કોર્ટમાં ચાર વર્ષ ચાલ્યો કેસ, આખરે કપલે ખાજા ખાઈ રાજીખુશીથી લીધા છૂટાછેડા અને પછી…પૂરી ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો OMG!

કોર્ટ એક એવી જગ્યા છે જ્યાં અલગ અલગ સ્થળોએ આવેલા લોકો પોતાના અલગ અલગ પ્રકારના કિસ્સામાં ન્યાયની માંગણી કરે છે. જો કે ભારતની ન્યાય પ્રણાલીની વાત કરીએ તો અહીં જે તે કેસની તપાસ, ખરાઈ, સાક્ષીઓ અને ફરિયાદી તથા આરોપીઓની ગેરહાજરીથી લઈને અનેક કારણોસર લોકોને ન્યાય મેળવવા લાંબી રાહ જોવી પડે છે. વળી, આ ન્યાય જો નીચલી કોર્ટ તરફથી હોય અને ફરિયાદી કે આરોપીઓને ન્યાયમાં વાસ્તવિકતા ન લાગતી હોય તો આ કેસ ઉપલી કોર્ટમાં જાય છે અને ત્યાં પણ ઉપર વાત કરી તેમ જે તે કેસની તપાસ, ખરાઈ, સાક્ષીઓ અને ફરિયાદી તથા આરોપીઓની ગેરહાજરીથી લઈને અનેક કારણોસર લોકોને ન્યાય મેળવવા લાંબી રાહ જોવી પડે છે અને અમુક કેસો તો એટલા લાંબા સમય સુધી ચાલતા રહે છે કે ફરિયાદી કે આરોપીઓનું મૃત્યુ પણ થઈ જાય પરંતુ ન્યાય નથી મળતો.

image source

જો કે તેમાં ફક્ત ન્યાયપ્રણાલીનો જ વાંક કાઢવો યોગ્ય નથી પોલીસ તંત્રથી માંડી, વકીલ અને જજ સુધી અનેક જગ્યાઓ પર બેસતા લોકોની પણ કામ કરવાની એક લિમિટ હોય છે અને ભારત જેવા ભારે જનસંખ્યા ધરાવતા દેશમાં પોલીસ તંત્રથી માંડી, વકીલ અને જજ સુધી જેટલા અધિકારીઓની આવશ્યકતા છે તેટલા નથી. પરિણામે કોર્ટમાં આવી ચૂકેલા કેસોનો નિકાલ કરવામાં સમય લાગે છે ત્યારે દરરોજ હજારો કે લાખોની સંખ્યામાં થતા કોર્ટ કેસોનું કામ ક્યારે થાય તે તો સમજુ માણસ પણ સમજી શકે.

image source

ત્યારે તાજેતરમાં જ એક યુગલ કે જેઓએ લગ્નજીવનમાં મતભેદ ઉભા થતા એકબીજા સામે કોર્ટ કેસ કર્યો હતો તેઓએ કોર્ટમાં કેસ ચાલે અને તેના કારણે બન્નેના જીવનનો અમૂલ્ય સમય વેડફાય અને અંતે પણ બન્ને એકબીજાથી દૂર રહેવા માંગતા હોય તે માટે સમજીને જ બંને વિરુદ્ધના કોર્ટ કેસ પાછા ખેંચી કાયદેસર છૂટાછેડા લઈ પોતપોતાનું અલગ જીવન વસાવવાનો નિર્ણય કર્યો હતો.

image source

આ કેસની વિગત જોઈએ તો સુરત રહેતી મોના (નામ બદલેલ છે) ના લગ્ન વડોદરાના પ્રવીણ (નામ બદલેલ છે) સાથે થયા હતા. પરંતુ લગ્નન થોડા સમય બાદ જ બન્ને વચ્ચે મતભેદ ઉભા થતા તેઓને એમ લાગ્યું હતું કે તેઓ એક સાથે નહિ રહી શકે. અંતે જેમ ઘણા ખરા કિસ્સાઓમાં થતું હોય છે તેમ બંનેએ એકબીજા સામે કોર્ટ કેસ કર્યો. પતિ પ્રવીણે પત્ની મોના સામે લગ્નના હક્કો.પૂનઃસ્થાપિત કરવા તેમજ પત્ની મોનાએ પતિ પ્રવીણ સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો.

image source

આ કેસ અંદાજે ચાર વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો. અને અંતે બન્ને વ્યક્તિઓ એટલે કે મોના અને પ્રવીણને એ વાત મગજમાં ઉતરી કે આ રીતે કોર્ટ કેસ ચાલશે તો બંનેના જીવનનો કિંમતી સમય બરબાદ થતો જ રહેવાનો અને તેઓ પોતાના જીવનની અલગ અને નવી શરૂઆત કરવાનું સ્વપ્ન ક્યારેય પૂરું નહિ કરી શકે. આ માટે બંનેએ સમજીને રાજીખુશીથી એકબીજા સામેના કોર્ટ કેસ પરત ખેંચી લીધા હતા અને કાયદેસર છૂટાછેડા લઈ પોતપોતાની.રીતે સ્વતંત્ર જીવન જીવી નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો.