ગરીબ હોય કે અમીર કોઇપણ પરિવારમાં વ્હાલસોયાનું આગમન એક અનહદ ખુશીની અનુભૂતિ કરાવે છે. દીકરો હોય કે દીકરી પરિજનો તેના આગમનથી જ તેના ભવિષ્ય માટે સ્વપન જોઇ એક કાલ્પનિક પ્લાનિંગ કરી દેતા હોય છે. પરંતુ ક્યારેક કુદરતી ઉભા થતા સંજોગો સ્વજનો માટે મુશ્કેલી લઇને આવે છે. આવી જ સ્થિતિ મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના જીવમાં બન્યું છે.

image source

રાજદીપસિંહ રાઠોડના દીકરા ધૈર્યરાજસિંહ રાઠોડની ઉંમર માત્ર 3 માસની છે.

પ્રથમ દ્રષ્ટીએ જોતા તે એકદમ તંદુસ્ત જણાઇ આવે છે. પરંતુ જન્મના માત્ર દોઢ માસમાં જ શારીરિક પરિવર્તન જોવા મળતા ચિંતિત માતાપિતાએ તબીબને બતાવ્યું હતું. જેમાં ધૈર્ય રાજને SMA-1 નામની બિમારી હોવાનું સામે આવ્યું છે. જોકે આ બિમારીની સારવાર ભારતમાં શક્ય ન હોવાનું જાણી તેમના પર આભ તૂટી પડ્યું હતું.

image source

આ બાદ રાજદીપસિંહે એક એનજીઓનો સંપર્ક કરી ધૈર્યની સારવાર માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત કરી છે…જેમાં હાલ સારા પ્રમાણમાં ફંડ જમા થઇ રહ્યું છે…બીજી તરફ આ માસૂમને બચાવવા માટે હવે એક જ વર્ષનો સમયગાળો બચ્યો છે.

પંચમહાલના ધૈર્યરાજસિંહ માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો મદદ પહોંચાડી રહ્યા છે,

સુરતમાં કિન્નર સમાજ તો, રાજકોટમાં પણ એક વ્યક્તિએ સોનાની વીંટી આપી દીધી. એક તરફ ધૈર્યરાજનો પરિવાર 16 કરોડના ઇન્જેક્શન માટે મદદ માગી રહ્યો છે. આ અપીલથી પ્રેરાઇને થલતેજમાં વસતા પટેલ પરિવારે ધૈર્યરાજના જીવન માટે દાન કર્યુ છે. કેમ કે થલતેજમાં વસતા સુનિલ પટેલના 24 વર્ષના એકના એક પુત્ર નિશીતનું તાજેતરમાં અવસાન થયું છે. પટેલ પરિવારે પુત્રના બેસણામાં આવેલા નાણાં ધૈર્યરાજસિંહ માટે અર્પણ કર્યા.

ત્યારે પટેલ પરિવારને એક તરફ દુઃખદ અવસાનથી પરિવારજનોમાં આઘાત-શોક અને પીડા છવાઈ ગયું છે. ત્યારે આ પરિવાર ધૈર્યરાજને બચાવવા માટે અનોખી પહેલ કરી છે. જેમાં પુત્રના બેસણામાં અને પુત્રના અવસાન બાદ પરિવારજનો મદદમાં મળેલા નાણાંને અને અંગત મુડીનો ઉમેરો કરીને વધારે દાનની રકમ દાનનું કરવાનો નિર્ણય કર્યો છે. થલતેજમાં વસતા પટેલ પરિવારનો પુત્ર

અમદાવાદના હિમાલયા મોલ સામે દિવાળીની રાત્રે ઘરે પરત ફરતા  નિશીતના એક્ટીવાને કાર ચાલકે ટક્કર મારતા ઇજા પહોંચી હતી. તાજેતરમાં 11 માર્ચેના રોજ તેનું અવસાન થયું હતું.

image source

રાજકોટમાં ધૈર્યરાજસિંહ માટે એક વ્યક્તિએ વીંટી આપી દીધી

ધૈર્યરાજ માટે દાનની સરવાણી ફૂટી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા રસ્તા પર ઉતરી ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. આ સમયે એક વ્યક્તિએ દાનમાં પોતાની સોનાની વીંટી આપી પોતાની ઉદારતા દાખવી હતી. આ સાથે આ દાન ગુપ્ત રાખવા માટે પોતાનું નામ અને ગાડી નંબર પણ આપવાની મનાઇ કરી હતી. આ અંગે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી.

સુરતમાં કિન્નર સમાજે પણ ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું

image source

ધૈર્યરાજસિંહ એક ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. તેને મદદરૂપ થવા માટે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી  શરૂ કરી દીધી છે. આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.

ઈન્જેક્શનની કિંમત 22 કરોડ કેમ?

  •  ઝોલગેંજમા 2 વર્ષથી નીચેના બાળકને એક જ વાર આપવાનું ઈંજેક્શન છે.
  •  સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફી નામના રોગ માટે આ ઈન્જેક્શન આપવામાં આવે છે.

 તાજા જન્મેલા બાળકમાં પ્રોટીન બનતું બંધ થઈ જાય એવા રોગનું આ ઈન્જેક્શન છે.

  •  આ રોગ બાળકનો થોડા જ મહિનામાં ભોગ લઈ લે છે.
  •  ઝોલગેંજમા વિશ્વની પ્રખ્યાત નોર્વાટિસ ફાર્મા કંપની બનાવે છે અને તેની મોનોપોલી છે.
  •  નોર્વાટિસે આ ઈન્જેક્શન બનાવવાનો ફોર્મૂલા અમેરિકન કંપની એવેક્સિસ પાસેથી મોટી રકમમાં ખરીદ્યો છે.
image source
  •  ઈન્જેક્શન બનાવવા માટે કંપનીને બ્રિટન સરકાર અને સખાવતી સંસ્થાઓએ મદદ કરી હતી.
  •  ઈન્જેક્શન બનાવવા માટે આ રોગના દર્દીઓના સંબંધી-મિત્રોએ પણ મદદ કરી છે.
  •  આ ઈન્જેક્શનના એક જ ડોઝમાં શરીરના મૃત જિનેટીક્સને બદલીને નવા બનાવે છે.

 કંપનીના દાવા પ્રમાણે દર્દીનું જીવન કેટલું લંબાય છે એના આધારે ઈન્જેક્શનની કિંમત નક્કી કરી છે.

  •  કંપની દાવો કરી રહી છે કે આ ઈન્જેક્શનમાં કંપનીનો નફો નજીવો છે.
  •  નોર્વાટિસ આ ઈન્જેક્શનને 5 વર્ષના હપ્તામાં ખરીદવાની છૂટ બ્રિટનમાં આપે છે.
  •  જો ઈન્જેક્શન અસર ન કરે તો કેટલાક નાણાં કંપની દર્દીને પરત પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!