લોકોએ સોનુની તસવીર પર દૂધ ચઢાવીને આભાર માન્યો તો આ અભિનેત્રીએ કહ્યું કે…આટલું નાટક….

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ કોરોનામાં સતત જરૂરીયાતમંદોને મદદ કરી રહ્યો છે. તેમના ઉમદા કાર્યોની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. સોનુ સૂદ સામાન્ય લોકોથી લઈને કોઈપણ જાતની હસ્તીઓને મદદ કરવા માટે આગળ આવ્યો છે. આવી સ્થિતિમાં લોકો સોનુ સૂદને પોતપોતાની શૈલીમાં આભાર માની રહ્યાં છે. હવે આંધ્રપ્રદેશનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

image source

આ વીડિયોમાં લોકોએ સોનુ સૂદના પોસ્ટર પર દૂધ ચઢાવ્યું છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના શ્રીકલાહસ્તીમાં લોકોએ સોનુ સૂદના વિશાળ પોસ્ટર પર દૂધ ચઢાવીને તેમનો આભાર માન્યો છે. આ લોકોએ કોરોના સમયગાળાના મુશ્કેલ સમયમાં સોનુ સૂદ દ્વારા કરવામાં આવતા કામ બદલ આભાર વ્યક્ત કર્યો છે. સોનુ સૂદે આ વીડિયોને તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને લોકોનો આભાર માન્યો છે. જો કે ચાહકોનો આભાર વ્યક્ત કરવાની આ સ્ટાઈલ ટીવી અભિનેત્રી કવિતા કૌશિકને પસંદ ન આવી. તેણે દૂધને બગાડવાની રીત તરીકે આભાર માનવાની આ પદ્ધતિને ખોટી ગણાવી છે. કવિતાએ ટ્વીટ કર્યું – અમે બધા સોનુ સૂદને પસંદ કરીએ છીએ અને આ દેશ તેમના સારા કામ માટે હંમેશા આભારી રહેશે. પરંતુ હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે દૂધનો બગાડ કરવાના આ મૂર્ખ કાર્યથી સોનુ સૂદ પણ નિરાશ થશે. આ બધું એવા સમયે કરવામાં આવી રહ્યું છે કે જ્યારે લોકો ભૂખથી મરી રહ્યાં છે. આપણે દરેક વસ્તુમાં આટલું નાટક કેમ કરીએ છીએ?

image source

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે સાબિત કરી દીધું છે કે, તે એક સારા અભિનેતાની સાથે સાથે એક મહાન વ્યક્તિ પણ છે. અભિનેતા ગરીબોના મસિહા તરીકે ઓળખાય છે. લોકડાઉન થયા બાદ સોનુ સૂદે ઘણા જરૂરીયાતમંદોને મદદ કરી છે. તમને જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના રસીના ભાવની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારોને આ રસી 400 રૂપિયામાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલને તેના માટે 600 રૂપિયા ચૂકવવા પડશે. હવે સોનુ સૂદે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું છે.

રસીકરણના ખર્ચ અંગે સોનુએ ટ્વીટ કર્યું હતું

image source

આ વાત જણાવતા સોનુ સૂદે એક ટ્વિટમાં લખ્યું છે કે, “દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને રસીનો ડોઝ વિનામૂલ્યે મળવો જોઈએ. કિંમતો નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોર્પોરેટરો અને દરેક વ્યક્તિ જે તેને ખરીદવા માટે સક્ષમ છે તે દરેકને આગળ આવીને મદદ કરવી જોઈએ. ધંધો પછી કરી લઈશું.

સોનુ સૂદ કોરોનાથી થયા સંક્રમિત

image source

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સોનુ સૂદ કોરોના સંક્રમિત થયા હતા. તેણે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ દ્વારા ચાહકોને આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, “હું દરેકને જણાવા માગુ છું કે આજે સવારે મારું કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાની જાતે જ ક્વોરન્ટાઈન થયો છે અને મારી સંભાળ રાખી રહ્યો છું. પરંતુ ચિંતા કરશો નહીં તેનાથી મને તમારી મદદ કરવા માટે થોડો વધારે સમય મળી ગયો છે. યાદ રાખો, હું હંમેશા તમારી સાથે છું. ”

ગરીબોના મસિહા તરીકે પણ ઓળખાય છે અભિનેતા

તમે જાણો છો અભિનેતા આ મહામારી વચ્ચે સામાન્ય લોકો માટે મસીહા સાબિત થયો હતો. લોકડાઉન દરમિયાન સોનુ સૂદે જરૂરીયાતમંદોને ખૂબ જ મદદ કરી હતી. તેમણે ગરીબ સ્થળાંતર કરનારા મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા છે. સાથે જ તેમણે તેમના ખાવા- પીવાની સંભાળ લીધી હતી અને તેમના રોજગાર માટેની વ્યવસ્થા પણ કરી હતી. હવે તેમને વાસ્તવિક જીવનમાં પણ ‘હીરો’ માનવામાં આવે છે. વળી, તેમને ગરીબોના મસિહા પણ કહેવામાં આવે છે.