કપિલ શર્માએ ખોલ્યું અમિતાભ બચ્ચનનું રહસ્ય, કહ્યું મહિલાઓને પૂછે છે સરળ સવાલ
કોમેડી કિંગ કપિલ શર્મા પોતાની કોમેડીથી બધાના દિલ જીતતા જોવા મળે છે. તેની ફિલ્મો અને શો માટે તેના શોમાં ઘણા સ્ટાર્સ અને મહેમાનો આવે છે. પરંતુ થોડા સમય પહેલા શુક્રવારે કપિલ શર્મા સોનુ સૂદ સાથે અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ સીઝન 13માં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. તે દરમિયાન કપિલે બિગ બી સાથે ખૂબ મસ્તી કરી હતી. બિગ બીએ કપિલ શર્માના ઘણા રહસ્યો પણ જાહેર કર્યા. પરંતુ હાલમાં જ કપિલ શર્માએ અમિતાભ બચ્ચન વિશે એક એવી વાત કહી જે સાંભળીને બધા ચોંકી જશે.
કપિલે મૂકી પોતાના દિલની વાત
કપિલ શર્માએ હાલમાં જ મસ્તી મસ્તીમાં કહ્યું હતું કે તેમને લાગે છે કે કૌન બનેગા કરોડપતિના મંચ પર આવનારી તમામ સુંદર મહિલાઓને બિગ બી સરળ પ્રશ્નો પૂછે છે. ‘ધ કપિલ શર્મા શો’માં ગેસ્ટ તરીકે આવેલા સચિન ખેડેકર, સોનાલી કુલકર્ણી અને રવિ કિશનની સામે કપિલે આ વાતનો ખુલાસો કર્યો હતો. વાત જાણે એમ છે કે આ કૌન બનેગા કરોડપતિના મરાઠી વર્ઝન કૌન હોનાર કરોડપતિના પ્રમોશન માટે શોમાં પહોંચ્યા હતા. જ્યાં કપિલે વાતચીત દરમિયાન પોતાના દિલની વાત કહી હતી
અમિતાભ બચ્ચને સામે થવા લાગે છે પેટમાં ગુડગુડ
કેબીસીની મુલાકાત લેવાનો અનુભવ શેર કરતાં કપિલે કહ્યું, ‘મને ઘણી વખત કેબીસીના સેટની મુલાકાત લેવાની તક મળી છે. ત્યાંનો માહોલ, સંગીત અને સેટઅપ ખૂબ જ ઇન્ટેન્સ છે. ઉપરથી જે રીતે અમિતાભ સર બોલે છે, સાહેબ મારી તરફ એ રીતે ન જુઓ, હું આમાં તમારી મદદ કરી શકતો નથી. તેમનો અવાજ પણ એવો છે કે જેને સાંભળીને તમે જે ખુરશી પર બેઠા હોય ત્યાં બેઠા બેઠા જ પેટમાં ગુડગુડ થવા લાગે છે.
કપિલે તેના મજકિયા અંદાજમાં આગળ કહ્યું, ‘મેં એક વસ્તુ જોઈ છે, જેમ કે જો સોનાલી જેવી સુંદર છોકરી જતી રહે તો બચ્ચન સાહેબના સવાલ અલગ થઈ જાય છે. જેમ કે ગુલાબના ફૂલનો રંગ કયો છે? અને જ્યારે અમે જઈએ છીએ ત્યારે તેઓ પૂછે છે કે હુમાયુ ક્યારે આવ્યો હતો? જો આપણે કહી દઈએ તો પણ ક્યા સાલમાં કયા સમયે આવ્યો? પછી આગળ વધે છે, ક્યાં સમય આવ્યો?
કપિલ શર્મા નવેમ્બરમાં અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિની સીઝન 13માં સોનુ સૂદ સાથે દેખાયો હતો જ્યાં તેણે ઘણા પ્રશ્નોના સાચા જવાબ આપીને 25 લાખ રૂપિયા જીત્યા હતા. આ દરમિયાન કપિલ પણ અમિતાભ બચ્ચન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.