પ્રજાના કામ નિયત સમયે ના થાય તો સંબંધિત અધિકારીને ભરવો પડશે 5000નો દંડ, આ કલેક્ટર વિશે વાંચીને તમે પણ આપશો સો.સો.સલામ

સરકારી કાર્યાલયોમાં વિવિધ હોદ્દા પર બિરાજમાન અધિકારીઓના આળસપણાનો આમ તો આપણને બધાને અનુભવ થયો જ હોય છે. પરંતુ બધા અધિકારીઓ એકસરખા નથી હોતા. અમુક સરકારી અધિકારીઓ એવા પણ હોય છે કે જેઓ જે કામ અર્થે પગાર લે છે તે કામ કરવાને પ્રાથમિકતા આપે છે. આવા જ એક અધિકારી એટલે ચંદ્રશેખર.

fine demop pic
image source

પટનાના નવા કલેકટર ડો. ચંદ્રશેખરે પોતાનો હોદ્દો સાંભળતાની સાથે જ વહેણથી વિપરીત અને લોકસેવાની કામગીરી આરંભી દીધી છે. તેઓએ લોકોના કામમાં ઢીલ કરનારા નીચલા અધિકારીઓને નોટિસ આપતા જણાવ્યું છે કે અધિકારીની પહેલી જવાબદારી એ છે કે લોકોનું કામ નિયત સમયમાં પૂરું થાય, જે કોઈ અધિકારી લોકોની સમસ્યાનો તાત્કાલિક નિકાલ નથી લાવી શકતા તેવા અધિકારીએ પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

image source

આ સંબંધે જ ફરિયાદ મળતા જ જે તે અધિકારીના પગારમાંથી પાંચ હજાર રૂપિયાની રકમ કાપી લેવામાં આવશે. કલેકટર ચંદ્રશેખરે પ્રાંત અને અંચલ ઓફીસનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં તેઓને લોકો અધિકારીઓની કામ કરવાની આળસથી ત્રાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી જીલ્લા કલેકટર ચંદ્રશેખરે તુર્ત જ જિલ્લા લોકફરિયાદ અધિકારીને તંત્રના વિવિધ પદાધિકારીઓ સામેની ફરિયાદોનું લિસ્ટ આપવાનો આદેશ કર્યો હતો.

image source

કલેકટર ચંદ્રશેખરે જણાવ્યું હતું કે તેઓ આ સંબંધે સમીક્ષા બેઠક કરશે અને સાથે જ લોકોની સમસ્યાનું સમાધાન કરવા પ્રયાસ પણ કરશે. નિયત સમયમાં કામ પૂરું નહીં કરનારા અધિકારીઓને નિયત સમય બાદના સમયમાં રોજના 250 રૂપિયા લેખે અથવા પાંચ હજાર રૂપિયા દંડ ભરવો પડશે. કલેકટરે જણાવ્યું કે અમે સમીક્ષા દરમિયાન જોઈશું કે કેટલા અધિકારીઓએ લાંબા સમયથી પેન્ડિગ કેસોમાં પોતે કામગીરી કરી છે.

image source

જીલ્લા કલેકટર ચંદ્રશેખરે તાબાના નૌબતપુરા, મસોઢી ફુલવારી શરીફ, પાલીગંજ ફતુહા અને બખ્તિયાર પુર પ્રખંડ અને અંચલ કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી.

જેમાં તેઓને જાણવા મળ્યું કે સ્થાનિક લોકો પોતાના કામકાજ માટે પ્રખંડ અને અંચલ કાર્યાલયે આવે તો છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના લીધે તેઓને વિના કારણે મુશ્કેલી વેઠવી પડે છે.

image source

કલેકટર ચંદ્રશેખરે બધા અનુમંડલ પદાધિકારીઓ અને DCLR ને આદેશ કર્યો કે પ્રખંડ અને અંચલ કાર્યાલયમાં જે લોકકાર્યોને નિયત સમયમાં પુરા કરવામાં આવેલ નથી તેની નોંધ લેવાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત