તમને રસ્તામાં મળે કોઈ સિક્કો કે શંખ તો કરો આ કામ, થઈ શકે છે ધનલાભ અને ઘરમા આવશે સુખ-સમૃદ્ધિ
કુંડળી, હાથની રેખાઓ, ટેરો કાર્ડ્સ વગેરે દ્રારા ભવિષ્ય ની ઘટનાઓના સંકેત મળે છે, તે ઉપરાંત ઘણી એવી વસ્તુઓ છે જે આ વિશે સંકેત આપે છે. રાત્રે જોયેલા સપના, કેટલાક મહત્વના કામ માટે ઘર ની બહાર નીકળી વખતે કેટલીક ખાસ વસ્તુઓ જોવી અથવા વ્યક્તિ સાથે કોઈ ઘટના થવી તેના નસીબ ની જાગૃતિ અથવા કંઈક ખરાબ થવાના સંકેત સૂચવે છે. આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવીએ છીએ જે વ્યક્તિના નસીબને દર્શાવે છે.
જો ક્યાંક જતી વખતે રસ્તામાં શંખ, સિક્કો, ઘોડા ની નાળ મળી આવે તો તે ખૂબ જ શુભ છે. રસ્તામાં સ્વસ્તિક ની નિશાની જોવી અથવા એવી કોઈ વસ્તુ મળવી કે જેમાં સ્વસ્તિક બનાવવામાં આવે તે ખૂબ જ સારું છે. રસ્તામાં મળેલી આ વસ્તુઓને નમન કરીને ઉપાડી લો. પછી તેમને ઘરના આંગણામાં અથવા બગીચામાં દફનાવો અથવા તેમને પૂજા સ્થળ પર રાખો. તેનાથી તમારું નસીબ ચમકી શકે છે.
ક્યારેક એવું થયું છે કે, ભૂલથી ઉંધા કપડા પહેરી લીધા હોય. જો આવું થાય તો તે શુભ સંકેત છે, તે ધનલાભનો સંકેત આપે છે. જો તમે કોઈ અગત્યના કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છો અને તમને પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે કામમાં સફળતા નિશ્ચિત છે. જો તમે સવારે ઘર ની બહાર નીકળતાં જ શેરડીનો ઢગલો જોશો તો તે ખૂબ જ શુભ છે. આ જીવનમાં આવવા વાળા સુખ અને સમૃદ્ધિ ની નિશાની છે.
જો તમે સવારે સૂઈને ઊઠો છો અને ક્યાંકથી શંખ, નાળિયેર, ફૂલ, મોર અથવા હંસ ના દર્શન થાય છે તો તે દિવસની શુભ શરૂઆત દર્શાવે છે. આ બધી વસ્તુઓ ને મા લક્ષ્મી ની નિશાની માનવામાં આવે છે. આ જોઈને તમારે મા લક્ષ્મી ને યાદ રાખવી જોઈએ અને તેનો આભાર માનીને દિવસ ની શરૂઆત કરવી જોઈએ.
કેટલાક સપના તમને ભાગ્યોદય નો સંકેત પણ આપે છે. જો ઘરેણાં પહેરેલી કન્યા હાથમાં ફૂલો સાથે જોવા મળે છે, તો સમજી લો કે તમારું નસીબ જલ્દી બદલાવા જઈ રહ્યું છે. આવી કન્યાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સ્થિતિમાં સકારાત્મક વલણ રાખો અને નિષ્ઠાપૂર્વક મહેનત કરતા રહો, સફળતા ચોક્કસ મળશે.