જો તમે પણ તમારા આધાર કાર્ડનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ભૂલી ગયા છો તો જરા પણ ના કરો આ વાતની ચિંતા, બસ કરો આ નાનકડું કામ

આજના સમયમાં આધાર કાર્ડ તમામ કાર્યો માટે ખુબ જ આવશ્યક થઈ ગયું છે. તે પછી બેન્કની સાથે સંબંધિત કોઈ કાર્ય હોય કે પછી અન્ય કોઈ સરકારી કામ હોય તમામ જગ્યાઓ પર કાર્ય પુરા કરવા માટે આધાર કાર્ડની આવશ્યકતા હોય છે. આ સાથે જ આધાર કાર્ડની સાથે આપે લિંક કરાવેલ મોબાઈલ નંબર હોય છે. આજના સમયમાં એક વ્યક્તિની પાસે એક કરતા વધારે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે એટલા માટે કેટલીક વાર એવું થાય છે કે, વધારે નંબરનો ઉપયોગ કરવાના લીધે વ્યક્તિ ભૂલી જાય છે કે, તેમણે આધાર કાર્ડની સાથે કયો મોબાઈલ નંબર લિંક કરાવ્યો છે.

image source

જો આપ પણ આપના આધાર કાર્ડની સાથે લિંક કરાવેલ મોબાઈલ નંબર ભૂલી ગયા છો? તો આપને જણાવીએ કે, આધાર કાર્ડની સાથે લિંક કરાવેલ મોબાઈલ નંબર વિષે જાણવા માટે આપને વધારે કોઈ મુશ્કેલી આવશે નહી. આજે આ લેખમાં અમે આપને જણાવવા જી રહ્યા છીએ કે, આધાર કાર્ડની સાથે લિંક કરાવેલ નંબરને જાણવા માટે આપે શું કરવું જોઈએ. ચાલો જાણીએ.

આપને અપ્વવી જોઈએ આ પ્રક્રિયા.

image source

આપે પોતાના આધાર કાર્ડની સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર વિષે જાણવા ઈચ્છો છો તો આપે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવાનું રહેશે. ત્યાર બાદ આપને આ વેબસાઈટના ડેશબોર્ડ પર કેટલીક કેટેગરી પણ જોવા મળશે. જેમાં આપને My Aadhar કેટેગરી પર જવું ત્યાર બાદ આપને તેમાં Aadhar Serviceનો વિકલ્પ પણ જોવા મળી શકે છે. ત્યાર બાદ આપને ત્યાં Aadhar Serviceનો વિકલ્પ પણ જોવા મળશે. આ વિકલ્પ પર ક્લિક કરી લીધા બાદ Verify Email/ Mobile Number ની નવી વિન્ડો ખુલી જશે.

image source

આ વિન્ડોમાં આપને આપનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને ત્યાર બાદ તેની નીચે આવેલ બોક્સમાં આપે આપનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યાર પછી કેપ્ચા ભરી દીધા બાદ આપે OTP જનરેટ કરવાનો રહેશે. OTP જનરેટ થઈ જતા જ એક મેસેજ આવશે. જો આપનો મોબાઈલ નંબર અગાઉથી જ રજીસ્ટર્ડ હશે તો આપને વેબસાઈટ પર એવો મેસેજ જોવા મળશે કે, ‘The Mobile you have entered already verified with our records.’ આ મેસેજનો એવો અર્થ થાય છે કે, આપનો મોબાઈલ નંબર પહેલેથી જ આધાર કાર્ડની સાથે રજીસ્ટર્ડ કરી દેવામાં આવ્યો છે.

શું આપનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ નહી હોય તો?

image source

જો આપ આ ટ્રીક અપનાવીને મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે લિંક છે કે નહી તે ચેક કરી રહ્યા છો અને આપનો મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે રજીસ્ટર્ડ નથી તો આપને OTP એન્ટર કર્યા બાદ આવો મેસેજ જોવા મળશે, ‘The mobile number you entered does નોટ match with our records.’આવી રીતે આપને જાણકારી મળી જશે કે, આપે આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક કરાવ્યો છે તે નંબર અન્ય કોઈ મોબાઈલ નંબર છે. આવી જ રીતે આપ મોબાઈલ નંબરની જેમ જ ઈમેલ આઈડી પણ ચેક કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!