આ 5 અભિનેત્રીએ વિલન બનીને પણ લોકોના દિલ પર કર્યું છે રાજ
બોલિવૂડની અભિનેત્રીઓ તેની સુંદરતા, ફેશન, સ્ટાલિંગ ઉપરાંત તેમની એક્ટિંગને લઈને પણ ચર્ચામાં રહે છે. આમ તો બોલિવૂડમાં અઢળક અભિનેત્રીઓ છે કે પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે તેમણે ભજવેલા ખાસ પાત્રોના કારણે લોકોના હૃદયમાં અમીટ છાપ છોડવામાં સફળ રહી છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે પણ અનેક અદાકારા સફળ સાબિત થઈ છે.
જો કે ખૂબ ઓછી અભિનેત્રીઓ એવી છે જેણે ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવવાનું પસંદ કર્યું હોય અને તેણે વિલન તરીકે પણ લોકોના દિલમાં આગવી ઓળખ બનાવી હોય. આજે જાણીએ આવી જ અભિનેત્રીઓ વિશે જેણે વિલન બનીને પણ લોકોના દિલ પર રાજ જ કર્યું છે.
કાજોલ
કાજોલ હંમેશાં ફિલ્મોમાં એવા પાત્રો ભજવતી હોય છે જે પ્રેક્ષકોનું દિલ જીતવામાં સફળ રહે છે. પરંતુ ગુપ્ત ફિલ્મમાં કાજોલએ એક સિરિયલ કિલરની ભૂમિકા ભજવી હતી. વિલનના પાત્ર માટે કાજોલને પસંદ કરવામાં આવી હતી અને તેણે એવોર્ડ વિનિંગ પર્ફોમન્સ કર્યું હતું.
રેખા
રેખા સદાબહાર બોલિવૂડ એક્ટ્રેસ તરીકે ઓળખાય છે. આજે પણ તેની સુંદરતાનો કોઈ જવાબ નથી. તેણે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એક ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા પણ ભજવી છે. આ ફિલ્મ હતી ખિલાડીઓ કા ખિલાડી. આ ફિલ્મમાં તેણે મેડમ માયાનું પાત્ર ભજવ્યું હતું. જો કે આ પાત્રને ભાગ્યે જ કોઈ ભૂલી શક્યું હશે. આ ફિલ્મમાં રેખા સાથે અક્ષય કુમાર અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
પ્રિયંકા ચોપડા
ગ્લોબલ આઈકોન બનેલી દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડના કરોડો ચાહકો છે. પ્રિયંકા ચોપડાએ ઐતરાઝ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.
કેટરિના કૈફ
કેટરિના કૈફ ખૂબ ઓછા સમયમાં બોલિવૂડમાં સફળ થઈ છે. તેણે કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સાથે તેણે રેસ ફિલ્મમાં પહેલીવાર વિલનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે તે ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી હતી.
કંગના રનૌત
કંગના હાલ તો કેટલાક વિવાદોના કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ તે એક એવી અભિનેત્રી છે જેના વિશે કહેવાય છે કે તે એકલી પણ કોઈ ફિલ્મને હિટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે નેશનલ એવોર્ડ પણ જીત્યો છે. કંગનાએ ક્રિશ -3 ફિલ્મમાં વિલન તરીકે કામ કર્યું હતું અને તેના કામની ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત