ઓનલાઇન શોપિગ કરતાં પહેલાં આ મહિલા 100 વખત વિચારશે, લાખોના આઈફોનના બદલે ઘરે આવી આ સસ્તી વસ્તુ

આઇફોને સૌને પોતાના દિવાના કરી લીધા છે, અત્યાર સુધીમાં આઇફોન પોતાનાં ઘણાં ફોન બજારમાં મૂકી ચુક્યું છે. અહીં પણ એઇફોનની ચાહક એક મહિલાએ કરેલ ઓનલાઇન શોપિંગની વાત કરવામાં આવી રહી છે. આઇફોન 12 પ્રો મેક્સની વાત કરવામાં આવી રહી છે, આ ફોન એ વર્ષ 2020નો સૌથી ધમાકેદાર સ્માર્ટફોન તરીકે સામે આવ્યો છે. તાજેતરમાં જ આ ફોન વિશ્વના તમામ એપલ ફોનના વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ ફોન સાબિત થયો છે. આ મુખ્ય એપલનાં ફોન વાપરનાર લોકો માટે એક એક લક્ઝરી પ્રોડક્ટ છે તેમ કહી શકાય. આવી સ્થિતિમાં, જો કોઈ વપરાશકર્તા આ ફોનને ઓનલાઇન લેવાનું વિચારે છે, તો તે પહેલાથી જ ઓનલાઇન માર્કેટિંગમાં થઈ રહેલી છેતરપિંડી વિશે જાણી લો, કારણ કે આ ફોનની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે.

image source

હાલમાં ફોનને ખરીદનાર એક મહિલાએ આ અંગે તેની સાથે ઓનલાઇન ઓર્ડર દરમિયાન થયેલ છેતરીંડીનો ખુલાસો કર્યો છે. આ ઘટના છે ચીનની. અહી એક મહિલાએ ફોનની ખરીદી ઓનલાઇન કરી હતી અને તે છેતરપિંડીનો શિકાર બની હતી. આ મહિલા દ્વારા મળતી માહિતી મુજબ આ ફોન ખરીદનાર મહિલાનું નામ લિયું છે. આઇફોન 12 પ્રો મેક્સ ખરીદવા માટે મહિલાએ જે રકમ ચૂકવી હતી તેના બદલામાં, તેને એક એક એપલ ફ્લેવર્સ વાળુ યોગર્ટ મળ્યું હતું. આ પાર્સલ બોક્સને ખોલતાં જ જેને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના ખરીદીમાં મળેલ આ સામાન જોઈને મહિલા ખુબ આશ્ચર્ય પામી. તે મહિલાએ પોતે કરેલ ઓનલાઇન શોપિંગ વિશે જણાવતાં કહ્યું હતું કે, તેણે આઈફોન 12 પ્રો મેક્સ ખરીદવા માટે 1500 ડોલરથી વધુ ખર્ચ કર્યા છે અને આ પ્રોડક્ટની સાચી વેબસાઇટ પરથી જ તેને આ પ્રોડક્ટની ખરીદી કરી છે.

image source

આવી સ્થિતિમાં મહિલાનું કહે છે કે, આ ખુબ નવાઈની વાત છે મને તો એ સમજાતું નથી કે, સત્તાવાર વેબસાઇટથી ખરીદી કરવા છતાં તેની સાથે આવું કેવી રીતે બની રહ્યું છે. મહિલાએ કહ્યું કે, જ્યારે તેણે હોમ ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હતો અને તે જ્યાં રહે છે તે જગ્યાના પાર્સલ લોકરમાં પહોંચાડવા કહ્યું હતું. ઓનલાઇન શોપિંગ દરમિયાન થયેલ મેસેજ વિશે તે કહે છે કે, એપલ અને એક્સપ્રેસ મેઇલ સર્વિસે કહ્યું કે, ફોન મહિલા દ્વારા અપાયેલા લોકેશન પર પહોંચાડવામાં આવી ચુક્યો છે. પરંતુ લિયુંએ હવે આ સમગ્ર ઘટનાથી ખુબ જ નારાજ છે તેણે કે, ડિલિવરી તેને ફોનને બદલે આવું પણ મળશે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તે એપલના ફોનને બદલે આવા એક પીણાંની ડિલિવરી થશે. હવે આ આખી ઘટના વિશે આ મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

image source

આ ઘટનાની ચર્ચા વધતા હવે એપલ પણ આ અંગે તપાસ કરવા જણાવ્યું છે. આ સિવાય હવે આ મામલે સ્થાનિક કુરિયર કંપની આ કેસની તપાસ કરી રહી છે. જો કે ઓનલાઇન શોપિંગ દરમિયાન થતી છેતરીંડીની ઘટના કઈ નવી નથી. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ક્યારેક ઓર્ડર કરેલ વસ્તુ અલગ ડિલિવર થાય છે તો ક્યારેક વસ્તુના રંગ, સાઇઝ કે ગુણવત્તામાં તફાવત જોવા મળે છે.

image source

જેવી વસ્તુ ઓનલાઇન બતાવવામાં આવે છે, તે ઓર્ડર કરતા ઘરે પોહચે ત્યારે બતાવેલ હોય તેવું જોવા મળતી નથી. અવારનવાર ઓનલાઇન શોપિંગ લઈને આવા કિસ્સાઓ વધતાં જાય છે જેથી સામાન્ય માણસ આવી રીતે ખરીદીથી દૂર રહેવા લાગે છે. ફોનની આવી ઘટના આ કોઈ પ્રથમ વખત બની નથી, આની પહેલાં પણ એપલના ડિવાઇસીસ ચોરાઈ ગયાં છે તેવા ઘણા કિસ્સા નોંધાયા છે. આવી સ્થિતિમાં હાલમાં એપલ અને સ્થાનિક કુરિયર કંપની આ મામલે તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!