શું તમને વારંવાર ચહેરો ધોવાની આદત છે? તો આ માહિતી તમારે વાંચવી જ જોઈએ…

દિવસમાં કેટલી વાર ચહેરો ધોવો જોઈએ ? એક્સપર્ટસનું માનવું છે કે, જો આપ નિયમોનું પાલન કરો છો તો આપ પોતાના ચહેરાને ચમકદાર અને હેલ્ધી બનાવી શકો છે. જો આપ પણ પોતાના ચહેરાને વારંવાર ધોવો છો તો એની પહેલા જાણો આ નિયમ.

image source

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, દિવસમાં બે વાર કરતા વધારે વાર ચહેરાને ધોવાનું ફાયદાકારક છે, પરંતુ આપને આ વાત જાણીને નવાઈ લાગશે કે આ વાત એકદમ સાચી પણ નથી. આપે યાદ રાખવું કે, જો આપની સ્કીન ઓઈલી છે, તો પણ આપે પોતાના ચહેરાને ત્રણ વાર કરતા વધારે વાર સુધી ધોવો હાનિકારક સાબિત થઈ શકે છે. ચહેરો ધોવા માટે કેટલાક ખાસ નિયમ છે, જેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. ચાલો જાણીએ કે, પોતાની સ્કીન ટાઈપ મુજબ આપે આપના ચહેરાને દિવસમાં કેટલી વાર ધોવો જોઈએ….

સવારે ચહેરો ધોવો.:

image source

જયારે આપ સવારે ઉઠો છો તો સૌથી પહેલા પોતાના દાંતને સાફ કરો અને ત્યાર પછી આપે પોતાના ચહેરાને પાણીથી ધોઈ લેવો. આપ ઈચ્છો છો તો કોઈ પણ માઈલ્ડ ફેસવોશથી આપ પોતાના ચહેરાને સાફ કરી શકો છો. સવારના સમયે ચહેરો ધોવો સામાન્ય છે કેમ કે, આ સ્કીન પોર્સને સાફ કરે છે અને આપને તાજગીથી ભરપુર અનુભવ કરાવશે.

બપોરના સમયે ચહેરો ધોવો.:

image source

શું આપની સ્કીન ઓઈલી છે.? જો હા, તો આપને આપના સ્કીન એક્સપર્ટની સલાહ લેવી જોઈએ કે, આપના માટે કયો સાબુ કે ફેસવોશ સારો રહેશે. આપ ઈચ્છો છો તો ઠંડા પાણીથી પણ ચહેરાને ધોઈ શકો છો. બપોરના સમયે આપના ચહેરાને ઠંડા પાણીથી પોતાના ચહેરાને ધોવાથી આપને તાજગીનો અનુભવ થશે અને આ સાથે જ એનાથી આપના ચહેરા પરથી વધારાનું ઓઈલ પણ હટી જશે.

સાંજના સમયે ચહેરાને ધોવો.:

image source

કામ પરથી ઘરે આવ્યા પછી ચહેરાને જરૂરથી ધોવો જોઈએ કે પછી જો આપ બજાર જઈને ઘરે પાછા આવ્યા છો તો સ્નાન કરવું જ યોગ્ય રહેશે. સ્નાન કરવાથી આપનો થાક દુર થશે અને આપના ચહેરા પરની બધી જ ગંદકી સાફ થઈ જશે.

આ વાતોનું પણ ખાસ ધ્યાન રાખો.:

image source

ચહેરાને સાફ કરવા માટે દર વખતે ફેસવોશનો ઉપયોગ કરવો યોગ્ય નથી. કેમ કે, ફેસવોશમાં રહેલ રાસાયણિક તત્વ આપની ત્વચાની કોમળતા અને કુદરતી ચમકને છીનવી શકે છે. જો આપની સ્કીન અત્યંત સંવેદનશીલ છે, તો આપે હુફાળા પાણીનો ઉપયોગ કરવાનું જ સૌથી સારું રહેશે. જો આપ ઈચ્છો છો તો આપ પોતાના ચહેરાને બેબી સોપથી પણ ધોઈ શકો છો.

image source

આ બધી વાતો સિવાય પણ એક વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ચહેરાને લાંબા સમય સુધી નહી ધોવાથી અને નહી કે સ્ક્રબ કરો તો આ આપના ચહેરા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત