આમળા પાવડરમાં આ 1 વસ્તુને ખાસ રીતે કરો મિક્સ, સફેદ વાળથી મળશે ઝડપથી છૂટકારો

વાળનું સફેદ થવું એ સામાન્ય વાત બની છે. આધુનિક જીવનશૈલીના કારણે વાળ ઝડપથી સફેદ થાય છે. તેનું ખાસ કારણ છે વાળમાં મેલનિનનું પિગ્મેન્ટ. આ જ્યારે બનવાનું ઓછું થાય છે ત્યારે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. જો તમે આમળા સાથે નારિયેળ તેલ મિક્સ કરીને લગાવશો તો તમને ઝડપથી તમારા વાળમાં ફરક જોવા મળશે.

આ રીતે કરો આમળા અને નારિયેળ તેલનો ઉપયોગ

image source

સૌ પહેલાં આમળા પાવડર અને નારિયેળ તેલ મિક્સ કરો. તેને 15-20 મિનિટ માટે ઉકાળો. તેને ઠંડું થવા માટે રાખો અને 24 કલાક આમ જ રહેવા દો. અન્ય દિવસે તેને વાળના સ્કલ્પમાં લગાવો. આ મિશ્રણને સતત અઠવાડિયામાં 2 કે 3 વાર વાળમાં લગાવો. લગાવ્યા બાદ હળવા હાથે મસાજ કરો. તેનાથી તે વાળના મૂળમાં જશે અને તમને ફરક જોવા મળશે.

આ સિવાય તમે આ ઉપાયો પણ કરી શકો છો.

image source

સફેદ વાળ માટે તલનું તેલ પણ લાભદાયી રહે છે. તલના તેલની માલિશ કરવાથી અને ડાયટમાં પણ આ તેલ લેવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે.

image source

નેચરલ હેર ડાઈ જેમકે મહેંદી, ચાની ભૂકી, બીટનો રસ પણ વાળ માટે વિટામીન્સ પૂરા પાડે છે અને તેનો રંગ પણ કાયમ રહે છે. આ સિવાય નિયમિત હેર ડાઈ પણ વાળનું ખરવું ઘટાડે છે.

image source

નારિયેળ તેલની સાથે લીમડાના પાનને 10 મિનિટ ઉકાળી તેને ગાળી લો. તેને ઠંડું થવા દો. હવે સ્કલ્પમાં મસાજ કરો. એક-બે કલાક વાળમાં તેને રહેવા દો અને પછી શેમ્પૂ કરી લો. અઠવાડિયમાં 2-3 વાર આ પ્રક્રિયા કરવાથી વાળમાં નવી ચમક આવે છે અને વાળ કાળા થાય છે.