આ 2 લક્ષણો જણાય તો જરા પણ ન રહેતા ગફલતમાં નહીં તો કોરોના તમને ઝડપી લેશે

કોરોના વાયરસે છેલ્લા 2 વર્ષથી નાકમાં દમ કરી દીધો છે. કોરોના એવી મહામારી સાબિત થઈ છે જેણે લોકોના જીવનને ઊથલપાથલ કરી નાખ્યું છે. શરુઆતમાં પહેલી લહેર દરમિયાન કોરોનાને લઈને જેણે ગંભીરતા દાખવી નહીં તેમણે બીજી લહેરમાં આ મહામારીનું રૌદ્ર સ્વરૂપ જોઈ લીધું છે. તેવામાં હવે નિષ્ણાંતો ત્રીજી લહેરની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં તમને જણાવી દઈએ કે વધુ બે લક્ષણો વિશે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે.

image source

નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થાય છે, ત્યારે તે વ્યક્તિમાં ઘણા લક્ષણો જોવા મળે છે, જેને અવગણવા ક્યારેક જીવલેણ સાબિત શકે છે. કોરોના શરીરમાં કેટલાક ગંભીર સંકેતો આપે છે. આ સંકેતોને એ લોકો જે ઘરે કોરોનાની સારવાર લઈ રહ્યા છે તે લોકો દ્વારા ઓળખી લેવામાં આવે તો પછી જીવનું જોખમ ઊભું થતા બચાવી શકાય છે અથવા તો દર્દીની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવી સરળ બની શકે છે.

image source

અમેરિકામાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે કોરોના દર્દીઓમાં બે સંકેતો જોવા મળે છે જે વધુ ગંભીર હોઈ શકે છે. તેમાંથી પ્રથમ સંકેત એ છે કે જ્યારે તમને કોરોના દરમિયાન શ્વાસ લેવાની તકલીફ થવા લાગે, ત્યારબાદ સતત છાતીમાં દુખાવો થાય. આ બે સંકેતો એવા છે જે દર્શાવે છે કે કોરોના ગંભીર બની રહ્યો છે. જો આ બંને લક્ષણોની સમયસર કાળજી લેવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે

image source

ઈન્ફલ્યુએન્ઝા એન્ડ અધર રેસ્પિરેટરી વાયરસ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, જો કોરોના દર્દીઓમાં આ બે ચિહ્નો જોવા મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. પ્રથમ સંકેત શ્વાસ લેવાનો ક્રમ ઘટી જવો અને બીજું લોહીમાં ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જવું. આ બે લક્ષણો પર જો યોગ્ય સમયે ધ્યાન ન આપવામાં આવે તો આ બંને સંકેત ખતરનાક બની શકે છે.

image source

આ સિવાય જો તમે કોરોનાથી સંક્રમિત છો અને તમારી ઘરે સારવાર કરવામાં આવી રહી છે તો પછી છાતીમાં સતત દુખાવો થવો પણ સમસ્યા છે કારણ કે તે દર્શાવે છે કે વાયરસ ફેફસામાં પહોંચી ગયો છે.