જોઇ લો CCTV ફુટેજમાં ધોળે દિવસે કાર ચાલકોએ યુવતીનુ કેવી રીતે કર્યુ અપહરણ

કાર ચાલક બદમાશોએ ધોળે દિવસે એક યુવતીનું કરી લીધું હતું અપહરણ, આખી ઘટના કેદ થઈ ગઈ સીસીટીવી કેમેરામાં.

અપહરણકર્તાઓએ આ આખી ઘટનાને અંજામ એ સમયે આપ્યો હતો જ્યારે એક યુવતી પોતાની માતા સાથે ઘરે જઈ રહી હતી.માતાએ પોતાની દીકરીને બચાવવાના ઘણા પ્રયત્ન કર્યા પણ માતાને દીકરીને બચાવવામાં સફળતા મળી નહિ.

image source

હરિયાણાના ઝજ્જરના છાવણી મહોલ્લામાં ધોળે દિવસે એક યુવતીનું કાર ચાલક બદમાશોએ અપહરણ કરી લીધું હતું. અપહરણકર્તાઓએ જ્યારે યુવતી એની માતા સાથે ઘરે જઈ રહી હતી ત્યારે એનું અપહરણ કરી લીધું હતું. માતાએ પોતાની દીકરીને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ એમને પોતાની દીકરીને અપહરણકર્તાઓની જાળમાંથી બચાવવામાં સફળતા મળી નહિ.

image source

આ સમગ્ર ઘટના દરમિયાન ઘટનાસ્થળ પર થોડાક જ દૂર ઉભેલા એક વડીલે પણ અપહરણકર્તાઓની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ અપહરણકર્તાઓ એ યુવતીને ગાડીમાં બેસાડીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. પછીથી આ ઘટના અંગેની સૂચના પોલીસને આપવામાં આવી હતી. સૂચના આપ્યાના ઘણા સમય પછી પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી પણ ત્યાં સુધી તો અપહરણકર્તાઓ ત્યાંથી ઘણા દૂર નીકળી ગયા હતા.

image source

મળેલી જાણકારી અનુસાર, શુક્રવારે ઝજ્જરના છાવણી મહોલ્લામાં રહેતી એક યુવતી પોતાની માતા સાથે સિવણકામ સેન્ટર પર સિવણકામ શીખીને પોતાના ઘરે પરત ફરી રહી હતી. હજુ તો એ અડધે રસ્તે જ પહોંચી હતી કે એ દરમિયાન એમની પાસે એક ગાડી આવીને ઉભી રહી અને એમાં રહેલ ચાલક યુવકે ગાડીની પાછલી બારી ખોલી અને યુવતીનો હાથ પકડી એને પોતાની ગાડીમાં ખેંચી લીધી હતી.

આ ઝપાઝપીમાં યુવતીની માતાએ આ વાતનો વિરોધ પણ કર્યો પણ અપહરણકર્તાઓએ એમનું એક ન સાંભળ્યું અને એ ત્યાંથી યુવતીને ભગાડી લઈ જવામાં સફળ થયા હતા. અપહરણ અંગેની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને પોલીસે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ શોધી ચલાવી પોલીસ આ અંગે વધુ તપાસમાં લાગી ગઈ છે.

આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું છે અને હરિયાણા સરકાર પર નિશાનો લગાવ્યો છે. એમને પોતાની ટ્વીટમાં કહ્યું છે કે ફક્ત નારા લગાવવાથી દીકરીઓની સુરક્ષા નિશ્ચિત નહિ થઈ શકે. એ માટે યોગ્ય કાયદાકીય વ્યવસ્થાને પણ ગંભીરતાથી લેવી પડશે. ઝજ્જરમાં ધોળે દિવસે એક દીકરીનું અપહરણ એ વાત સાબિત કરે છે કે પ્રદેશમાં કાયદાકીય વ્યવસ્થાના ધજાગરા ઉડી ગયા છે. આ પ્રદેશમાં રોજ 39 મહિલા અપરાધ, 5 બળાત્કાર ને 14 અપહરણના કેસ સામે આવે છે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત