શું તમેે કહી શકશો કે શું છે રણવીરના આ રેટ્રો લૂકના ડ્રેસની કિંમત, કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો

રણવીર સિંહની સોશિયલ મીડિયા પર તો ફેન ફોલોઇંગ છે જ પણ આમ પણ એમની ફેન ફોલોઇંગ ખૂબ જ વધારે છે. થોડા થોડા દિવસે એ કોઈને કોઈ અલગ અવતારમાં દેખાતા રહે છે. હાલમાં જ એમને ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટા એમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. રણવીર સિંહ એકદમ સ્નેઝીએસ્ટ લુકમાં દેખાઈ રહ્યા છે. એમને આ ફોટોશૂટ માટે બ્લોક પેટર્નવાળું સ્વેટશર્ટ અને શેડ્સ જે ઇટાલિયન ફેશન બ્રાન્ડ GUCCIના છે. રણવીર સિંહ આ ફોટામાં ટ્રેકશૂટ સ્ટાઇલમાં દેખાઈ રહ્યા છે

આ કપડામાં રણવીર સિંહ એકદમ રેટ્રો ફિલ લઈને આવી રહ્યા છે જે ખૂબ જ ઉમદા લાગી રહ્યું છે. રણવીર સિંહ જર્સી જીપ જેકેટ અને જોગિંગ પેન્ટ્સમાં દેખાઈ રહ્યા છે. એ સોશિયલ મીડિયા પર એક એસેન્ટ્રીક સ્ટાર તરીકે ફ્લોન્ટ કરી રહ્યા છે અને રેટ્રો લુકમાં એમનો કોન્ફિડન્સ પણ કમાલનો લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

આ ફોટામાં રણવીર સિંહ GUCCIના ગ્રીન અને ડાર્ક બ્લુ જર્સી જેકેટમાં દેખાઈ રહ્યા છે જેમાં ડિટેચેબલ સ્લીવ્સ અને વેબ ડિટેલ આપવામાં આવી છે જેનાથી એ ડ્રેસ રેટ્રો ફિલ આપી રહ્યો છે. આ હાઈ નેક ડ્રેસમાં ઝીપ ક્લોઝર અને કોન્ટ્રાકટ રિબડ ડિટેલ્સ, જેકેટમાં બ્લુ અને રેડ વેબ રીબીન ડિટેલ્સ સ્લીવ્સ પર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

આ ડ્રેસને ઇટલીમાં બનાવવામાં આવ્યો છે જેમાં સિગ્નેચર ઇન્ટરલોકિંગ ઝી પેચ આખા ડ્રેસ પર કરવામાં આવ્યા છે. આ ગ્રીન અને બ્લુ કલરના જર્સી જોગિંગ પેન્ટની સાથે પેર કરવામાં આવ્યો છે જે બ્લુ અને વેબ રીબીન ડિટેલ્સ સાથે ફીચર કરવામાં આવ્યું છે. એને પણ ઇટલીમાં જ બનાવવામાં આવ્યું છે. એમ પણ ઉમદા ફિટ સાથે ઝીપ ડિટેલિંગ કરવામાં આવી છે.

image source

રણવીર સિંહ એમના આ ડ્રેસની સાથે GUCCIની હેરબેન્ડ લગાવી છે જે એમના સિલ્કી વાળને સરસ લુક આપી રહી છે. સાથે જ એમને સફેદ રંગની ફ્રેમ વાળા સનગ્લાસ કેરી કર્યા છે, સ્ટડ ઈયરરિંગસની પેર, એક લેયર વાલા મોતીનો નેકલેસ અને હાથમાં ઘડિયાળ કેરી કરી છે. રણવીર સિંહ આ ફોટોશૂટ એક રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર કરાવ્યું છે જ્યાં એ અલગ અલગ પોઝ આપી રહ્યા છે.

રણવીર સિંહના આ ટ્રેકશૂટ સ્ટાઇલ GUCCI મોટિક્સથી ઇન્સપાયર છે. આ જર્સી જેકેટની ઓરીજનલ કિંમત 2100 યુરો છે જેને જો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો એની કિંમત લગભગ 1 56 297 રૂપિયા ડિઝાઇનરની વેબસાઈટ પર હોય છે જ્યારે જોગિંગ પેન્ટ્સની યુરોમાં કિંમત 1550 છે અને એની ભારતીય રૂપિયામાં કિંમત 1 15 362 રૂપિયા છે.