હાશ…આખરે જવાબ મળી ગયો, “પહેલા ઈંડુ આવ્યું કે મરઘી” વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો જવાબ

આપણે બાળપણથી જ એક પ્રશ્ન સાંભળતા આવ્યા છીએ. આ સવાલ એ છે કે મરઘી પહેલા આવી કે ઈંડું? પરંતુ હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે દુનિયામાં પ્રથમ મરઘી આવી કે ઈંડું આવ્યું હતું? પહેલા આ પ્રશ્ન લોકોને મૂંઝવતો હતો. લોકો સમજી ન શક્યા કે જવાબ શું છે? પરંતુ વૈજ્ઞાનિકોએ હવે લોકોની મૂંઝવણ દૂર કરી દીધી છે. “પહેલાં મરઘી આવી કે ઈંડું?” પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ તર્ક સાથે આપ્યો છે.

image socure

યુનાઇટેડ કિંગડમ (યુકે)ની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને વોરવિકના પ્રોફેસરોએ “પહેલાં મરઘી આવી કે ઈંડું આવ્યું?” પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘણું રિસર્ચ કર્યું છે, લાંબા સંશોધન પછી, વૈજ્ઞાનિકોને આખરે સફળતા મળી છે. અને તેઓ આ મોટા પ્રશ્નનો જવાબ શોધી લીધો છે. વૈજ્ઞાનિકોએ તેમના જવાબને સાચા સાબિત કરવા માટે ઘણા તર્ક આપ્યા છે.

image socure

વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી જાણવા મળ્યું છે કે દુનિયામાં મરઘી પહેલા અને ઈંડું પાછળથી આવ્યું. સૌથી મહત્વની વાત એ છે કે મરઘી વિના ઈંડાનું ઉત્પાદન થઈ શકતું નથી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈંડાના શેલમાં ઓવોક્લાડિન નામનું પ્રોટીન હોય છે, જેના વિના ઈંડાનું શેલ બની શકતું નથી.

image socure

સૌથી મોટી વાત એ છે કે આ પ્રોટીન માત્ર અને માત્ર મરઘીના ગર્ભાશયમાં જ બને છે. તેથી જ્યાં સુધી મરઘીના ગર્ભાશયમાંથી આ પ્રોટીન ઈંડાના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં ન આવે ત્યાં સુધી ઈંડું બનાવી શકાતું નથી. હવે આ વાત પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે દુનિયામાં સૌથી પહેલા મરઘી આવી અને પછી ઈંડું આવ્યું.

image soucre

જ્યારે મરઘી આ દુનિયામાં આવી ત્યારે તેના ગર્ભાશયમાં ઓવોક્લાઈડિન બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ આ પ્રોટીન ઈંડાના શેલમાં પહોંચી શક્યું હતું આ સંશોધનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.કોલિન ફ્રીમેનનું કહેવું છે કે આ પ્રશ્ન ઘણા સમયથી લોકોને સતાવી રહ્યો છે કે દુનિયામાં મરઘી કે ઈંડુ સૌથી પહેલા આવ્યું? પરંતુ વૈજ્ઞાનિકોએ પુરાવા સાથે જવાબ શોધી કાઢ્યો છે.