07.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૭-૦૭-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ
તિથિ :- બીજ ૯:૦૨ સુધી વાર :- મંગળવાર
નક્ષત્ર :- શ્રવણ
યોગ :- વિષ્કુમ્ભ
કરણ :- ગરજ, ૯:૦૨સુધી વાણિજ્ય, ૨૧:૦૫ સુધી
સૂર્યોદય :- ૦૬:૦૩
સૂર્યાસ્ત :-૧૯:૨૩
ચંદ્ર રાશિ :- મકર
વિશેષ :- ગુજરાતમાં મોળાકાત અને જયા પાર્વતી વ્રતનું જાગરણ.
મેષરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગેની મૂંઝવણ વધતી દેખાય .
સ્ત્રીવર્ગ :- મિત્ર સ્નેહી નું આગમન થાય. કામ અંગે બહાર જવાનું થઈ શકે.
લગ્નઈચ્છુક :- લગ્ન અંગેના પ્રયત્નો વધારવા પડે.
પ્રેમીજનો :- મિલન-મુલાકાત ન થાય. મન વ્યગ્ર રહે.
નોકરિયાતવર્ગ :- કામના સ્થળે ઉતાવળ ન કરવી.ધીરજથી કામ લેવું.
વેપારીવર્ગ :- કામકાજમાં વહીવટી ગૂંચવણ થી વ્યગ્રતા રહે.
પારિવારિકવાતાવરણ:- પરિવારમાં મહેમાનનું આગમન થઈ શકે.
શુભરંગ:- ગુલાબી
શુભઅંક:- ૪
વૃષભરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગેનો આયોજન ચોકસાઈ પૂર્વક કરી શકો.
સ્ત્રીવર્ગ :- આજે પ્રવાસનો યોગ હોય તબિયત સંભાળવી.
લગ્ન ઇચ્છુક :- આપના પ્રયત્નો માં વિલંબ થઈ શકે છે.
પ્રેમીજનો :- આપની ગણતરી ખોટી પડી શકે છે.
નોકરિયાતવર્ગ :- કામકાજના યોગ વિપરીત રહી શકે છે.
વેપારીવર્ગ :- નાણાકીય બાબતોમાં ગૂંચવણ સર્જાતી લાગે.
પારિવારિકવાતાવરણ :- નક્કર વાસ્તવિકતા સ્વીકારી લેવી.માનસિક સંયમ રાખવો.
શુભરંગ :- પીળો
શુભઅંક :- ૩
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન ભારરૂપ લાગે.
સ્ત્રીવર્ગ:- વાતચીતમાં બોલચાલમાં ધ્યાન રાખવું.
લગ્ન ઈચ્છુક :-વાતચીત ચાલતી રહે અલબત્ત રાહત મેળવી શકો.
પ્રેમીજનો:- શંકા-કુશંકા ના કારણે પ્રતિકૂળતા જણાય.
નોકરિયાત વર્ગ:- ખોટા ખર્ચા ન કરવા. નાણાકીય ગુંચ રહે.
વેપારીવર્ગ:- આવક વધારવાની તક મળે. ભૂલ અથવા ગફલત ના કારણે ગુમાવી શકો.
પારિવારિક વાતાવરણ:- જુના પેમેન્ટ અટકતા લાગે. જમીન-મકાન અંગેની યોજના ચાલે.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક :- ૭
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ધીરજની કસોટી થતી જણાય.
સ્ત્રીવર્ગ:- કોઈના ભરોસે ચાલવું નહીં. ગૃહજીવનના કામ કાજ પાર પડે.
લગ્ન ઈચ્છુક:-મનની મુરાદ મનમાં રહી જાય. યોગ્ય દિશામાં પ્રયત્નો કરવા.
પ્રેમીજનો:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો. વાદ-વિવાદથી દૂર રહેવું.
નોકરિયાત વર્ગ:-આપના ધાર્યા કામમાં રુકાવટ જણાશે .
વેપારીવર્ગ:- ભાગીદારી, સામાજિક પ્રશ્ન માં માં ધ્યાન આપવું.
પારિવારિકવાતાવરણ:-જતું કરવાની ભાવના સાથે આગળ વધવું. તબિયત નો ખ્યાલ રાખવો.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૮
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- ગફલત ના કારણે યોગ્ય તક ગુમાવવી પડે.
સ્ત્રીવર્ગ:- ઘરના નવા રાચરલીલા અંગે વિચારણા થઇ શકે.
લગ્ન ઈચ્છુક:- સ્વસ્થતા અને સમતોલન જાળવવું વિલંબથી કામ થાય.
પ્રેમીજનો :- મૂંઝવણમાંથી બહાર આવવું કઠીન લાગે. પ્રયત્નો વિલંબથી ફળે.
નોકરિયાત વર્ગ :- નોકરી અંગેની ચિંતા હટે. સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ :- આપે કોઈ ચમત્કારની આશા રાખવી મુશ્કેલ છે. લાભ વિલંબથી મળે.
પારિવારિક વાતાવરણ :- કરકસર કરવી પડે.
શુભ રંગ :-સફેદ
શુભ અંક :-૩
કન્યા રાશિ
વિદ્યાર્થી વર્ગ :- અભ્યાસમાં સખત મહેનતની જરૂર પડે. પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યો અંગે ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:- આપની વાતચીતમાં વિલંબ થઈ શકે છે.
પ્રેમીજનો:- અશાંતિના વાદળ વિખરાઈ આશાનું કિરણ મળે.
નોકરિયાત વર્ગ-કામ અંગેની બેચેની ધીરે ધીરે દૂર થાય.
વેપારી વર્ગ:- વેપારમાં અવરોધ શમે. સમસ્યાનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- દાંપત્યજીવન અંગે કાળજી લેવી. તબિયત સંભાળવી.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૫
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ની મૂંઝવણમાંથી બહાર આવી શકો.
સ્ત્રીવર્ગ :- ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.
પ્રેમીજનો :- અકારણ વિવાદ ન કરવો.
લગ્ન ઈચ્છુક :-વિવાહ ની વાતોમાં ધીરજ સંયમ રાખવો.
નોકરિયાત વર્ગ:- વિવાદ, ઉપરથી તણાવ જણાય.
વેપારીવર્ગ:- કચેરી કાર્યાલય અંગેના કામો થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં રુકાવટ. ખર્ચ માં જાળવવું.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:-૪
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- હોમ વર્કનું ભારણ ચિંતા રખાવે.
સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:- મનની મુરાદ બર આવતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાતમાં,હરવા-ફરવામાં રહી શકો છો.
નોકરિયાત વર્ગ:- ચોક્કસ લક્ષ્યાંક સાથેના કામનું ભારણ રહે.
વેપારીવર્ગ:- વેપાર અંગેના કામકાજ થઈ શકે.
પારિવારિક વાતાવરણ :- કામ કામ તેમજ વ્યવહાર અંગે પ્રવાહ થઇ શકે.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૮
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ:- ઓનલાઇન અભ્યાસની ઉલજણ સતાવે.
સ્ત્રીવર્ગ:- બહાર આવતા જતા ખરીદી ઉપર ધ્યાન રાખવું. ચોરી કે પડવું સંભવ રહે.
લગ્ન ઈચ્છુક:- આપના વિવાહ અંગેના કાર્યોમાં વિલંબ થઈ શકે છે .
પ્રેમીજનો:- હાલ આપની મુલાકાત અસંભવ લાગતી નથી.
નોકરિયાત વર્ગ:- નવી નોકરી, કામની શોધનો આરંભ કરી શકો છો.
વેપારીવર્ગ:- જૂની ઉઘરાણી તેમ જ વ્યાજ નું ટેન્શન રહે.
પારિવારિક વાતાવરણ:-ખાવાપીવામાં, દાંપત્યજીવનમાં ધ્યાન રાખવું.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૨
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ :- આળસ ઉચાટ બેચેની રહે.
સ્ત્રીવર્ગ :- મૂંઝવણમાંથી માર્ગ મળે.તબિયત નરમ-ગરમ રહે.
લગ્ન ઈચ્છુક :- આપના પ્રયત્નો બર આવતા જણાય. શુભ આયોજન થઇ શકે.
પ્રેમીજનો :- મનગમતા મિત્રોની સાથે મોજ મજા માણી શકો .
નોકરિયાત વર્ગ :-કામ અનુકૂળ રહે પરંતુ જવાબદારી યુક્ત રહે.
વેપારીવર્ગ:- પોતાના ધ્યેય યુક્ત વ્યાપાર કરી શકો. ફૂડ પોઈઝન ન થાય તેનું ધ્યાન રાખવું.
પારિવારિક વાતાવરણ :- ગૂંચવણ યુક્ત દિવસ રહે.
શુભ રંગ :- લાલ
શુભ અંક :-૬
કુંભ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ તેમજ પરીક્ષા અંગે અવઢવ રહે.
સ્ત્રીવર્ગ:- ખર્ચમાં જાળવવું.અલગથી આવકમાં મુશ્કેલી જણાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે મૂંઝવણ અને વિલંબ જણાય.
પ્રેમીજનો:-વિરહ નો સમય હોય શકે દૂર ની નોકરી અથવા સફર નું આયોજન હોય શકે.
નોકરિયાત વર્ગ:- વિદેશમાં નોકરીની સંભાવના રહે.
વેપારીવર્ગ:- જુના લેણદારો નું ટેન્શન. આવકની ઉલજણ. પરેશાની વધારે.
પારિવારિક વાતાવરણ:- આવકના રસ્તા ખુલે.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.
સ્ત્રીવર્ગ :- ઘર-પરિવાર, નોકરીમાં મન ન લાગે. બેચેની રહે.
લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેની વાતચીત માં અડચણ આવે સંભાળવું.
પ્રેમીજનો :- શંકા-કુશંકા,વાદ-વિવાદથી દૂર રહેવું.
નોકરિયાત વર્ગ :- કામ અંગે ચિંતા ઉચાટ રહે .
વેપારીવર્ગ :- વ્યાપારિક કામમાં પ્રગતિ થઈ શકે.આવક વધે.
પારિવારિક વાતાવરણ :-સૌની મિલન-મુલાકાત સંભવ રહે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૫
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત