મહામારીમાં પપ્પાની નોકરી ગઈ, ભણવા માટે રસ્તા પર વેચી કેરી, નસીબની બાજી પલટી અને 1.20 લાખમાં વેચાઈ 12 કેરી

દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે.. આ કહેવત ઘણા કિસ્સા સાચી પડી છે. હાલમાં એક નાની બાળકીનો કિસ્સો વાયરલ થઈ રહ્યો છે જેમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ત્યારે આવો જાણીએ કે આ કેસ શું છે અને કઈ રીતે દીકરીનું નસીબ પલટ્યું છે. આ વાત છે ઝારખંડના જમશેદપુરની કે જ્યાં એક 11 વર્ષની બાળકીનું નસીબ કેરીએ બદલી નાખ્યું છે.

હકીકત એવી છે કે રસ્તા પર કેરી વેચતી તુલસીને ભણવું છે. મહામારીમાં ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યા છે, એટલે તેને પણ સ્માર્ટફોનની જરૂર પડી હતી.. પરંતુ બન્યું એવું કે કોરોનાને કારણે પિતાની નોકરી જતી રહી હતી, જેનાથી ચિંતામાં વધારો થયો હતો.

image source

પણ કહેવાય છે કે ભગવાન બધાનો છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિએ પણ બાળકીનો જુસ્સો અકબંધ રાખ્યો હતો. સ્ટ્રેટ માઈલ્સ રોડ પર રહેતી તુલસીએ પૈસા કમાવાનો એક રસ્તો શોધ્યો. તુલસી રોજ પોતાના બગીચામાંથી કેરી પસંદ કરતી અને તેને રસ્તા પર બેસીને વેચતી. જે પૈસા મળતા તેને તે ભેગા કરતી અને આ રીતે એણે વિચાર્યું કે સ્માર્ટફોન ખરીદી લઈશ અને જેથી મારો અભ્યાસ બગડે નહીં. આ વચ્ચે બાળકીની કેરી વેચતી તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ અને નસીબ ચમકી ગયું.

image source

બન્યું એવું કે તસવીર જોઈને મુંબઈના એક બિઝનેસમેને તેની મદદ કરવાનું વિચાર્યું. બાળકી દ્વારા વેચવામાં આવતી કેરીમાંથી તેને 12 કેરી ખરીદી અને તે પણ 1 લાખ 20 હજાર રૂપિયા આપીનેવ ખરીદી એટલે કેસ વધારે ચર્ચામાં આવ્યો છે. તુલસી આજે આ ફોનમાંથી સ્માર્ટફોન ખરીદી ચૂકી છે અને હવે તેને ઓનલાઈન અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. લોકો પણ આ વાતને લઈ ખુશ છે અને બિઝનેસમેનના વખાણ કરી રહ્યા છે. બાગુન્હાતુ સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતી તુલસી પૈસાની અછતને કારણે ભણવાનું છોડવાની અણીએ પહોંચી ગઈ હતી એવી પણ વાત મળી રહી છે.

જો તુલસી વિશે વાત કરીએ તો એના ઘરની આર્થિક હાલત સારી નથી, તો બીજી તરફ તુલસીને ભણવાનું જુનૂન પણ છે. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલની તાતી જરૂર હતી. તેથી તુલસી દરરોજ બગીચામાંથી કેરી તોડીને રસ્તા પર બેસીને વેચતી હતી. પરંતુ એવામાં નસીબ ચમકી ગયું અને મુંબઈના બિઝનેસમેન અમેયા હેતે પાસેથી મળેલા 1 લાખ 20 હજાર રૂપિયામાંથી બાળકીએ 13 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ખરીદ્યો છે. પરિવારે બાળકીના નામે 80 હજાર રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ પણ કરી દીધા હોવાનું સામે આવ્યું છે કે જેના લીધે તેને આગળ ભણવામાં કોઈ મુશ્કેલી ન પડે.

image source

તુલસીએ પણ વાત કરી હતી કે હવે તે જાતે જ ભણશે અને સાથે બે બહેન રોશની તથા દીપિકાને પણ ભણાવશે. તેનું સપનું છે કે ત્રણેય બહેન ટીચર બનીને ગરીબ બાળકોને શિક્ષણ આપે, જેનાથી કોઈપણ ગરીબ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય.આ સેવા કરનાર બિઝનેસમેન અમેયા હેતેએ જણાવ્યું હતું કે તુલસીના પિતા શ્રીમન કુમારની કોરોનામાં નોકરી છૂટી ગઈ.

એવામાં બાળકીના ભવિષ્યને લઈને તેઓ ઘણા જ ચિતિંત હતા. હવે તુલસીના અભ્યાસનો ખર્ચ તેઓ સમયાંતર ઉઠાવતા રહેશે. તુલસીને બુક ખરીદીને આપી દેવાઈ છે. મોબાઈલ પણ એક વર્ષ માટે રિચાર્જ કરાવી દીધો છે. ત્યાકે હવે લોકો તુલસીના સારા ભવિષ્યની કામના કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!