જાણી લો તમારા મનગમતા કલાકારોના અસલી નામ, એક સમયે આ નામથી હતી કંઇક અલગ જ ઓળખ
અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, શિલ્પા શેટ્ટી, કિયારા આડવાણી, જેકી શ્રોફ અને એવા ન જાણે બીજા કેટલાય સ્ટાર્સ છે જેમની ઓળખ આજે એમના નામથી થાય છે. પણ જો તમને એવું ખબર પડે કે એમના આ નામ અસલી નથી તો? હા ક્યારેક નામ બોલવામાં તકલીફ પડતી હોવાના કારણે તો ક્યારેક એસ્ટ્રોલોજીના કારણે ઘણા એવા સેલેબ્સ છે જેમને અલગ અલગ કારણોસર પોતાનું નામ બદલી નાખ્યું. આ કલાકારોના અસલી નામ કા તો ઘણા લાંબા છે કા તો અન્ય કોઈ કારણ છે. તો ચાલો નામ બદલનારા કલાકારોના લિસ્ટમાં ક્યાં ક્યાં કલાકારોના નામ સામેલ છે એ જોઈ લઈએ.
આજે અમે તમને જણાવીશું તમારા મનગમતા કલાકારોએ પોતાના સંઘર્ષ અને મહેનતના જોરે એક નવા નામથી પોતાની ઓળખ મેળવી છે. તો ચાલો જાણી લઈએ એ કલાકારો વિશે.
શિલ્પા શેટ્ટીનું અસલી નામ અશ્વિની શેટ્ટી છે.
સની દેઓલનું અસલી નામ અજય સિંહ દેઓલ છે.
બોબી દેઓલનું અસલી નામ વિજય સિંહ દેઓલ છે.
જેકી શ્રોફનું અસલી નામ જયકીશન કાકુંભાઈ છે
કિયારા આડવાણીની નામ પહેલા આલિયા આડવાણી હતુ. બોલીવુડમાં એન્ટ્રી માટે એમને પોતાનું નામ બદલી નાખ્યું કારણ કે બોલીવુડમાં પહેલેથી જ આલિયા ભટ્ટ એન્ટ્રી કરી ચુકી હતી.
તબ્બુનું અસલી નામ તબબસુમ હાશ્મી ખાન છે.
પ્રભાસનું આખું નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલપતિ છે. અભિનેતાનું આખું નામ ખૂબ જ લાંબુ છે અને એટલે જ એ પ્રભાસના નામે ઓળખાય છે.
જોન અબ્રાહમનું અસલી નામ ફરહાન અબ્રાહમ છે. જો કે આ વાત બહુ જ ઓછા લોકો જાણે છે.
શ્રીદેવીનું અસલી નામ શ્રી અમ્મા યંગર અય્યપન હતું.
જોની લિવરનું અસલી નામ જોન રાવ પ્રકાશ રાવ જાનુંમલા છે. જોની લીવર પોતાની ઉમદા કોમિક ટાઇમિંગના કારણે જાણીતા છે.
ટાઇગર શ્રોફનું અસલી નામ જય હેમંત શ્રોફ છે.
સૈફ અલી ખાનનું અસલી નામ સાજીદ અલી ખાન છે.
મલ્લિકા શેરાવતનું અસલી નામ રીમાં લાંબા છે.
અજય દેવગનનું અસલી નામ વિશાલ દેવગન છે.
આયુષ્યમાન ખુરાના જ્યારે જન્મયા ત્યારે તેમનું નામ નિશાંત ખુરાના હતું.
અક્ષય કુમારનું અસલી નામ રાજીવ ભાટિયા છે
દિલીપ કુમારનું અસલી નામ યુસુફ ખાન છે.
સની લિયોનએ પણ પોતાનું નામ બદલ્યું છે એમનું અસલી નામ કરનજીત કૌર વોહરા હતું.
રેખાનું આખું નામ ભાનુરેખા ગણેશન છે.
રાજેશ ખન્નાનું અસલી નામ જતીન ખન્ના હતું.
જીતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર છે.
જયા પ્રદાનું અસલી નામ લીલા રાની હતું.
કમલ હસનનું પહેલા નામ પાર્થસર્થી શ્રીનિવાસન હતું.
મહિમા ચૌધરીનું અસલી નામ ઋતુ ચૌધરી છે પણ એ ખુદ પડદા પર મહિમા ચૌધરી તરીકે ઓળખાવુ પસન્દ કરે છે. એમને આ નામ સુભાસ ઘઈએ આપ્યું છે.