અન્ડરવૉટર ફોટોગ્રાફર ઓફ ધ યરની 2021ની વિજેતા બની એક મહિલા, 56 વર્ષનો ઈતિહાસ પલટી નાંખ્યો, જુઓ તસવીરો

એક ફોટોગ્રાફર સારા ફોટો લેવા માટે શું શું ન કરે, આપણે બધાએ જોયું જ હશે કે ઉંધો-ચતો-ઉપર-નીચે થઈને પણ આખરે એને મજા આવે એવો ફોટોગ્રાફ લઈને જ એ જંપે. ત્યારે હાલમાં એક એવી સ્પર્ધા વિશે વાત કરવી છે કે જે દર વર્ષે યોજાય છે અને આ વખતે પણ યોજાઈ હતી. પરંતુ આ વખતે વિજેતાને લઈ ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ સ્પર્ધાનું નામ છે વિશ્વમાં પ્રખ્યાત એવી સ્પર્ધા UPY (અન્ડરવૉટર ફોટોગ્રાફર ઓફ ધ યર). હવે 2021ના વિજેતાની જાહેરાત થઈ ગઈ છે.

image source

મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો આ સ્પર્ધામાં કુલ 68 દેશોના ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. સ્પર્ધાનાં 56 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત UPYનો અવોર્ડ કોઈ મહિલાને નામે ગયો છે અને બધા જોતા રહી ગયા છે. અમેરિકાની રેની કેપઝોલા આ વખતે આ સ્પર્ધાની વિજેતા બની છે અને વાઈડ એંગલ કેટેગરીમાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

image source

આ ફોટોમાં સનસેટ સમયે પાણીમાં રહેલી શાર્ક અને આકાશમાં ઊડતા સિગલ્સને મહિલાએ ખતરનાક રીતે કેમેરામાં કેદ કર્યા હતા અને આ તસવીર રેનીએ ગત ઓગસ્ટ મહિનામાં ફ્રેન્ચ પોલિનેશિયાના મૂરિયા આઈલેન્ડ પર કેપ્ચર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 1965થી UPY અન્ડરવૉટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

image source

આ પહેલાંની વાત કરીએ તો તેમાં માત્ર બ્રિટિશ ફોટોગ્રાફર્સ જ ભાગ લેતા હતા, પરંતુ હવે આ સ્પર્ધામાં અનેક દેશોના ફોટોગ્રાફર્સ ભાગ લે છે. આ સ્પર્ધાનો હેતુ દરિયાની વાસ્તવિકતા અને તેની તળિયે રહેતા વિવિધ જીવોથી લોકોને અવગત કરાવાનો છે.

image source

સ્પર્ધામાં મેક્રો, વ્રેક્સ, બિહેવિયર, બ્લેક એન્ડ વ્હાઈટ અને કોમ્પેક્ટ એમ વિવિધ કેટેગરીમાં વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે અહીં તમે કેટલીક તસવીર પણ જોઈ શકો છો. ઉલ્લેખનીય છે કે જે ફોટોગ્રાફ્સને જોઈને આપણે આકષૉય જઈએ છીએ અને તેની દુનિયામાં ખોવાઈ જઈએ છીએ…કેવો અદ્ભૂત છે આ ખજાનો, કઈ રીતે ચાલી જાય છે આંગળીઓનો જાદુ.

image source

આ સિવાય વાત કરીએ તો એક ફોટોગ્રાફરે કહ્યું કે, ફોટોગ્રાફીમાં સૌથી મોટી વાત જે ઇગ્નોર થઇ રહી છે તે છે લાઇટ. જ્યારે આ આર્ટમાં આખો ખેલ લાઇટનો જ હોય છે. બીજી સૌથી મહત્વપૂર્ણ વાત છે કે લોકો પાસે આઇડિયાની કમી હોય છે. ફોટો એડિટર પોતાનું કામ ઇમાનદારીથી નથી કરી રહ્યાં.

image source

જેને જે મનમાં આવે છે તે ફોટો પાડી દે છે અને સસ્તી વાહવાહીના ચક્કરમાં લોકો કવોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે.

image source

ફોટોગ્રાફી ફિલ્ડમાં સફળતાનું એક જ ગોલ્ડન નિયમ છે પોતાનું કામ ઇમાનદારીથી કરો, હંમેશા નવું વિચારો, કોઇને ન અનુસરો. પ્રોપર ટ્રેનિંગ લઈને આ ફિલ્ડમાં કદમ રાખો સફળતા જરૂર મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!