લોકડાઉનમાં મળી પ્રાઈવેસી તો 10 વર્ષ પછી પાંડા કપલએ બાંધ્યા સંબંધ

કોરોના વાયરસના કારણે માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરના અનેક દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં હોંગકોંગમાંથી એવા સમાચાર મળ્યા છે કે જેને સાંભળ્યા બાદ ખુશી પણ થશે અને આશ્ચર્ય પણ થશે.

હોંગકોંગના ઝૂમાં છેલ્લા 13 વર્ષથી સાથે રહેતા પાંડા દંપતિ 10 વર્ષ બાદ સંબંધ બાંધી શક્યા છે. તેમના આ મેટીંગથી હવે માદા પાંડા ગર્ભવતી થાય અને તેમનો પરીવાર વધશે તેવી આશા સાથે ઝૂના અધિકારીઓ ખુશ થયા છે.

આ ઘટનામાં નોંધપાત્ર વાત એ પણ છે કે લોકડાઉનના કારણે ઝૂમાં લોકોની અવરજવર બંધ થતાં આ પાંડા દંપતિ 10 વર્ષે સફળ રીતે સંબંધ બનાવી શક્યા છે. છેલ્લા દસ વર્ષથી તેઓ પ્રયત્ન કરતાં હતા પરંતુ સફળ થતા ન હતા. તેમ ઝૂના અધિકારીઓનું જણાવવું છે.

image source

અધિકારીઓના જણાવ્યાનુસાર પાંડા કપલ માટે મેટિંગનો સમય વર્ષમાં થોડા જ દિવસોનો હોય છે. આ દિવસો દરમિયાન તેઓ સફળ થાય તો તેમની પ્રજાતિમાં વધુ પાંડાનો જન્મ થાય. અધિકારીઓને આશા છે કે યીંગ યીંગ અને લેલે પાંડાના સફળ સંબંધ બાદ આ પ્રજાતિમાં નવો ઉમેરો થશે.

અધિકારીઓ પણ માને છે કે યીંગ યીંગ અને લેલેને પ્રાઈવેસી મળવાથી આ વર્ષે તેઓ મેટિંગ કરી શક્યા છે. કારણ કે આ પાર્ક 26 જાન્યુઆરીથી બંધ છે. ત્યારથી આ કપલને પ્રાઈવેસી મળી હતી કારણ કે અહીં મુલાકાતીઓનું આવવાનું બંધ થયું હતું. એટલા માટે જ કદાચ તેઓ છેલ્લા 10 વર્ષ સુધી પ્રયત્ન કર્યા પછી આ વર્ષે પાર્ક ખાલી હોવાથી સંબંધ બનાવી શક્યા છે.

મહત્વપૂર્ણ છે કે યીંગ યીંગ અને લેલે હોંગકોંગના પાર્કમાં 2007થી છે અને તેઓ મેટિંગ માટે 2010થી ટ્રાય કરતા હતા પરંતુ એક પણ વાર સફળ થઈ શક્યા નહીં.