આ છે દુનિયાના અનોખો દેશો જ્યાં ક્યારેય નથી થતી રાત

આપણી ધરતી કરોડો રહસ્યોથી ભરેલી છે. આ રહસ્યોમાંથી કેટલાક વિશે તો માણસને ખબર છે, પરંતુ હજી પણ એવા અસંખ્ય રહસ્યો છે જે આજદિન સુધી જાણી શકાયા નથી. જે રહસ્યોને મનુષ્ય જાણી ચુક્યો છે તો તેનું કારણ આજદિન સુધી મનુષ્ય જાણી શક્યો નથી. આજે અમે તમને એવા જ કેટલાક અનોખા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ જાણતા પણ ન હોવ. ખરેખર, આજે અમે તમને દુનિયાની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ક્યારેય રાત નથી થતી કે જ્યાં સૂર્ય સતત ચમકતો રહે. આ જાણીને, તમારે વિચારવું જ જોઇએ કે જો આવું થાય, તો પછી સૂવાનો, ઉઠવાનો, ખાવાનો-પીવા અને કામ કરતા લોકોનું આખું સમયપત્રક અવ્યવસ્થિત થઈ જશે. પરંતુ આ સંપૂર્ણપણે સાચું છે. દુનિયાની કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં રાત નથી થતી.

image source

તો ચાલો સૌથી પહેલા વાત કીએ અલાસ્કા વિશે. જ્યાં હંમેશાં દિવસ હોય છે અને સૂર્ય દેખાય છે. અમેરિકાના પશ્ચિમી રાજ્ય, એલાસ્કા હંમેશાં મેના છેલ્લા અઠવાડિયાથી જુલાઈના અંત સુધી સૂર્યપ્રકાશ જોવા મળે છે. આ દરમિયાન, એક ક્ષણ માટે પણ અહીં સૂર્ય આથમતો નથી. આ સ્થાન સુંદર અને એકદમ આકર્ષક છે. અહીં હાડ થિજાવતી ઠંડી પડે છે, પરંતુ લગભગ અઢી મહિના સુધી અહીં સૂર્ય આથમતો નથી. અહીંના ગ્લેશિયર ચાંદીની જેમ ચમકતા હોય છે, અહીં લાંબી પદયાત્રા કરીને પહોંચી શકાય છે. જોકે સૂર્ય અહીં રાત્રિના 12.30 વાગ્યે ડૂબી જાય છે, પરંતુ તે બરાબર 51 મિનિટ પછી ફરી ઉગી જાય છે.

આઇસલેન્ડ

image source

આઇસલેન્ડ એક સુંદર દેશ છે. આઇસલેન્ડ એ ગ્રેટ બ્રિટન પછી યુરોપનું સૌથી મોટો ટાપુ છે. આઇસલેન્ડમાં 10 મેથી જુલાઇ સુધી સૂર્યપ્રકાશ રહે છે, અહીં આ સમય દરમિયાન સૂર્ય આથમતો નથી. જ્યાં સૂર્ય હંમેશા ક્ષિતિજ ઉપર હોય છે. આકર્ષક રોશની ઉપરાંત આ દેશ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ માટે પણ જાણીતો છે જેમ કે પદયાત્રા, વન્યપ્રાણી જીવન, વ્હેલ, કેવિંગ, સાયકલિંગ અને રાષ્ટ્રીય ઉદ્યાનો વગેરે.

નોર્વે

image source

આર્કટિક સર્કલમાં સ્થિત નોર્વેને લેન્ડ ઓફ ધ મિડનાઈટ સન કહેવામાં આવે છે. અહીં સૂર્ય મેથી જુલાઈના અંત સુધી લગભગ 76 દિવસની અવધિ માટે ક્યારેય આથમતો નથી. દિવસમાં લગભગ 20 કલાક આકરો સૂર્યપ્રકાશ આખા ક્ષેત્રને ઘેરી લે છે. નોર્વેના સ્વાલ્બાર્ડમાં, જે યુરોપનો ઉત્તરીય વસવાટ કરેલો પ્રદેશ છે, 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂર્ય સતત આકાશમાં ચમકતો રહે છે. આ પ્રદેશની મુલાકાત લો અને અહીં દિવસ પસાર કરો, કેમ કે અહીં કોઈ રાત થતી નથી. મુસાફરી કરતી વખતે ઉત્તરી લાઈટ્સની ઝલક જોવાનું ચૂકશો નહીં. આ સિવાય નોર્વે વિશ્વના સૌથી સુંદર દેશોમાં ગણાય છે. જો કે, અહીં સાંજના સમયે માત્ર થોડો અંધકાર રહે છે.

કેનેડા

image source

વિશ્વનો બીજો સૌથી મોટો દેશ કેનેડાના ઘણા ભાગો વર્ષ દરમિયાન બરફથી ઠંકાયેલા રહે છે. પરંતુ ઈનુવિક અને નોર્થવેસ્ટ જેવા વિસ્તારોમાં ઉનાળામાં સુરજ લગભગ 50 દિવસ સુધી ચમકે છે. તમે કેનેડામાં ઓરોરા જોઈ શકો છો. પર્વતારોહણ, ગરમ ઝરણાં, સસ્પેન્શન બ્રિજ વોક, વિશ્વના બીજા સૌથી મોટા ભાગમાં સડક યાત્રા અને ઘણાં બધા ઐતિહાસિક સ્મારકો માટે જઈ શકો છો.

સ્વીડન

image source

ઉપર જણાવેલ દેશો કરતા સ્વીડન થોડો ગરમ છે. સ્વીડનમાં સૂર્ય માત્ર મધ્યરાત્રિની આસપાસ જ આથમે છે. મે મહિનાની શરૂઆતથી ઓગસ્ટના અંત સુધી સવારે 4:30 વાગ્યે સૂર્ય અહીં ઉગે છે. આ દેશમાં, તમે તમારી જાતને સાહસિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખીને લાંબા દિવસો ગાળી શકો છો. લોકો માછીમારી, ગોલ્ફિંગ, સ્કીઇંગ, ઉત્તરી લાઈટો જોવા, રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લેતા, અહીં નીચાણવાળા રસ્તાઓ અન્વેષણ કરવામાં પણ આનંદ લે છે.