જીએસટી રીટર્ન નથી ભર્યુ તો ભૂલી જાવ ઈ-વે બીલ, જાણો શું આવ્યા છે નિયમોમા બદલાવ…?

ગયા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) એ કોવિડ રોગચાળા દરમિયાન અનુપાલનમાં રાહત આપતા નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ જનરેશન પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.જીએસટી નેટવર્ક એ કહ્યું છે કે જે કરદાતાઓએ જૂન ૨૦૨૧ સુધી બે મહિના માટે જીએસટી રિટર્ન ફાઇલ નથી કર્યું તે પંદર ઓગસ્ટ થી ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં.

image source

નિષ્ણાતો કહે છે કે આ પગલું ઓગસ્ટમાં જીએસટી વધારવામાં મદદ કરશે. કારણ કે પેન્ડિંગ જીએસટી રિટર્ન ફાઈલ થવાની ધારણા છે. ગયા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) એ કોવિડ રોગચાળા દરમિયાન અનુપાલનમાં રાહત આપતા નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ જનરેશન પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.

image source

જીએસટીએન એ કરદાતાઓને જણાવ્યું હતું કે, “સરકારે હવે પંદર ઓગસ્ટ થી તમામ કરદાતાઓ માટે ઇ-વે બિલ જનરેટ કરવા પરના પ્રતિબંધને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.” આમ, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ પછી, સિસ્ટમ ફાઇલ કરેલા વળતર ની તપાસ કરશે અને જરૂર પડશે તો ઇ-વે બિલ ઉત્પન્ન કરતા અટકાવશે.

જીએસટી રિટર્ન ફાઇલ ન કરનારા લોકો પર દબાણ વધ્યું :

image source

એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે જીએસટીએન એ તેવા લોકો પર દબાણ વધાર્યું છે, જેઓ જીએસટી રિટર્ન ફાઈલ કરતા નથી અને ઈ-વે બિલ ના નિર્માણ પર સ્થગિતતા સાથે ઘણા વ્યવસાય ઠપ્પ થઇ જશે. મોહને કહ્યું કે આ ઓટોમેટિક શિક્ષાત્મક કાર્યવાહી ઓગસ્ટમાં ટેક્સમાં વધારો કરશે.

નેક્સડાઇમ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાકેત પટવારી એ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે ટેક્સ એડમિનિસ્ટ્રેશન વ્યવસાયો ને જીએસટી પાલન ને નિયમિત કરવા વિનંતી કરી રહ્યું છે તેમણે કહ્યું કે રિટર્ન ફાઈલ કર્યા પછી ઈ-વે બિલ જનરેશન ફરી શરૂ કરવું એક સરળ પ્રક્રિયા છે.

જીએસટી કલેક્શનમાં ૩૩ % નો ઉછાળો :

image source

જુલાઈ મહિનામાં એક લાખ સોળ હજાર ત્રણસો ત્રાણું કરોડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી સરકારી ખજાનામાં આવ્યા. જુલાઈ ૨૦૨૦ ની સરખામણીમાં તેમાં તેત્રીસ ટકા નો વધારો થયો છે. જુલાઈ ૨૦૨૦મા જીએસટી કલેક્શન સત્યાસી હજાર ચારસો બાવીસ કરોડ હતું. જેમાં સીજીએસટી સોળ હજાર એકસો સુડતાલીસ કરોડ, એસજીએસટી એકવીસ હજાર ચારસો અઢાર કરોડ અને આઈજીએસટી બેતાલીસ હજાર પાંચસો બાણું કરોડ હતું.

પાંચ કરોડથી વધુ જી.એસ.ટી. કરદાતાઓને રાહત :
હવે પાંચ કરોડ થી વધુ નું ટર્નઓવર ધરાવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કરદાતાઓ તેમના વાર્ષિક રિટર્નનું સ્વ-પ્રમાણિત કરી શકશે અને તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે થી ફરજિયાત ઓડિટ પ્રમાણપત્ર લેવાની જરૂર રહેશે નહીં.