શ્રાવણના સોમવાર કરતા પહેલા જાણો કામની વાતો, નહીં તો પુણ્યને બદલે મળશે અશુભ ફળ

ભગવાન શિવની સાધના માટે શુભ માનવામાં આવનારો શ્રાવણ મહિનો 25 જુલાઈ 2021 થી શરૂ થશે અને 22 ઓગસ્ટ 2021 સુધી રહેશે. આમ તો શ્રાવણ મહિનો જ ભગવાન ભોલેનાથની પૂજાને માટે અત્યંત શુભ છે પણ શ્રાવણ મહિનામાં પડનારા સોમવારને અત્યંત મંગળકારી માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજાનો ખાસ વિધાન છે. તો જાણો સાથે જ કે આ વર્ષે 29 દિવસના શ્રાવણ મહિનામાં શિવની કૃપા વાળા સોમવારના વ્રત ક્યારે અને કેવી રીતે કરશો.

image source

શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભોલે ભંડારીની પૂજાનું ખાસ મહત્વ છે. કેમકે આ દિવસે સાધના કરનારા સાધક પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. તો જાણો દરેક મનોકામના પૂરી કરનારા શ્રાવણના સોમવારના મહત્વ અને વ્રતને વિશે અને ખાસ વિધિની વાતોને પણ.

ક્યારથી શરૂ કરશો સોમવારનું વ્રત

image source

ભગવાન શિવના આર્શિવાદ મેળવનારા સોમવારના વ્રત તમને આવનારા શ્રાવણ કે કાર્તિક, ચૈત્ર, માર્ગશીષ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષના પ્રથમ સોમવારથી પ્રારંભ કરી શકાય છે. શિવકૃપા અપાવનારા આ વ્રતને શરૂ કરતા પહેલા ઓછામાં ઓછા 16 સોમવાર પૂરા કરવા જરૂરી છે. જો કે શ્રાવણના પહેલા સોમવારે પણ આ પાવન પર્વને પ્રારંભ કરવાની પરંપરા છે. આ માટે તમે ઈચ્છો તો તેને ગુરુની આજ્ઞા લઈને શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી પણ શરૂ કરી શકો છો.

સોમવારના વ્રત કરવાની વિધિ

image source

સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને પાણીમાં કાળા તલ મિક્સ કરીને સ્નાન કરો. આ પછી પવિત્ર મનથી ભગવાન શિવનું સ્મરણ કરો અને સોમવારના વ્રતનો સંકલ્પ કરો. શિવલિંગની સફેદ ફૂલ, સફેદ ચંદન, પંચામૃત, ચોખા, સોપારી, બિલિપત્ર વગેરેથી પૂજા કરો. આ સમયે તમે ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરતા રહો તે જરૂરી છે, શિવમંત્રો જાપ હંમેશા રુદ્રાક્ષની માળા સાથે કરો.

ક્યારે કરશો વ્રતને પૂરું

image source

સોમવારના વ્રતને પૂરું થવાનો સમય શ્રાવણ, વૈશાખ, કારતક, ચૈત્ર અને માર્ગશીર્ષ મહિનામાં કરવો. શ્રાવણના સોમવારમાં મીઠાનું સેવન કરવું નહીં. આ નિયમ બીમાર વ્યક્તિઓ માટે લાગૂ થતો નથી.

ક્યારે ક્યારે આવશે શ્રાવણ મહિનાના સોમવાર

પહેલો સોમવાર – 26 જુલાઈ 2021

બીજો સોમવાર – 2 ઓગસ્ટ 2021

ત્રીજો સોમવાર – 9 ઓગસ્ટ 2021

ચોથો સોમવાર – 16 ઓગસ્ટ 2021