સુરતના એક જ એપાર્ટમેન્ટમાં કોરોનાના 9 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

એક તરફ રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને તંત્ર સજાગ બન્યું છે તો બીજી તરફ સુરતમાં સામે આવી રહેલા કોરોનાના નવા કેસે આરોગ્ય તંત્રની ઉંઘ હરામ કરી નાખી છે.

image source

નોંધનિય છે કે થોજા દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણ હેઠળ આવ્યા હતા જો કે હવે સુરતે ફરી ચિંતા વધારી છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવી ગયું છે. તમને જણાવી દઈએ કે, સુરતના એક એપાર્ટમેન્ટમાં એક સાથે કોરોનાના 9 દર્દીઓ પોઝિટિવ આવતા આખુ એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું અને 408 લોકોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

image source

હાલમાં આ એપાર્ટમેન્ટ પર પોલીસ દ્વારા સઘન વોચ રાખવામાં આવી રહી છે. જેથી કોઈ બાહર અવર જવર ન કરે. તમને જણાવી દઈએ કે, સુરતના અઠવાલાઇન્સ ઝોનના ઈન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા મેઘમયુર એપાર્ટમેન્ટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ 9 કેસ સામે આવતા એરપાર્ટમેન્ટને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. તો આ અંગે મળતી માહિતી પ્રમાણે આ એપાર્ટમેન્ટનું એક વૃદ્ધ દંપતી ધાર્મિક કાર્યક્રમમાં જતાં ત્યાંથી સંક્રમિત થયું હતું, જેમનો ચેપ વોચમેનને લાગ્યા બાદ બાકીના 6 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

image soucre

તો બીજી તરફ પાલિકાએ અઠવા-રાંદેર મળી કુલ 26 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેના કારણે મેઘમયુર એપાર્ટમેન્ટના 168 રહીશો 14 દિવસ માટે ઘરની બહાર નીકળી શકશે નહીં. આ માટે તંત્રએ પોલીસના જવાન પણ એપાર્ટમેન્ટ આગળ ઉભા રાખ્યા છે. તો બીજી તરફ રાંદેર ઝોનમાં પાલ રોડના સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં 10થી 14 વર્ષના 3 બાળક સહિત 9 કેસ છેલ્લા અઠવાડિયામાં કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેના કારણે આ એપાર્ટમેન્ટ પણ સીલ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કોરોનાના કેસ વધતા એપાર્ટમેન્ટમાં બાકી રહેલા 47 રહીશોએ 4 જ દિવસમાં રસી લઈ લીધી છે. જ્યારે અન્ય બાળકોના ટેસ્ટ કરતા 77 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી લોકોને રાહત મળી છે.

image source

તો બીજી તરફ જે બાળકો પોઝિટિવ આવ્યા છે તેઓઓનલાઈન ભણે છે પરંતુ સોસાયટીના ગણેશોત્સવમાં જમણવારમાં ગયા હતા તેથી સંક્રમિત થયા. નોંધનિય છે કે, સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં ગત શનિવારે પ્રથમ બાળકનો કેસ નોંધાયા બાદ બીજો કેસ પણ પોઝિટિવ નોંધાયો હતો ત્યાર બાદ વધુ એક બાળકનો RTPCR પોઝિટિવ આવતાં ધનવંતરી રથ મૂકી ટેસ્ટિંગ કરાયું છે. આ એપાર્ટમેન્ટમાં 9 કેસ પોઝિટિવ નોંધાતાં હડકંપ મચી ગયો હતો અને એપાર્ટમેન્ટનું એ અને બી બંને વિંગને ક્લસ્ટર જાહેર કરી સીલ કરવામાં આવ્યા. બંને વિંગના કુલ 240 લોકોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચના આપી છે.

image source

કોરોના મહામારીને લઈને મંગળવારે મોટી રાહતના સમાચાર આવ્યા છે. લગભગ 201 દિવસ પછી, દેશમાં પ્રથમ વખત, કોરોનાના નવા કેસોની સંખ્યા 20 હજારથી નીચે છે. આ દરમિયાન, કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 18,795 નવા કેસ નોંધાયા છે અને 179 લોકોના મોત થયા છે. જોકે આ સમયગાળા દરમિયાન 26,030 લોકો સ્વસ્થ પણ થયા છે. તે જ સમયે, ભારતમાં 2,92,206 સક્રિય કોરોના દર્દીઓ છે, જે કુલ કેસોના માત્ર 0.87 ટકા છે. આ આંકડો પણ 192 દિવસ પછી સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.