માત્ર 1,01,899 રૂપિયામાં ઘરે વસાવવી હોય મારુતિ વેગન આર કાર તો આ રહી ઓફર

દેશ માં સસ્તી અને વધુ માઈલેજ આપતી કારોની એક લાંબી રેંજ ઉપલબ્ધ છે. જેમાં maruti alto, ડેટસન રેડી ગો, hyundai santro, અને મારુતિ વેગન આર જેવી કારોને બહુ પસંદ કરવામાં આવે છે.

image soucre

જે પૈકી મારુતિ વેગન આર કાર વિશે અમે આપને આજના આર્ટિકલમાં વાત કરીશું. આ કારની શરૂઆતી કિંમત 4.95 લાખ રૂપિયા છે. જો તમે આ કાર ખરીદવા ઈચ્છતા હોય અને તમારી પાસે આટલું બજેટ ના હોય તો અહીં બતાવવામાં આવેલા એક ઓફર દ્વારા તમે આ કારને માત્ર 1,01,899 લાખ રૂપિયામાં ઘરે લઈ જઈ શકશો. આ કારની આટલી ઓછી કિંમત કેમ છે તે બાબતે જાણ્યા પહેલા અમે આપને આ કાર ના ફીચર્સ, માઇલેજ, સ્પેસિફિકેશન અને અન્ય નાની મોટી ડીટેલ વિશે જણાવીશું. જેથી તમારે કાર ની માહિતી વિશે વધુ કંઈ તપાસ કરવાની જરૂર ન પડે.

image soucre

મારુતિ વેગન આર પોતાની કંપનીની હેચબેક કારો ના સેગમેન્ટમાં એક બેસ્ટ સેલિંગ કાર છે. જેને કંપનીએ ત્રણ વેરીએન્ટમાં લોન્ચ કરી છે. આ કારમાં કંપનીએ બે એન્જીન વિકલ્પ આપ્યા છે જેમાં એક એન્જીન 998 cc નું છે જ્યારે બીજું એન્જીન 1197 cc નું છે.

આ કાર 68 ps નો પાવર અને 90 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે કંપની 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ આપ્યું છે.

image soucre

આ કારની માઈલેજ બાબતે કંપનીનો એવો દાવો છે કે તેની આ કાર પેટ્રોલ પર 21.79 પ્રતિ કિલોમીટરની એવરેજ આપે છે. અને સીએનજી પર 32.52 કિલો મિટર પ્રતિ કિલો ની માઇલેજ આપે છે. આ કાર ની ડિટેલ જાણ્યા બાદ હવે તમે એ પણ જાણી લો કે આ કારને 1,01,899 રૂપિયામાં ઘરે લઈ જવા માટેની ઓફર શું છે. અસલમાં આ ઓફર સેકન્ડ હેન્ડ કાર વેચનાર ઓનલાઈન વેબસાઈટ cars24 દ્વારા પોતાની વેબસાઈટ પર આ કારને લિસ્ટ કરવામાં છે. અને મારુતિ વેગન આર કારની કિંમત માત્ર 1,01,899 રૂપિયા રાખવામાં આવી છે.

image soucre

વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ મારુતિ વેગન આર કારનું મોડલ 2008 નું છે. અને તેની ઓનરશીપ પ્રથમ છે. આ કાર નોન એક્સિડેન્ટલ છે અને અત્યાર સુધીમાં 38,054 કિલોમીટર સુધી ચાલી ચૂકી છે. આ કારનું રજિસ્ટ્રેશન દિલ્હીની DL 2C આરટીઓ ઓફિસ માં થયેલું છે. કંપની આ કાર ખરીદનાર ગ્રાહક ને છ મહિના ની વોરંટી સાથે ફ્રી આરસી ટ્રાન્સફર, ફ્રી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને સાત દિવસની મની બેક ગેરંટી આપી રહી છે.