શુ તમે નવી ગાડી ખરીદવાનુ વિચારી રહ્યા છો? તો આ કંપની ગાડીઓ આપી રહી છે બમ્પર ઓફર…

મિત્રો, કોઈ તહેવાર હોય કે વિશેષ પ્રસંગ હોય કંપનીઓ તેમના ઉત્પાદનો પર ભારે છૂટ આપવાનુ ભુલાતી નથી. મોટાભાગના લોકો જે વસ્તુઓ સામાન્ય રીતે ખરીદી શકતા નથી, તેમને તે ડિસ્કાઉન્ટમા લે છે. વાહનો વિશે વાત કરીએ તો ઘણી કંપનીઓ પોતાના વાહનની ખરીદી પર ભારે છૂટછાટ આપે છે. હાલ, હોન્ડા કંપનીએ પોતાના “યાર એન્ડ સેલ” ની ઘોષણા કરી છે, જે અંતર્ગત કંપની પોતાની ગાડીઓ પર ભારે છૂટછાટ આપી રહી છે.

image source

આ મહિને તમને હોન્ડા કંપની ની ગાડીઓ ને સાવ તળીયાના ભાવમા એટલે કે ૨.૫ લાખ સુધીના બજેટમા ખરીદી શકો છો. હોન્ડા અમેઝ થી લઈને જાઝ, ડબ્લ્યુ.આર-વી અને નવી હોન્ડા સિટી સુધીની તમામ ગાડીઓ પર કંપની ત્રીસ હજારથી માંડીને અઢી લાખ સુધીના લાભ અને છૂટછાટ આપે છે. તમે પણ આ ડિસ્કાઉન્ટ નો લાભ લઈને તમારી મનપસંદ કાર મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે, કંપની ગાડીના ક્યા મોડેલ પર કઈ ઓફર આપી રહી છે?

હોન્ડા સિવિક :

image source

હોન્ડા કંપની ની આ ગાડી પર તમને મહત્તમ ૨.૫ લાખ રૂપિયા સુધીની છૂટછાટ મળશે. આ ડિસ્કાઉન્ટ હોન્ડા સિટી ના ડીઝલ વેરિઅન્ટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ગાડીના પેટ્રોલ વેરિઅન્ટ પર તમે ૧ લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ કાર ની કિંમત ૧૭.૯૩ લાખ રૂપિયાથી શરુ થઈને ૨૨.૩૪ લાખ રૂપિયા સુધી પહોંચે છે.

હોન્ડા જાઝ :

image source

જો તમે હોન્ડા જાઝ ની ખરીદી કરવા ઈચ્છતા હોવ તો તમે ચાલીસ હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો કે, આ છૂટછાટ તમને ફક્ત આ ગાડીના પેટ્રોલ વેરીઅન્ટ પર મળશે. આ ઉપરાંત કંપનીએ ૧૫,૦૦૦ રૂપિયા સુધીના એક્સચેંજ બોનસ ની જાહેરાત પણ કરી છે. તે સિવાય તમને આ ગાડી પર ૨૫ હજાર રૂપિયા સુધીનુ કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હોન્ડા અમેઝ :

image source

આ ગાડીની વાત કરવામા આવે તો કંપની આ મોડેલ પર હાલ રોકડ લાભ અને ૩૭ હજાર રૂપિયા સુધીની છૂટછાટ આપી રહી છે. પેટ્રોલ અને ડીઝલવાળી આ ગાડીના તમામ મોડેલોમા બે વર્ષની વધારાની વોરંટી તમને મફતમા મળી શકે છે. આ સિવાય ૧૫ હજાર રૂપિયા સુધીનુ કેશ ડિસ્કાઉન્ટ પણ આપવામા આવી રહ્યુ છે. આ ઉપરાંત જો તમે જૂની કાર ની આપ-લે કરો છો તો તમને ૧૦ હજાર સુધી નો વધારા નો લાભ પણ મળી શકે.

હોન્ડા ડબ્લ્યુ.આર-વી :

image source

આ ગાડી પર લોકો ૪૦,૦૦૦ રૂપિયા સુધીની બચત કરી શકે છે. કંપની આ કાર પર હાલ ૨૫ હજાર રૂપિયા સુધીનો કેશ ડિસ્કાઉન્ટ અને ૧૫ હજાર રૂપિયાના એક્સચેંજ બોનસ આપી રહી છે. આવી જ રીતે કારના એક્સક્લૂઝિવ એડિશન પર ગ્રાહકો ને ૨૫ હજાર રૂપિયાની છૂટછાટ પણ આપી રહી છે, જેમા ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો કેશ ડિસ્કાઉન્ટ અને ૧૫,૦૦૦ રૂપિયા સુધીનુ એક્સચેંજ બોનસ પણ શામેલ છે.

ન્યૂ હોન્ડા સિટી :

image source

આ કંપનીએ આ વર્ષે હોન્ડા સિટીની પાંચમી જનરેશનનુ મોડેલ લોન્ચ કર્યું હતું. ગ્રાહકો આ ગાડી પર ૩૦,૦૦૦ સુધીની છૂટછાટ મેળવી શકે છે. હાલ, કંપની દ્વારા આ ગાડી પર ૩૦,૦૦૦ રૂપિયા સુધીના એક્સચેંજ બોનસની જાહેરાત કરવામા આવી છે. ખાસ વાત તો એ છે કે, આ ડિસ્કાઉન્ટ નો ફાયદો ગાડીના પેટ્રોલ અને ડીઝલ એમ બંને મોડેલ પર આપવામા આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત