વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરરોજ આ કામ કરવા બને છે લાભદાયી, વાંચો આ લેખ અને જાણો…

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ સાથે જોડાયેલા નિયમો બતાવામાં આવ્યા છે. આ નિયમો અપનાવાથી જીવનમાં ચાલી રહેલી મુસિબતો નો અંત આવે છે અને પરિવારમાં ખુશી આવે છે. તે ખરાબ શક્તિ નો પણ ખાત્મો બોલાવી દે છે. તો આજે જાણીએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર એ કામ, જે આપે રોજે કરવા જોઈએ.

image source

ઘરમાં દર અઠવાડીયે એક વાર કપૂરનો ધુમાડો કરવાનું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં ખરાબ શક્તિઓ દૂર થાય છે. ઘરમાં સરસવ તેલના દીવામાં લવીંગ નાખીને લગાવવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, આવું કરવાથી ઘરના સભ્યો સ્વસ્થ રહે છે અને ઘરમાંથી બિમારીઓ દૂર થાય છે.

image soucre

દર ગુરૂવારે તુલસીના છોડ પર જળની સાથે સાથે દૂધ પણ ચડાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાંથી અશાંતિ દૂર થાય છે. તવી પર રોટલી સેકતા પહેલા પત્ની જો પોતાના પતિના હાથે દૂધનો છાંટણા નખાવે તો, ઘરમાં ખુશીઓ આવે છે. પરિવારના લોકો સ્વસ્થ રહે છે.

image soucre

ઘરમાં સુકાયેલા અને મુરઝાયેલા ફુલ જરાં પણ ન રાખો, માન્યતા છે કે, તેનાથી જીવનમાં દુખ આવે છે. ઘરના તમામ દરવાજા પર એક સમાન રેખા બનાવો. તેનાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે. સંત મહાત્મા ની તસ્વીર બેઠક રૂમ અથવા ડ્રોઈંગ રૂમમાં લગાવો. આવું કરવાથી તેના આશીર્વાદ ઘરના સભ્યો પર બની રહે છે. ઘરમાં તૂટેલી ફૂટેલી, કબાડ અને અનાવશ્યક વસ્તુઓ ઘરમાં ન રાખો. ઘરના દક્ષિણ અને પૂર્વ દિશાના ખૂણામાં કોઈ લીલો છોડ જરૂરથી રાખો. ઘરમાં ગોળ કિનારાવાળા ફર્નીચર ન રાખો. માન્યતા છે કે, આવું કરવાથી સંબંધોમાં તિરાડ પડે છે.

image soucre

તમારા ઘરમાં રહેલો તુલસીનો છોડ જો સુકાઈ ગયો છે તો તેને તરત જ પાણીની અંદર વહાવી દેવો જોઈએ, કારણ કે જો તમારા ઘરમાં સુક્કા તુલસીનો છોડ હશે તો ઘરની અંદરનું કોઈ સદસ્ય ગંભીર બીમારીમાં પણ સપડાઈ શકે છે. જો થઇ શકે તો સુક્કા છોડને પાણીમાં વહાવતાની સાથે નવો છોડ પણ તરત વાવી દેવો શુભ માનવામાં આવે છે.

image source

ઘરની અંદર ક્યાંક પણ જો તૂટેલો કાચ કે અરીસો હોય તો તેને તરત જ બહાર કાઢી નાખવો જોઈએ, તૂટેલો કાચ અને અરીસો ઘરમાં રાખવાથી ઘરની અંદર લડાઈ ઝગડા થાય છે, પરિવારના સભ્યોમાં આંતરિક મતભેદ થતા પણ જોવા મળે છે. માટે ઘરની અંદર કોઈપણ કાચનો સમાન જો તૂટી ગયો હોય તો તરત તેને બહાર કાઢી નાખવો.