તુલસીની આ માળા પહેરશો તો તમારું માનસિક સ્વાસ્થ્ય થશે મજબૂત, જાણો શું છે ખાસ કનેક્શન

હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે. તુલસીને દરરોજ પાણી ચઢાવવું, સાંજે તુલસી ના છોડ નીચે દીવા પ્રગટાવવા, તુલસી ખાવી અને તેની માળા પહેરવી જેવી ઘણી બાબતો ભારતીય પરંપરા નો મહત્વપૂર્ણ ભાગ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તુલસીના ઘણા ફાયદાઓ છે. આજે આપણે તુલસી ને લગતા આવા જ એક ફાયદા વિશે વાત કરી રહ્યા છીએ જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે.

image source

ઘરમાં તુલસી ના છોડ ને રાખવાથી ઘણા રોગોથી મુક્તિ મળે છે. તેથી તેની આયુર્વેદિક ઔષધી નું નામ પણ આપવામાં આવ્યું છે, તેમાં એક વિશેષ પ્રકારની વિદ્યુત શક્તિ હોય છે. જે પહેરવા વાળાને આકર્ષણ ઉત્પન્ન કરે છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, જો તુલસીની માળા પહેરી અને ભોજન કરવામાં આવે તો તે વ્યક્તિને ઘણા યજ્ઞો કરવાનો પુણ્ય પ્રાપ્ત થાય છે.

આ કારણથી વૃદ્ધ તેને ગળામાં પહેરે છે. એવું પણ માનવામાં આવ્યું છે કે તેને પહેરવાથી યશ, કીર્તિ સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે. તેમાં ઔષધીય ગુણો હોવા ના લીધે પહેરવા વાળાને માથાનો દુખાવો, શરદી અને ત્વચાના રોગો નથી થતા. આ વાત તુલસીની માળા પહેરવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા વિશેની છે.

image source

સામાન્ય રીતે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ના ભક્તો તુલસી ના બીજની માળા પહેરતા જોવા મળે છે. તુલસી મોટે ભાગે બે પ્રકારની હોય છે, શ્યામા તુલસી અને રામા તુલસી. શ્યામા તુલસી ના બીજની માળા પહેરવા થી મનમાં માનસિક શાંતિ અને સકારાત્મકતા આવે છે.

આ સાથે જ આધ્યાત્મિક તેમજ કૌટુંબિક અને ભૌતિક પ્રગતિ તરફ દોરી જાય છે. તે ભગવાન પ્રત્યેની આદર અને ભક્તિમાં વધારો કરે છે. એ જ રીતે જો રામા તુલસીની વાત કરીએ તો એની માળા પહેરવા થી આત્મવિશ્વાસમાં વધારો થાય છે, અને સાત્વિક ભાવનાઓ જાગૃત થાય છે. ફરજો નું પાલન કરવામાં પણ આ માળા મદદ કરે છે.

image source

તુલસીની માળા પહેરવી એ એક ધાર્મિક માન્યતા છે, પરંતુ તેમા એક પાવર હોય છે. ગળામા તુલસીના માળા પહેરવા થી શરીર શુદ્ધ બને છે, જોમ વધે છે અને અનેક રોગો મટે છે. તુલસીની માળા પહેરવાથી વ્યક્તિને ડિહાઇડ્રેશન શક્તિ વધારે, તાવ, શરદી, માથાનો દુખાવો, ચામડીના રોગો, મગજની બીમારીઓ અને ગેસ સંબંધિત અનેક રોગોમા લાભ થાય છે. આ ઉપરાંત ચેપને લીધે થતા રોગ અને અકાળ મૃત્યુ થતુ નથી.

જેમ કે અમે તમને કહ્યું છે તુલસીના માળા પહેરવાથી માનસિક શાંતિ મળે છે. તેને ગળામાં પહેરવાથી જરૂરી એક્યુપ્રેશર પોઇન્ટ્સ ઉપર દબાણ પડે છે, જેનાથી માનસિક તાણવમા ફાયદો થાય છે, અને ચેપી રોગો સામે રક્ષણ મળે છે. તુલસી યાદશક્તિ વધારવામા મદદ કરે છે. તુલસીનુ ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. તે એન્ટીબાયોટીક, પીડા દૂર કરનાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવામા ફાયદાકારક છે.

image source

તુલસી એક અદ્ભૂત દવા છે, તે બ્લડ પ્રેશર અને પાચનમાં સુધારો કરે છે. તુલસી ધારણ કરવાથી શરીરમાં વિદ્યુત શક્તિનો પ્રવાહ વધે છે. ગળામાં તુલસીની માળા પહેરવાથી વિદ્યુત તરંગો આવે છે, જેના કારણે લોહીનું પરિભ્રમણ પણ અટકતું બંધ થઈ જાય છે. આ સિવાય તુલસી મલેરિયા જેવા ઘણા પ્રકારના ફિવરમાં ખૂબ ફાયદાકારક છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ