ગરમીમાં કેરી, તરબૂચ અને પપૈયાની સાથે ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહિં તો બગડી જશે હેલ્થ અને…

જો તમે હેલ્થ માટે ફળ ખાઓ છો પણ તેની સાથે અન્ય કોઈ પણ ચીજ ખાઈ લો છો તો તે હેલ્થને ફાયદો કરવાના બદલે નુકસાન કરી શકે છે. તો જાણો કયા ફ્રૂટ્સની સાથે કઈ વસ્તુઓ ન ખાવી. ફળ ખાવા એ હેલ્થને માટે ફાયદો કરે છે. પણ જો તમે તેની સાથે અન્ય કેટલીક ચીજો ખાઈ લો છો તો તમારા માટે તે નુકસાન દાયક બનવાની સાથે ગંભીર પરિણામો આપે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો તમારે એલર્ટ થઈ જવાની જરૂર છે.

image source

જાણો ગરમીમાં કેરી, તરબૂચ અને પપૈયાની સાથે ભૂલથી પણ શું ન ખાવું જોઈએ. ફળ હેલ્થને માટે લાભદાયી હોય છે. તેને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે. શરીરને દરેક વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે તે જરૂરી છે. ફક્ત દાળ, રોટલી, શાકથી મળતા નથી. આ કારણે પૂર્ણ ડાયટની સાથે ફળનું સેવન પણ લાભદાયી છે. તેનાથી તમે ફિટ અને હેલ્ધી રહી શકો છો. પણ શું તમે જાણો છો કે કેટલાક ફળોને યોગ્ય રીતે ન લેવાય તો તેનું સેવન નુકસાન કરી શકે છે. તો જાણો આ ફળના સેવનને લગતી ખાસ વાતોને વિશે.

તરબૂચની સાથે ન ખાઓ ખાટી ચીજો

image source

જો તમે હાલમાં બજારમાં મળતા તરબૂચ લાવો છો અને તેને શોખથી ખાઓ છો તો તમારા શરીરમાં પાણીની ખામી રહેતી નથી, સાથે તે તમારા મગજને પણ કૂલ રાખે છે. પણ શું તમે જાણો છો કે તરબૂચને કોઈ પણ પ્રકારના શરબત કે દૂધ સાથે લેવું નહીં. આમ કરવાથી તમારા પાચનને તકલીફ થઈ શકે છે. તેની સાથે ખાટી ચીજોને પણ ઉપયોગમાં લેવી નહીં. તેનાથી આંતરડામાં મરોડ આવે છે.

કેરીની સાથે ટાળો દૂધનો ઉપયોગ

image source

અનેક લોકો એવા હોય છે જેઓ કેરી ખાઈ લીધા બાદ તરત ગરમ દૂધ પીએ છે. આમ કરવું તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તમે પણ આ ભૂલ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે આવું કરો છો તો તમારું વજન વધે છે અને સાથે સ્કીન સંબંધી સમસ્યા પણ થઈ શકે છે. જો કે તમે મેંગોશેક પી શકો છો. તેમાં તમે જે દૂધ યૂઝ કરો છો તો ઠંડું હોય છે.

એક સાથે ન ખાઓ વધારે પપૈયુ

પપૈયું હેલ્થ માટે સારું હોય છે. પણ તેનો અર્થ એ નથી કે તમે પપૈયું ખાવા બેસો તો એક સાથે આખું પપૈયું ખાઈ લો. તેમાંથી 3-4 સ્લાઈસ ખાઓ તે યોગ્ય છે. આ વાતનું ધ્યાન રાખો કે પપૈયાને દૂધની સાથે ન પીઓ. આમ કરવાથી હેલ્થને મોટું નુકસાન થઈ શકે છે.