આ અભિનેત્રીએ પહેર્યુ પોતાના પતિનું કંઇક એવું કે…સોશિયલ મિડિયામાં ધડાધડ વાયરલ થઇ ગઇ તસવીરો

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી અને બિગ બૉસ 12ની વિનર દીપિકા કક્ડ અને તેના પતિ શોએબ ઇબ્રાહિમ નાના પરદાની દુનિયાના ફેવરીટ કપલ છે. સોશયિલ મિડિયા પર આ બન્ને સિતારાને લોકો ખૂબ પસંદ કરે છે. ફેન્સ તેમની સાથે જોડાયેલી દરેક વાત જાણવા માગે છે અને તેમને એક સાથે જોવાનું પણ ખૂબ પસંદ કરે છે.

image source

બન્ને સ્ટાર્સ પણ પોતાના રોજના જીવન વિષે ફેન્સને જણાવતા રહે છે. તાજેતરમાં દીપિકાએ પોતાની એક તસ્વીર શોશિયલ મડિયા પર શેર કરી છે. જેમાં તેણી પોતાના પતિના સ્વેટરમાં જોવા મળી રહી છે. તેણીની આ તસ્વીરો હવે સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ સ્વેટરને શોએબે લખનૌમાં પહેર્યું હતું.

image source

શોએબ ઇબ્રાહિમ પોતાની પત્ની દીપિકા કક્કડ અને પોતાની બહેન સાથે ફરવા ગયા હતા. શોએબ ઇબ્રાહિમે સોશિયલ મિડિયા પર આ તસ્વીરને શેર કરીને જણાવ્યુ હતું કે તેમનો જીવ પોતાની બહેન અને પત્નીમાં વસે છે. સાથે સાથે દીપિકા શોએબ લખનૌમાં રોમેંટિક અંદાજમાં ફોટો ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે દીપિકા કક્કડ હાલ તો કોઈ જ શોમાં જોવા નથી મળી રહી પણ થોડા સમય પહેલા તેણી ટેલિવિઝન શો કહાં હમ કહાં તુમમાં સોનાક્ષીનું પાત્ર નિભાવી રહી હતી અને લોકોને તેની આ સિરિયલ તેમજ તેણીનુ પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું. પણ દીપિકાના પતિની વાત કરીએ તો તે ઘણા લાંબા સમયથી કોઈ જ શોમાં જોવા નથી મળ્યા.

થોડા સમય પહેલા પતિ સાથે સ્કૂટીની સવારી કરતા જોવા મળી હતી

image source

દીપિકા કક્કડ એક સફળ ટેલિવિઝન એક્ટ્રેસની સાથે સાથે એક યૂટ્યૂબર પણ છે અને પોતાની ફેમીલી સાથેનો ટ્રાવેલિંગ બ્લોગ કે પછી પોતાની લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી તસ્વીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

થોડા દિવસો પહેલાં દીપિકા કક્કડ પોતાના પતિ શોએબની સાથે ગોવામાં રજા માણી રહી હતી અને ત્યાંથી બ્લોગ અને તસ્વીરો પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. તસ્વીરોમાં દીપિકા અને શોએબ ક્યારેક સ્કૂટી રાઇડ તો ક્યારેક ગોવામાં સ્થિતિ સુંદર ફોર્ટમાં ફરતા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

જેમાં તે બન્ને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. શોએબે તસ્વીર શેર કરતાં એક સુંદર કેપ્શન લખ્યું હતું, ‘એ યાર સુન યારી તેરી મુઝે જિંદગી સેભી પ્યારી હૈ.’

image source

સામાન્ય રીતે દીપિકા કક્કડ અને શોએબ પોતાના આખા કુટુંબ સાથે હંમેશા રજાઓ માણતા હોય છે પણ આ વખતે દીપિકા અને શોએબ જ ગોવા ફરવા ગયા હતા અને બન્નેને સાથે જોઈ તેમના ફેન્સ ખૂબ ખુશ થયા હતા.

તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ સસુરાલ સિમર કામાં દીપિકાએ સિમર અને શોએબને તેના ઓનસ્ક્રીન પતિ પ્રેમનું પાત્ર ભજવ્યુ હતું. સેન્ટ પર તેમનો પ્રેમ વધ્યો અને બે વર્ષના ડેટિંગ બાદ બન્નેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. દીપિકા કક્કડ વર્ષ 2015માં ફિટ મહિલા અભિનેત્રી માટે ગોલ્ડ પુરસ્કાર પણ જીતી ચુકી છે.

image source

તો વળી વર્ષ 2016માં મુખ્ય ભૂમિકા માટે તેણીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પણ ગોલ્ડ પુરસ્કાર મળ્યો હતો. દીપિકા કક્કડે શોએબ ઇબ્રાહિમ સાથે નચ બલિયે સીઝન 8માં ભાગ લીધો હતો. દીપિકા કક્કડ ફિલ્મ પલટનમાં જેપી દત્તા સાથે કામ કરી ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત