આ 8 ક્વોલિટીવાળા છોકરા આસાનીથી જીતી લે છે છોકરીઓનું દિલ, ક્યાંક તમારામાં તો..
સ્ત્રીઓ અને પુરુષો કેમ એક બીજા તરફ આકર્ષાય છે, વૈજ્ઞાનિકો પણ આ વસ્તુને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. જો કે, સંશોધન, અભ્યાસ અને ઘણા પ્રયોગો દ્વારા તેને ઘણી હદ સુધી સમજવામાં મદદ મળી છે. આ બધા અભ્યાસ અને સંશોધન દર્શાવે છે કે પુરુષોની કઈ એવી વાતો છે જે સ્ત્રીઓને આકર્ષિત કરે છે.
ફ્લર્ટ કરવાવાળો છોકરો
યુએસની રટગર્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને જાણીતા લેખક હેલેન ફિશર કહે છે કે મોટાભાગની મહિલાઓ એવા પુરુષમાં રસ દાખવે છે જે તેમના વખાણ કરે છે. સાયકોલોજી ટુડે મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં હેલેને કહ્યું હતું કે પોતાની પ્રશંસા સાંભળીને મહિલાઓ હસે છે, શરમાય છે અને છોકરાની વાતો પર વધુ ધ્યાન આપે છે. મોટાભાગની મહિલાઓને ફ્લર્ટ કરતા છોકરા વધુ પસંદ હોય છે. કરે છે અને પુરુષની વાત પર વધુ ધ્યાન આપે છે. મોટાભાગની સ્ત્રીઓને પુરુષો સાથે ચેનચાળા કરવાનું ગમે છે.
પોતાની સાથે મેચ થતા પુરૂષો
સ્ત્રીઓ અથવા પુરુષો એવા વ્યક્તિ તરફ વધુ આકર્ષિત થાય છે જે તેમના વ્યક્તિત્વ સાથે મેળ ખાતા હોય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ ઓનલાઇન ડેટિંગ સાઇટ પર 60 પુરુષો અને 60 મહિલાઓનો અભ્યાસ કર્યો. અધ્યયન સાથે સંકળાયેલા આ લોકોએ તે પુરુષો અને સ્ત્રીઓમાં રસ દર્શાવ્યો જે તેમની જેવા જ દેખાવમાં આકર્ષિત હતા. નિષ્ણાંતો કહે છે કે જ્યારે પોતાના કરતાં વધુ સારા દેખાતા પાર્ટનર પર લોકોને ડર લાગે છે કે તેનો જીવનસાથીને બીજે ક્યાંક અફેર કરી શકે છે, જ્યારે ઓછા આકર્ષક પાર્ટનર મળતા એુ વિચારે છે કે મને આનાથી સારો પાર્ટનર મળી શક્યો હોત.
ઉંમરમાં મોટા પુરુષો તરફ
વર્ષ 2010 માં હાથ ધરાયેલા એક અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓ ઘણીવાર પોતાનાથી ઉમરમાં મોટા પુરુષો પ્રત્યે વધુ આકર્ષાય છે. આ વાત ખાસ કરીને એવી સ્ત્રીઓને લાગુ પડે છે જે પોતે કમાય છે. યુકેની ડંડી યુનિવર્સિટીના પ્રોફેસર અને લેખક ફહૈના મૂરે કહે છે કે નાણાકીય રીતે સ્વતંત્ર મહિલાઓ આત્મવિશ્વાસ સાથે પાર્ટનરની પસંદગી કરે છે અને ઉમરમાં મોટા પુરૂષોને વધુ પસંદ કરે છે.
હલ્કી દાઢીવાળા પુરુષો
ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના 177 પુરુષો અને 351 મહિલાઓ પર કરવામાં આવેલા અધ્યયનમાં મોટાભાગની સ્ત્રીઓએ દાઢીની લંબાઈ અનુસાર પુરુષોમાં રસ દાખવ્યો હતો. મહિલાઓ એવા પુરુષો પ્રત્યે વધુ આકર્ષિત થઈ હતી જેમની દાઢી ઓછી વધેલી હતી. ઓછી દાઢી વાળા પુરુષો પરિપક્વ દેખાય છે, જે સ્ત્રીઓને વધારે ગમે છે.
સામાન્ય બોડીવાળા પુરુષો
કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં 286 મહિલાઓ પર કરવામાં આવેલા અધ્યયનમાં સામે આવ્યું કે સ્ત્રીઓ સામાન્ય બોડી ધરાવતા પુરુષોને વધુ પસંદ કરે છે. આ મહિલાઓને કેટલાક શર્ટલેસ પુરુષોની તસવીરો બતાવવામાં આવી હતી. આ મહિલાઓએ વધુ મસલ્સ વાળા પુરૂષોને શોર્ટ ટર્મ પાર્ટનર, જ્યારે ઓછી અને સામાન્ય બોડી વાળા પૂરૂષોને લોંગ ટર્મ પાર્ટનર માટે પસંદગી કરી.
લાલ કપડાં પહેરેતા લોકો
ચાઇના, ઇંગ્લેંડ, જર્મની અને અમેરિકાના લોકો પર થયેલા 2010 ના એક અભ્યાસ મુજબ લાલ કપડા પહેરેલા પુરુષો પ્રત્યે મહિલાઓ સૌથી વધુ આકર્ષાય છે. સંશોધન માટે સ્ત્રીઓને લાલ કપડા અને અન્ય રંગીન વસ્ત્રોમાં પુરુષોની કેટલીક તસવીરો બતાવવામાં આવી હતી. મહિલાઓ લાલ શર્ટ અથવા ટી-શર્ટ પહેરેલા પુરુષોને વધુ આકર્ષક ગણાવે છે.
હસી મજાક કરતા પુરુષો
કેટલાક અધ્યયનો દર્શાવે છે કે સ્ત્રીઓ એવા પુરુષો તરફ વધુ આકર્ષિત થાય છે જે તેમને હસાવેશે. સારા સેન્સ ઓફ હ્યુમર ધરાવતા પુરૂષો સાથે મહિલાઓ વધુ આકર્ષિત થાય છે અને તેની સાથે ઓછા સમયમાં ભળી જાય છે.
સુગંધિત ડિઓડરેન્ટ લગાવનાર
મહિલાઓ નવા અને સુગંધિત ડિઓડરેન્ટનો ઉપયોગ કરતા પુરુષો પ્રત્યે પણ ખૂબ આકર્ષાય છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ કોસ્મેટિક સાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ કેટલાક પુરુષોને સંશોધન માટે સુગંધિત ડિઓડરેન્ટ આપવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને સુગંધ વિનાના સ્પ્રે લગાવવા આપવામાં આવ્યા હતા. અધ્યયનના પરિણામોમાં બહાર આવ્યું છે કે સુગંધિત સ્પ્રેનો ઉપયોગ કરનાર પૂરૂષો પ્રત્યે સ્ત્રીઓ વધુ આકર્ષાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત