ટેક્સી સર્વિસ આપતી Uber સાથે છે રાજીવ અગ્રવાલનું ખાસ કનેક્શન, જાણો ફેસબુકમાં શું સંભાળશે જવાબદારી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ facebook તેના નવા પબ્લીક પોલીસીના ચીફ નિયુક્તિ કરી દીધી છે. કંપનીએ પૂર્વ IAS અધિકારી રાજીવ અગ્રવાલને ભારતમાં પબ્લીક પોલીસીના ડિરેક્ટર બનાવ્યા છે. Facebook ઇન્ડિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આ પહેલા આ મહત્વના પદ પર અગ્રવાલ આંખી દાસ જવાબદારી સંભાળતા હતા. તેમણે ગત વર્ષે વિવાદમાં ઘેરાયા પછી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

કોણ છે રાજીવ અગ્રવાલ ?

image source

રાજીવ અગ્રવાલ IASની 1993ની બેચના યુપી કેડરના અધિકારી છે. તેઓ હવે ભારતમાં નવી પબ્લીક પોલીસીના ચીફ હશે. Facebook માટે તેઓ મહત્વપૂર્ણ પોલીસી ડેવલપમેન્ટને પારિભાષિત કરશે અને તેને લીડ પણ કરશે. જેમાં યુઝર્સની સેફટી, સુરક્ષા, ડેટા પ્રોટેકશન અને પ્રાઇવસી નો સમાવેશ થાય છે.

રાજીવ અગ્રવાલ Facebook પહેલા ઓનલાઇન ટેક્સી સર્વિસ પ્રોવાઇડર Uberમાં ભારત અને સાઉથ એશિયા માટે પબ્લીક પોલીસીના ચીફ તરીકે કામ કરી ચૂક્યા છે.

26 વર્ષ સુધી સરકારને આપી સેવા

image soucre

IAS અધિકારી તરીકે રાજીવ અગ્રવાલે 26 વર્ષ સુધી સરકારમાં પોતાની સેવા આપી છે. તેઓ યુપીના 9 જિલ્લામાં જિલ્લા અધિકારી તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે તેમના કાર્યકાળમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. તેમણે તેમના કાર્યકાળમાં ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ માં સંયુક્ત સચિવ તરીકે IPR પર ભારતની પહેલી નેશનલ પોલિસી નું સંચાલન કર્યું હતું. આ સિવાય ભારતની ઇન્ટેલએકચુઅલ પ્રોપર્ટી ઓફિસમાં ડિજિટલ ચેન્જ માં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.