જો તમને પણ આવું કંઇક થાય તો આ વાતને ના કરતા ઇગ્નોર, જાણો કોરોનાના આ નવા લક્ષણ વિશે

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે કોરોનાનું એક નવુ લક્ષણ ઉમેરાયુ છે જેનો સીધો સંબંધ તમારા દાંત સાથે છે. એક રિપોર્ટ અનુસાર કોરોનાના દર્દીઓમાં પેઢા નબળા થઇ જવા અને દાંત પડી જવાની સમસ્યા સામે આવી છે. આવી ઘટનાઓ બાદ વૈજ્ઞાનિકો એ જાણવામાં લાગ્યા છે કે શું ખરેખર કોરોના વાયરસ દાંતને નુકસાન પહોંચાડી શકે છે. કોરોના વાયરસની માનવીના દાંતો પર પણ ખરાબ અસર જોવા મળી રહી છે.

image source

ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, કોવિડ-19ની ઝપેટમાં આવેલા કેટલાંક લોકોમાં પેઢા નબળા પડવા અને દાંત પડી જવાની સમસ્યા જોવા મળી છે. આવી ઘટનાઓ બાદ વૈજ્ઞાનિકો તે જાણવામાં લાગી ગયા છે કે શું ખરેખર કોરોના વાયરસ દાંતોની સૉકેટને નબળુ પાડે છે.

image source

ન્યૂયોર્કમાં રહેતી 43 વર્ષીય ફરાહ ખેમિલીએ જણાવ્યું કે તેણે જેવી વિંટરગ્રીન બ્રેથ મિંટ પોતાના મોઢામાં દબાવી, તેણે દાંત નીચે વિચિત્ર ઝણઝણાટ અનુભવ્યો. તેણે સ્પર્શીને જોયુ તો તેને લાગ્યુ કે તેનો દાંત હલી રહ્યો હતો. શરૂઆતમાં ખેમિલીને લાગ્યું કે બ્રેથ મિંટના કારણે આવુ થઇ રહ્યું છે, પરંતુ કારણ કંઇક બીજુ જ હતું.બીજા દિવસે સવારે દાંત તૂટીને ખેમિલીના હાથમાં આવી ગયો. દાંત તૂટવા પર લોહી નીકળ્યુ નહી અને દુખાવો પણ ન થયો. જણાવી દઇએ કે તાજેતરમાં જ ખેમિલી કોવિડ-19ની ઝપેટમાં આવી હતી અને ત્યારથી જ તે એક એવા ઑનલાઇન ગ્રુપને ફૉલો કરવા લાગી, જ્યાં લોકોએ આ બીમારીના લક્ષણ અને અનુભવો શેર કર્યા છે.

image source

હજુ સુધી તેના કોઇ ચોક્કસ પુરાવા મળ્યા નથી કે સંક્રમણથી દાંત પડી જવા અથવા તૂટી જવાની સમસ્યા સર્જાઇ હોય. પરંતુ તે સપોર્ટ ગ્રુપ પર તેને એવા ઘણાં લોકો મળ્યાં જેમણે સંક્રમણ બાદ દાંત તૂટવા અને પેઢામાં સેંસિટિવિટીનો અનુભવ શેર કર્યો હતો. કેટલાંક ડેન્ટિસ્ટ પૂરતો ડેટા ન હોવા છતાં એવુ માને છે કે કોવિડ-19 દાંતને લગતા લક્ષણોનું કારણ બની શકે છે.

image source

યુનિવર્સિટી ઑફ ઉટાહના પીરિયડોન્ટિસ ડૉ. ડેવિડ ઓકાનો કહે છે, કોઇ વ્ય્કતિના દાંત અચાનક સોકેટમાંથી બહાર આવી જવા ખૂબ જ આશ્વર્યજનક છે. દાંતો સાથે સંબંધિત આ સમસ્યા વધુ ભયાનક બની શકે છે. આ બિમારીથી રિકવર થયા બાદ પણ લોકોમાં લાંબા સમય સુધી તેની અસર રહે છે.જો કે કેટલાંક ડેંટિસ્ટ અને એક્સપર્ટને લાગે છે કે આ વિષય પર રિસર્ચની જરૂર છે. સેંટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશનના વર્ષ 2012ના એક રિપોર્ટ અનુસાર, 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના 47 ટકા લોકોને પીરિયડોન્ટલ ડિસીઝ, પેઢામાં ઇન્ફેક્શન-ઇનફ્લેમેશન અને દાંતોની આસપાસ હાડકા નબળા થવાની સમસ્યા સર્જાઇ શકે છે.

image source

રિપોર્ટ અનુસાર, કોરોનાની ઝપેટમાં આવતા પહેલા પણ ખેમિલીના દાંતોમાં સમસ્યા સર્જાઇ હતી. દાંત તૂટી જવાના આગામી દિવસે જ્યારે તે ડેંટિસ્ટ પાસે ગઇ તો તેમણે જણાવ્યું કે તેના પેઢામાં કોઇ ઇન્ફેક્શન નથી થયું પરંતુ સ્મોકિંગના કારણે તેના દાંતોની આસપાસના હાડકા નબળા પડી ગયા છે. તે બાદ તેણે કોઇ મોટા સ્પેશિયાલિસ્ટને મળવાની સલાહ આપી.

image source

જો કે આ સમસ્યા અહીં સુધી સિમિત નથી. ખેમિલીના પાર્ટનરે સોશિયલ મીડિયા પર સર્વાઇવર કોર્પ નામના એક પેજનો ફોલો કર્યુ. અહીં તેમને જાણવા મળ્યું કે આ પેજની ફાઉન્ડર ડાયના બેરંટના 12 વર્ષના દિકરાને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. બાળકમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળી રહ્યાં હતા, જે બાદ તેનો એક દાંત તૂટી ગયો હતો. ઓર્થોડોન્ટિસ્ટનું કહેવુ છે કે બાળક એકદમ સ્વસ્થ હતો અને તેના દાંતમાં પહેલા આવી કોઇ સમસ્યા ન હતી.

ડૉક્ટર શું કહે છે

image source

એક યુનિવર્સિટીના ડૉક્ટરનું કહેવું છે કે કોઇ પણ વ્યક્તિના દાંતનું સોકેટ આમ અચાનક બહાર આવી જવું તે ખુબ જ આશ્ચર્યજનક કહી શકાય. દાંતો સાથે જોડાયેલી આ સમસ્યા વધુ ભયંકર હોઇ શકે છે અને આ બિમારીમાંથી લોકો લાંબા સમયે રિકવર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત