લોકપ્રિયતાની બાબતમાં બોલીવુડ હિરોઇનથી જરા પણ ઓછી નથી ટીવીની આ 8 એક્ટ્રેસ, કોમેન્ટ્સમાં જણાવો તમારું ફેવરિટ કોણ છે
દિવ્યાંકા ત્રિપાઠી.
ટીવીની સૌથી સફળ અને ડિસન્ટ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ભલે કોઈ રિયાલિટી શો બિગ બોસ અને ખતરો કે ખેલાડીમાં નજરે ન આવી હોય પણ આજે એની ગણતરી નાના પડદાની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાં થાય છે. સિરિયલ યે હે મ્હોબબતે અને બનું મેં તેરી દુલહન જેવા સુપરહિટ ડેઇલી શોપથી ઘરે ઘરે જાણીતી બનેલી દિવ્યાંકા ત્રિપાઠી ફક્ત ઇન્ડિયામાં જ નહીં વિદેશોમાં પણ જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે. નચ બલિયે 8ની જજ રહી ચુકેલી સોનાક્ષી સિન્હાએ શો દરમિયાન પરફોર્મ કરતી વખતે દિવ્યાંકાને કહ્યું હતુ કે એમની મમ્મી પૂનમ સિન્હા ઇસીતા ઉર્ફ દિવ્યાંકા ત્રિપાઠીની સૌથી મોટી ફેન છે.
હિના ખાન
ટીવી અભિનેત્રી હિના ખાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. સુપરહિટ શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા અક્ષરાનું પાત્ર નિભાવીને દર્શકોનું દિલ જીતી લીધું હતું.જ્યારે હિના ખાન આ શો સાથે જોડાયેલી હતી ત્યાં સુધી આ શોની ટીઆરપી ટોપ પર હતી. આ શોથી એમને ઘણી જ લોકપ્રિયતા મળી. એ પછી હિના રિયાલિટી શો બિગ બોસમાં પણ નજર આવી હતી.
મૌની રોય.
નાના પડદાનું કમ્પ્લીટ પેકેજ છે મૌની રોય. વાત ભલે સુંદરતાની હોય કે એક્ટિંગની, સ્ટાઇલ ફેશનની હોય કે ફિટનેસની કે પછી કમાણીની, કોઈપણ વાતમાં મૌની રોય બોલીવુડની હિરોઇનથી જરાય ઓછી ઉતરે એમ નથી. દેવો કે દેવ મહાદેવથી મૌની રોય ફેન્સની નજરમાં આવી હતી પણ લોકપ્રિયતાના શિખર પર એમને પહોંચાડી સિરિયલ નાગીન 3એ. શાનદાર એક્ટ્રેસ સિવાય મૌની એક ટેલેન્ટેડ ડાન્સર પણ છે અને હોસ્ટ પણ.
કરિશ્મા તન્ના.
મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના નાના પડદાનું જાણીતું નામ છે. એમને લોકપ્રિયતા ક્યોંકી સાસ ભી કભી બહુ થી, નાગર્જુન- એક યોદ્ધા, રિયાલિટી શો બિગ બોસ અને ઝલક દિખલાજાથી મળી. નાનાં પડદા પર એમની આ સફર એટલી સફળ રહી કે ડાયરેકટર રાજ કુમાર હીરાની દ્વારા સંજય દત્ત પર બનેલી બાયોપિક સંજુમાં રણબીર કપૂર સાથે દેખાઈ હતી.
નિયા શર્મા.
સેકસીએસ્ટ એશિયન વુમનના લિસ્ટમાં ત્રીજા નંબરે આવીને નિયા શર્માએ એ સાબિત કરી દીધું છે કે એમની ફેન ફોલોઇંગ બૉલીવુડ હોટીઝ કેટરીના કેફ અને આલિયા ભટ્ટની સરખામણીમાં ઘણી જ વધારે છે. ટીવી શો જમાઈ રાજાથી નિયા ઘરે ઘરે જાણીતી થઈ ગઈ અને જલ્દી જ નાના પડદાનો જાણીતો ચહેરો બની ગઈ.
જેનિફર વીંગેટ.
બ્યુટીફૂલ જેનિફરે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ રાજા કો રાની સે પ્યાર હો ગયાથી કરી હતી. થોડા
સમય બ્રેક લીધા પછી જેનિફરે 14 વર્ષની ઉંમરમાં ફિલ્મ કુછ ના કહોમાં નજરે આવી બતી. જેનિફર ઘણા વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. ટીવી શો સરસ્વતીચંદ્રમાં લીડ રોલ કરનાર જેનિફરને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો. આજે જેનિફર ઘણી બૉલીવુડ એક્ટ્રેસની તુલનામાં વધુ લોકપ્રિય છે.
દ્રષ્ટિ ધામી.
દિલ મિલ ગયે, ગીત- હુઈ સબસે પરાઈ, મધુબાલા- એક ઇશ્ક એક જુનુંન અને એક થા રાજા એક થી રાની જેવી સુપરહિટ સીરિયલમાં એમના પાત્ર માટે દ્રષ્ટિ ધામીને ઓળખવામાં આવે છે. દર્શકો એમની પર્સનલ લાઈફથી લઈને એમની પ્રોફેશનલ લાઈફ વિશે જાણવા માટે ઉત્સુક રહે છે. પોતે નિભાવેલા પાત્રને કારણે દ્રષ્ટિ ધામીને જે પ્રેમ મળ્યો એ કોઈપણ બી ટાઉનની અભિનેત્રી કરતા વધુ છે.
સનાયા ઈરાની.
લાખો દિલોને જીતનારી સનાયા ઈરાની મિલે જબ હમ હમ, ઇસ પ્યાર કો ક્યાં નામ દું, છનછન અને રંગરસિયા જેવા શોમાં પોતાની શાનદાર એક્ટિંગથી ફેનનું દિલ જીતી લીધું. નાના પડદાની આ સફળતાએ સનાયાને બૉલીવુડ એક્ટ્રેસથી ઘણી વધારે લોકપ્રિય બનાવી દીધી છે.