અમેરિકાના પોઝ વિસ્તારમાં આ બોલીવુડ સ્ટાર્સના છે આલિશાન બંગલા, અંદરનો નજારો જોઇને બોલી ઉઠશો WOW!
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની સંપત્તિ બનાવવામાં વિશ્વાસ કરે છે કારણ કે કોઈને એમના ભવિષ્ય વિશે કઈ ખબર નથી. બૉલીવુડ જગત પણ એક એવી જ જગ્યા છે જ્યાં એક પળમાં શોહરત અને દોલત છે તો બીજી જ પળમાં ગુમનામી અને પૈસા વગરની બેસહારા જિંદગી. અત્યારના સમયમાં બોલીવુડમાં ખાન હોય કે પછી બચ્ચન દરેક વ્યક્તિ પોતાની ફિલ્મોની કમાણી એમ જ વ્યર્થ નથી જવા દેતા પણ કા તો એ પૈસાને ક્યાંક ઇન્વેસ્ટ કરે છે કે પછી એનાથી પોતાની પ્રોપર્ટી કે ઘર ખરીદી લે છે બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેમના મુંબઈમાં કાં તો આલિશાન બંગલા છે કે પછી એ કરોડોના એપાર્ટમેન્ટમાં રહે છે.
અમુક બૉલીવુડ કલાકારો એવા પણ છે જેમને ફક્ત મુંબઈમાં જ નહીં પણ અન્ય ઘણા શહેરોમાં પોતાનું ઘર ખરીદ્યું છે. અમુક કલાકારો એવા પણ છે વિદેશોમાં પણ કરોડોની સંપત્તિના મલિક છે. મોટાભાગના કલાકારો અમેરિકા જવું પસંદ કરે છે એટલે એમને અમેરિકાના જ ન્યુયોર્ક અને લોસ એન્જેલ્સ જેવા મોંઘા અને પોઝ વિસ્તારમાં ઘર ખરીદેલુ છે તો ચાલો અમે તમને જણાવી દઈએ કે કયા કયા કલાકારોના અમેરિકામાં ઘર છે.
શાહરુખ ખાન.
શાહરુખ ખાન ફક્ત ફિલ્મોના જ બાદશાહ નથી પણ શાનદાર ઘર બનાવવાની બાબતમાં પણ એ કિંગ છે. મુંબઈમાં ફક્ત એમના મન્નત બંગલાની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પણ શાહરુખ ખાને મુંબઈ સિવાય અન્ય ઘણી જગ્યાએ આલિશાન ઘર ખરીદ્યા છે રિપોર્ટ્સ અનુસાર એમનું લોસ એન્જેલ્સ શહેરમાં પણ આલીશાન વીલા છે જે એમને પોતાના બાળકો માટે બનાવ્યું છે. એમનું વીલા કોઈ મહેલથી કમ નથી. શાહરુખ ખાનનું બેવર્લી હિલ્સ પર બનેલા આ વિલામાં 6 મોટા બેડરૂમ, પુલ એરિયા અને એક પ્રાઇવેટ ટેનિસ કોર્ટ પણ છે.
પ્રિયંકા ચોપરા..
દેશી ગર્લ હવે વિદેશમાં જ વસી ગઈ છે. નિક જોનસ સાથે લગ્ન કર્યા પછી પ્રિયંકાનું ભારત આવવાનું ઓછું થાય છે. ઇન્ડિયાની સાથે સાથે એ ઇન્ટરનેશનલ લેવલ પર પોતાના અભિનયનો ડંકો વગાડી ચુકી છે. કેલિફોર્નિયાના લોસ એન્જીલેસ પાસે અનસીનોમાં પ્રિયંકા અને નિકનું પોતાનું એક આલિશાન વીલા છે. એમના આ વિલાની કિંમત લગભગ 144 કરોડ એટલે કે 20 મિલિયન ડોલર છે. એમના આ વિલામાં સાત બેડરૂમ અને 11 બાથરૂમ છે.
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન એક અભિનેતા હોવાની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. એમની ખુદની એક કબબડી ટીમ છે. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અભિષેક અને ઐશ્વર્યાનું એક આલિશાન એપાર્ટમેન્ટ છે. એને એમને વર્ષ 2016માં ખરીદ્યું હતું. આ ઘરને ખુદ ઐશ્વર્યા રાયે સજાવ્યું છે. એમના ઘરેથી સેન્ટ્રલ પાર્કનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે.
અનિલ કપૂર
અનિલ કપૂર એક સારા અભિનેતા તો છે જ પણ એ સાથે જ એ એક ખૂબ જ સારા પિતા પણ છે અને પોતાના બાળકોની જરૂરિયાતનું આજે પણ ધ્યાન રાખે છે અનિલ કપૂરનું કેલીફોર્નિયામાં પોતાનું ઘર છે. આ ઘર એમને ત્યારે બનાવડાવ્યું હતું જ્યારે હર્ષવર્ધન ત્યાં અભ્યાસ કરી રહયા હતા. એમનું આ ઘર ત્રણ બેડરૂમનું એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટના બેકયાર્ડમાં સમુદ્ર તટ છે. અનિલ કપૂરનું આ એપાર્ટમેન્ટ ખૂબ જ મોટું અને આલિશાન છે
સની લિયોન.
સની લિયોન બોલીવુડમાં પગ મુક્યા પછી પોતાના પતિ ડેનિયલ સાથે મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ. એ હાલ પોતાના ત્રણ બાળકો સાથે મુંબઈમાં જ રહે છે પણ લોસ એન્જેલ્સના બેવર્લી હિલ્સ પર પણ સની અને ડેનિયલનો મોટો બંગલો છે. આ ઘરને એમને 2017માં લીધું હતું.
મલ્લિકા શેરાવત..
મલ્લિકા શેરાવત ભારતમાં ઓછું ને વિદેશમાં વધારે રહે છે. આ અભિનેત્રીનું કેલિફોર્નિયાની બેવર્લી હિલ્સમાં મહેલ જેવો બંગલો છે. એમને હાલમાં જ પોતાના બંગલાનો એક વિડીયો શેર કર્યો હતો જ્યાં એ ફેન્સને પોતાના વિલાનું સ્વિમિંગ પુલ અને શાનદાર ગાર્ડન બતાવી રહી હતી.
અનુપમ ખેર..
કુછ કુછ હોતા હે, દિલ વાલે દુલહનિયા લે જાયેંગેથી લઈને સ્પેશિયલ 26 જેવી અલગ અલગ ફિલ્મમાં પોતાના અભિનયનું પ્રદર્શન કરનાર અભિનેતા અનુપમ ખેરનું ન્યુયોર્ક શહેરમાં એક મોટું આલિશાન ઘર છે. અનુપમ ખેરનું આ એપાર્ટમેન્ટ અભિષેક ઐશ્વર્યાના એપાર્ટમેન્ટની નજીક જ છે. ઇન્ડિયાની સાથે સાથે અનુપમ ખેર ઇન્ટરનેશનલ લેવલ પર પણ થિયેટર અને પ્લેનો ભાગ રહ્યા છે.
પ્રીતિ ઝિન્ટા.
પ્રીતિ ઝિન્ટા ઘણીવાર એ કહી ચુકી છે કે લોસ એન્જેલ્સ એમની મનગમતી જગ્યા છે. અમેરિકન બિઝનેસમેન જેન ગુડઈનફ સાથે લગ્ન કર્યા પછી પ્રીતિ ઝિન્ટાએ લોસ એન્જેલ્સને પોતાનું પરમેનન્ટ ઠેકાણું બનાવી લીધું છે. એમના ઘરમાં 6 બેડરૂમ છે. એ ઘર એમને 2016માં લીધું હતું. એમના ઘરની કિંમત લગભગ 33 કરોડ છે.
જોન અબ્રાહમ.
બોલીવુડમાં અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્માણ કરનાર જોન અબ્રાહમને બાઇકની સાથે સાથે ઘણી જગ્યા પર અલગ અલગ પ્રોપર્ટી લેવાનું ગમેં છે. જોને અમેરિકાના લોસ એન્જેલ્સના પોઝ વિસ્તાર બેલ એયરમાં શાનદાર બંગલો લીધો છે. એ વિસ્તારમાં હોલીવુડ સ્ટાર્સ જેનિફર એનિસ્ટન અને એન્જેલીના જોલી પણ રહે છે.
કૃષ્ણા અભિષેક.
ધ કપિલ શર્મા શોના પોતાની કૉમેડીથી બધાને હસાવનાર કૃષ્ણા અને એમની પત્નીની મનગમતી જગ્યા લોસ એન્જેલ્સ છે. અમેરિકાના લોસ એન્જેલ્સ શહેરમાં એમને પોતાનો બંગલો ખરીદ્યો છે. બન્ને ઘણીવાર વેકેશન કરવા ત્યાં જાય છે. એ પછી કૃષ્ણાએ અહીંયા પોતાનું એક ઘર ખરીદવાનું નક્કી કર્યું. 2017માં કૃષ્ણાએ પોતાના પરિવાર માટે લોસ એન્જેલ્સમાં આલિશાન બંગલો ખરીદ્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!