કોરોના સહિત આ ગંભીર બીમારીઓનો પણ સંકેત આપે છે તમારા હાથ, આ રીતે જાણો

કોરોના વાયરસની ઓળખ માટે અનેક લક્ષણો જોવા મળી રહ્યા છે. આ સિવાય વ્યકિતનું શરીર પણ અનેક પ્રકારના સંકેત આપે છે. જેનાથી તમે જાણી શકો છો કે તમને કઈ બીમારી છે. આ સિવાય જો તમને કોઈ પ્રકારનું ઈન્ફેક્શન પણ છે તો તમને તેની જાણકારી મળી રહે છે.એક રિપોર્ટ અનુસાર કોરોનાથી સાજા થયા બાદ તમારા નખ અલગ દેખાય છે. તેમાં એક સ્પષ્ટ રેખા દેખાઈ શકે છે. તેને કોવિડ નેલ્સ કહેવાય છે. જો કે તમારા નખ તમને કોરોના જ નહીં અન્ય અનેક બીમારીના પણ સંકેત આપે છે.

image source

જો તમારા હાથમાં લાલ અને જાંબલી રંગની ગાંઠ કે દબ્બા છે તો તે પણ ખાસ કરીને સ્કીન પ્રોબ્લેમ્સની ફરિયાદ આપે છે. આ સિવાય આ સંકેત એ દિલ સાથે જોડાયેલી બીમારીનું પણ લક્ષણ છે. અન્ય એક રિપોર્ટ કહે છે કે લાલ કે જાંબલી રંગની ગાંઠ કે ધબ્બા એડોકાર્ટિટિસ નામનું હાર્ટ ઈન્ફેક્શન હોઈ શકે છે. એન્ડોકાર્ડિટિસ હાર્ટના વાલ્વ અને લાઈનિંગનું સંક્રમણ હોય છે. તેની સારવાર એન્ટી બાયોટિક દવાઓની સાથે કરાય છે.

image source

રિપોર્ટના અનુસાર જો તમારી હાથની પકડ કોઈ પણ વસ્તુને લઈને નબળી પડી રહી છે તો તમને અન્ય કોઈ ચીજ ખોલવામાં મુશ્કેલી આવી રહી છે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો ડોઈએ. આ રૂટમેટાઈડ આર્થરાઈટિસની સાથે સાથે અલ્ઝાઈમરનો પણ સંકેત આપે છે. વિશેષજ્ઞોએ કહ્યું છે કે ગ્રીપ સ્ટ્રેન્થમાં 5 કિલોથી ઓછું વજન ઉંચકવાની ક્ષમતા પણ ઘટે છે. આ ખતરો 18 ટકા જેટલો રહે છે.

image source

જો તમે તમારા નખની નીચે કોઈ કાળી લાઈન જુઓ છો તો તમારે તેને સામાન્ય લેવાની કોશિશ કરવી નહીં. તેની તપાસ કરાવી લેવી જરૂરી છે. આ મહત્વનું છે. આ પ્રકારની રેખા મેલાનોમાનો સંકેત આપે છે. આ એક ઘાતક સ્કીન કેન્સર છે. આ સિવાય કાળી રેખા ગાંઠ અને એચઆઈવીનું લક્ષણ પણ હોઈ શકે છે. આ રેખાઓ કેટલીક દવાઓના કારણે પણ આવી શકે છે. જેમાં ખાસ કરીને કીમોથેરાપી, બીટા બ્લોકર્સ અને એન્ટી મલેરિયાની દવાઓ સામેલ છે.

image source

એક અય રિપોર્ટના અનુસાર જો તમારા નખનો રંગ ભૂરો કે કાળો બની રહ્યો છે અને જે લાઈન છે તે બેંડના રૂપમાં જોવા મળી રહી છે તો તમારે ચેતી જવાની જરૂર છે. હાથ પર પપડી જામી જવી કે પછી લાલ ધબ્બા દેખાય તે એન્ઝેમાને જન્મ આપે છે. આ સમયે તમારા હાથ પર નાના ચાંદા દેખાશે જે પોમ્ફોલીક્સ એક્ઝીમાની તરફ ઈશારો કરે છે. તેમાં શરૂઆતમાં બળતરા અને ખંજવાળ હોય છે. આ પછી હાથ પર પપડીવાળા લાલ ધબ્બા બનવા લાગે છે. આ માટે જરૂરી છે કે તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને સાથે તે મોટું રૂપ લે તે પહેલા તેને રોકી લો.