14 જુલાઈથી એર ઈન્ડિયાની રાજકોટ દિલ્હી વાયા સુરત ફ્લાઈટ થશે શરુ, જાણો કેટલું છે ભાડુ અને શું છે સમય

લોકડાઉન થયું ત્યારથી રાજકોટથી ફ્લાઈટનું આવાગમન બંધ છે ત્યારે હવે સૌરાષ્ટ્રવાસીઓ માટે સુખદ સમાચાર મળી રહ્યા છે.

આગામી 14 જુલાઈથી એર ઈન્ડિયા રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ શરુ કરવા જઈ રહ્યું છે. આ ફ્લાઈટ વાયા સુરત થઈ અને દિલ્હી જશે તેમજ સુરત થઈને જ પરત ફરશે.

image source

આ નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત ત્યારે થઈ રહી છે જ્યારે રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ ત્રણ મહિનાથી બંધ છે. તેવામાં હવે એર ઈન્ડિયાએ નવા શિડ્યુલ સાથે ફ્લાઈટની જાહેરાત કરી દીધી છે. રાજકોટથી દિલ્હી સુધીની આ ફ્લાઈટ વાયા સુરત જશે અને આવશે.

ફ્લાઈટના ટાઈમિંગ અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. AI-403 દિલ્હીથી બપોરે 2.10 કલાકે ટેકઓફ થશે અને રાજકોટ એરપોર્ટ પર 3.50 કલાકે લેન્ડ થશે. જ્યારે રાજકોટથી આ ફ્લાઈટ સાંજે 5.00 કલાકે ટેકઓફ થશે અને સુરત એરપોર્ટ પર 5.45 કલાકે ઉતરશે. સુરતથી સાંજે 7.00 કલાકે આ ફ્લાઈટ દિલ્હી જવા ઉડાન ભરશે અને રાત્રે 9.00 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટ શિડ્યૂલ 14 જુલાઈથી 20 ઓગસ્ટ સુધીનું છે.

image source

રાજકોટથી દિલ્હી વાયા સુરતની ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ મંગળવાર અને ગુરુવારે મળશે. આ ફ્લાઈટનું રાજકોટથી સુરતનું ભાડું 1705 રૂપિયા છે અને રાજકોટથી દિલ્હીનું ભાડું 6432 નક્કી કરાયું છે. એર ઈન્ડિયાએ રાજકોટથી દિલ્હી ઉપરાંત જામનગરથી મુંબઈ પણ નવી ફ્લાઈટ ઉડાવવા આયોજન કર્યું છે.

રાજકોટથી સુરતની ફ્લાઈટની વાત કરીએ તો રાજકોટથી સુરત એસ.ટી. બસની સીટિંગની ટિકિટ અંદાજે 248 રૂપિયા હોય છે જ્યારે સ્લિપિંગ કોચનું ભાડું 324 છે. રાજકોટથી સુરત ટ્રાવેલ્સમાં અંદાજિત ભાડુ 800 જેટલું હોય છે. બસમાં સુરત સુધીની મુસાફરીનો સમય 10 કલાક જેટલો થઈ જાય છે જ્યારે ફ્લાઈટમાં 1705માં માત્ર અડધા કલાકમાં સુરત પહોંચી શકાશે. જો કે આ સુવિધા લોકોને સપ્તાહમાં બે જ દિવસ મળશે.

image source

જો કે એર ઈન્ડિયા પહેલા સ્પાઈસ જેટ દ્વારા પણ 1 જુલાઈથી રાજકોટથી મુંબઈ રોજ બે ફ્લાઈટ ઓપરેટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતનો મોટો ફિયાસ્કો થયો છે. કારણ કે 1 જુલાઈથી એક પણ ફ્લાઈટ રાજકોટથી મુંબઈ માટે ઓપરેટ થઈ નથી. જાણવા એમ પણ મળે છે કે આગામી 1 માસ સુધી રાજકોટથી મુંબઈની ફ્લાઈટ શરુ પણ થશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત