કોરોનાના નિયમોના લીરેલીરા ઉડાડીને જનાજામાં પહોચ્યા મોટી સંખ્યામાં લોકો, વીડિયો વાયરલ થતાં હાહાકાર

કોરોનાની બીજી લહેર ખુબ વધારે ઘાતક સાબિત થઈ છે. એક તરફ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે અને બીજી કાયમ કોરોના સંક્રમિત દર્દીઓનો નવો આંકડો સામે આવી રહ્યો છે. આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દેશમાં અનેક રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. કોરોનાની ચેઈનને તોડવા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ છતાં કેટલાક લોકો કોરોના નિયમો તોડી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે અમુક લોકોની આશ્ચર્યજનક તસવીરો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ ગુજરાતના કચ્છમાંથી ખુલ્લે આમ ધજિય ઉડતી હોય તેવું જોવા મળ્યું હતું.

આ ઘટનાં કચ્છનાં માંડવી પંથકમાંથી સામે આવી છે. અહી એક મુસ્લિમ ધાર્મિક ગુરૂનાં અવસાન પછી લોકો નિયમો ભૂલી ગયાં હોય તેમ ઉમટી પડ્યા હતાં. આ ધર્મ ગુરૂનાં જનાજામાં સેંકડો લોકો ઉમટ્યા હતા અને તેમને જોવા માટે પણ ભારે ભીડ જોવા મળી હતી જેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સામે આવતાં આ અંગે પોલીસે આ વીડિયોની હકીકત વિશે તપાસ કરી હતી. પોલીસ સાથે થયેલી વાતચીતમાં તેમનું કહેવું છે કે અહી મુસ્લિમ ધર્મગુરુનું મોડી રાત્રે અવસાન થયું હતું અને આ વાતની જાણ તેના ભક્તોને થતા બધા તેમને છેલ્લી વખત જોવા આવ્યા હતા. આ આગાઉ પણ અનેક જગ્યાથી આવી તસવીરો સામે આવી છે.

આ મુસ્લિમ ધર્મગુરુના જનાજામાં લોકોનું એક મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વાયરલ વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો કોરોનાને લઈને જરા પણ સાવચેતી રાખી રહ્યા નથી. વીડિયોમા દેખાઇ રહેલા લોકો સામાજિક અંતર રાખી રહ્યાં નથી અને માસ્ક પણ કોઈએ પહેર્યું ન હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડીયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જો કે આ કોરોના મહામારી વચ્ચે થોડાક રાહતના સમાચાર હવે આવી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ ગુજરાતમાં સતત ચોથા દિવસે નોંધાયેલા પોઝિટિવ કેસમાંથી સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે છે. આ સાથે વાત કરવામાં આવે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસ વિશે તો આંકડો 11892 સામે આવ્યો છે જેમાંથી કુલ 119 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ આંકડા માથું કુલ 14737 લોકો સારવાર દ્વારા સાજા પણ થયાં છે જે રાહતનાં સમચાર છે. અમદાવાદમાં 3442, સુરતમાં 1163, વડોદરામાં 1139 અને રાજકોટમાં 686 કેસ નોંધાયા છે. રાજયમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!