નોકરી-ધંધાની ચિંતા વગર આ મા-દીકરીએ બુદ્ધિ વાપરીને મેળવી મબલખ આવક, વાંચો સકસેસ સ્ટોરી તમે પણ

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે લાખો લોકો બેરોજગાર બન્યા છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આપણા સાંભળવામાં અવારનવાર આવી રહ્યું છે કે લોકો પૈસા કમાવા માટે કોઈ પણ કામ કરી રહ્યા છે, ટેલવીઝનના કેટલાક અભિનેતાઓ પણ અભિનય છોડીને શાક વેચતા જોવા મળ્યા છે.

Image Source

પણ જો તમે ખેડૂત હોવ અને તમને પુષ્કળ પાક મેળવવાની યોગ્ય ટેક્નિક ખબર હોય તો તમારે દુઃખી થવાની કોઈ જ જરૂર નથી. તમારી જમીન જ તમને મબલખ રૂપિયા કમાવી આપશે અને આ કોઈ સાંત્વના નથી પણ હકીકતમાં બની ગયેલી ઘટનાને આધારે કેહવામાં આવેલી વાત છે.

Image Source

આજે અમે એક એવી માતા-પુત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ખેતીની નવી પદ્ધતિ અપનાવીને પુષ્કળ ફાલ મેળવ્યો છે અને તે દ્વારા તેઓ પુષ્કળ ધન કમાવી રહ્યા છે. આ વાત છે અનામિકા દેવીની જેણી ઝારખંડ રાજ્યમાં રહે છે. એક સમય એવો તેણીના જીવમાં આવ્યો હતો જ્યારે તેની જમીન પર કશું જ નહોતું ઉગતું. અને તે સમયે તેમણે પેટીયુ રળવા માટે બીજા કામ માટે વલખા મારવા પડતા હતા.

Image Source

અને તે સમયે તેમના માટે ખેતી કોઈ બરબાદીથી ઓછી નહોતી, પણ આ દરમિયાન અનામિકા દેવી એક ઝારખંડ રાજ્યમાં ચાલતા આજીવિકા મિશનમાં જોડાયા અને તેમણે પોતાની આખી ખેતી કરવાની રીત જબદલી નાખી. અને તેમનો આ સાહસમાં સાથ આપ્યો તેમની દીકરીએ. અને આજે આ માતા-પુત્રીની બેલડી આસપાસના સેંકડો લોકોને પ્રેરણા આપી રહી છે.

Image Source

માતા-પુત્રી ઉઠાવી રહી છે કેન્દ્રીય યોજનાનો લાભ

વાસ્તવમાં તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતીની શરૂઆત કરી છે. અને આ જ પદ્ધતિ દ્વારા તેઓ શાકભાજીનો બહોળો ફાલ મેળવી રહ્યા છે, અનામિકા દેવી એક સતત જાગૃત રહેતી મહિલા છે, અને તે સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ ખેડૂત કલ્યાણ યોજનાનો લાભ ઉઠાવતા સારી રીતે જાણે છે.માતા-પુત્રીની ખેડૂત જોડી રંગ જમાવી રહી છે.

આ બાબતે માતા-પુત્રી જણાવે છે કે તેમણે લોકડાઉન દરમિયાન કિસાન યોજના હેઠળ તેમના ખાતામાં રૂપિયા 2000ની રકમ મેળવી હતી, જેનો ઉપયોગ તેમણે ખેતીના કામમાં કર્યો. તેમની પુત્રી સુજિતા પણ તેમના આ કામમાં પૂર્ણ સાથ આપી રહી છે. બન્ને માતાપુત્રી ઘર તેમજ ખેતીને સારી રીતે સંભાળી રહ્યા છે.

Image Source

મબલખ નફો કમાવી રહ્યા છે

પુત્રી સુજીતા જણાવે છે કે નવી ટેક્નોલોજીના ઉપયોગથી તેમનું ખેતીનું કામ ખુબ જ સરળ બની ગયું છે કારણ કે આ પહેલા તેઓ જ્યારે ખેતી કરતા હતા ત્યારે કામના પ્રમાણમાં ખૂબ જ ઓછો પાક મળતો હતો પણ હવે ઓછા કામમાં તેમને વધારે પાક મળે છે અને નફો પણ ખૂબ મળી રહ્યો છે.

Image Source

ઘરના સભ્ય જ તેમનું શાક બજારમાં વેચે છે

સુજાતાના પતિ એટલે કે અનામિકા દેવીના જમાઈ તેમના શાકભાજી બજારમાં વેચવાનું કામ કરે છે. આમ કુટુંબમાં પુરુષ સભ્યો બજારના કામ સંભાળે છે જ્યારે સુજિતા અને તેના માતા ખેતીનું કામ કરે છે આમ તેમને વચેટિયાઓથી પણ છૂટકારો મળે છે અને સીધો જ નફો તેમના હાથમા આવે છે.